પોતાની ભૂલના કારણે આ ૬ મશહુર અભિનેતાઓ ખોઈ બેઠા પોતાનું સ્ટારડમ, બોલિવૂડ થી થઈ ગયા દૂર જાણો તેમની ભૂલો

કહેવામાં આવે છે કે સફળતા મેળવવી ખૂબ જ મુશ્કેલ છે. અને તેનાથી પણ મુશ્કેલ છે તેને ટકાવી રાખવી. ઘણી વાર અજાણતા જ થયેલી નાની એવી ભૂલ વ્યક્તિને સફળતાની ઊંચાઈ પરથી નીચે લઈ જાય છે. બોલિવૂડમાં તેના ઘણા ઉદાહરણો છે. બોલિવૂડ ના અમુક અભિનેતાઓ ને સફળતા તો પ્રાપ્ત થઈ. પરંતુ તેઓ તેનું મહત્વ સમજી શક્યા નહીં. અને પોતાની કારકિર્દી પોતાના હાથે જ ખતમ કરી. આજની આ સ્ટોરીમાં અમે તમારી મુલાકાત અમુક એવા સીતારાઓ સાથે કરાવવા જઈ રહ્યા છીએ.
વિવેક ઓબરોય
ફિલ્મ “કંપની” માં કામ કરીને વિવેક ઓબરોય સ્ટાર બની ગયા હતા. પરંતુ એશ્વર્યા રાયના ચક્કરમાં સલમાન ખાન સાથે દુશ્મની કરી અને તેણે પોતાની કારકિર્દીનો ગ્રાફ નીચે ની તરફ કર્યો હતો.
શક્તિ કપૂર
શક્તિ કપૂર બોલીવૂડના એક મશહૂર અભિનેતા રહી ચૂક્યા છે. તે કોમેડી, સિરિયસ અને વિલન ની આમ દરેક ભૂમિકા નિભાવી ચુક્યા છે. તમને યાદ હશે વર્ષો પહેલા શક્તિ કપૂર નું નામ એક સ્ટિંગ ઓપરેશનમાં આવ્યું હતું. ત્યારબાદ તેમનું સ્ટારડમ ધીમે ધીમે ઓછું થઈ ગયું હતું.
અભિજીત ભટ્ટાચાર્ય
એક ટાઇમ પર અભિજીત ભટ્ટાચાર્ય ને શાહરૂખ ખાન નો અવાજ કહેવામાં આવતા હતા. પોતાની હેટ સ્પીચ અને હોમોફોબિક ને કારણે તેઓ હંમેશા વિવાદોમાં રહ્યા. તેઓએ ઇન્ડસ્ટ્રીનાંત્રણેય ખાન વિશે ખૂબ જ અફવાઓ ફેલાવી હતી. જેના લીધે તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર થઈ ગયા.
શાઇની આહુજા
શાઈની આહુજા બોલિવૂડના એક ફેમસ અભિનેતા હતા. ગોડફાધર વિના જ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવનાર શાઈની સફળતાના શિખરો સર કરી રહ્યા હતા. ત્યાં જ તેમના પર પોતાના ઘરની કામવાળી દ્વારા રેપનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ કારણે શાઈની સાત વર્ષ જેલમાં હતા. ત્યારબાદ તેમની કારકિર્દી લગભગ ખતમ થઈ ગઈ
ફરદીન ખાન
ફરદીન ખાન ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના જાણીતા અભિનેતા હતા. તે બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવી રહ્યા હતા કે તેને ડ્રગ્સ લેવાના આરોપમાં ગિરફતાર કરવામાં આવ્યા હતા. જેના લીધે તેને ફિલ્મો મળવાની બંધ થઈ ગઈ હતી. ત્યારબાદ તે ગુમનામી ના અંધારામાં ખોવાઈ ગયા.
અમન વર્મા
અમન વર્મા માં એક સમયમાં ટીવી ઇન્ડસ્ટ્રી પર રાજ કરી રહ્યા હતા. તે ઘણી ફિલ્મોમાં પણ જોવા મળ્યા હતા. વર્ષ ૨૦૦૫ માં તેનાં પર કાસ્ટિંગ કાઉચ નો આરોપ લાગ્યો હતો. ત્યારબાદ તેમની કારકિર્દી ખતમ થઈ ગઈ.