પપૈયુ ખરીદતી વખતે આ ૫ વાતોનું રાખો ધ્યાન, કાપવા પર મીઠું અને સ્વાદિષ્ટ જ નીકળશે

ગરમીની સીઝન લગભગ આવી ચૂકી છે. એવામાં બજારમાં પપૈયાં ખૂબ જ જોવા મળે છે. આમ તો પપૈયા તમને દરેક સિઝનમાં જોવા મળે છે. પરંતુ ગરમીની સીઝન માં સૌથી સારી ક્વોલિટી નાં પપૈયા મળે છે. આ ઉપરાંત ગરમીમાં પપૈયું ખાવાથી તમારા સ્વાસ્થ્યને પણ ઘણા લાભ થાય છે. જોકે આ લાભ તમને ત્યારે જ મળી શકે છે જ્યારે સારી ગુણવત્તાવાળું અને સારું પપૈયું ખરીદીને તમે ઘરે લાવો છો. ઘણીવાર લોકો દુકાનવાળા ની વાત માં આવીને અથવા તો બહારનાં રંગરૂપ જોઈને પપૈયું ખરીદી લે છે. પરંતુ જ્યારે તેને કાપવામાં આવે છે તો તે કાચું, ફિક્કું અને બેસ્વાદ નીકળે છે. એવામાં આજે અમે તમને એક સારું અને પરફેક્ટ પપૈયુ કઈ રીતે ખરીદવું તેના વિશે થોડીક ટીપ્સ જણાવવા જઈ રહ્યા છીએ.
પપૈયુ ખરીદતી વખતે આ વાતોનું રાખો ધ્યાન
- મોટે ભાગે લોકો પોપૈયુ ખરીદતી વખતે તેનો પીળો રંગ જોઈને ખરીદી લે છે. તેઓને લાગેછે કે, આ પપૈયુ પાકેલું છે. પરંતુ પપૈયા નાં રંગ ને બદલે તેની ધારને નોટીસ કરવી જોઈએ. જો પપૈયાની ઉપર બનેલી ધાર પીળા અથવા નારંગી રંગની હોયતો તે પાકેલું પપૈયુ ગણાય છે. જો પપૈયામાં થોડો પણ લીલો રંગ જોવા મળે તો તે હજી થોડું કાચું ગણાય છે.
- ઘણીવાર પપૈયું ખરીદીને ઘરે લાવવા પર તે અંદરથી સડેલું અને બેસ્વાદ નીકળે છે. એવામાં તમારે તેને થોડું દબાવીને ચેક કરવું જોઈએ. જો તે સરળતાથી દબાઈ જાયતો તેવું પપૈયુ ન ખરીદવું જોઈએ. એવું પપૈયુ અંદરથી ખરાબ હોઈ શકે છે. પપૈયુ દબાવા પર તે હાર્ડ હોયતો તેવું પપૈયું જ ખરીદવું જોઈએ.
- પપૈયામાં સફેદ રંગની ધાર જોવા મળે તો ભૂલથી પણ તે ખરીદવું ન જોઈએ. તે વધારે પાકેલા અને જૂના હોય છે. તેની અંદર ફંગસ લાગી ગયેલી હોય છે. સફેદ ધારવાળું પપૈયું અંદરથી કેટલીક જગ્યાએથી મીઠું અને અન્ય જગ્યાઓ પર ખરાબ હોઈ શકે છે. તેનાથી પણ મોટી વાત એ છે કે, તેમાં ફંગસ લાગેલી હોય છે તેને ખાવાથી તમારી સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર પડી શકે છે.
- પપૈયા ની સુગંધ તેના સારા-ખરાબ હોવાનો સંકેત આપે છે. જો પપૈયામાંથી ખૂબ જ તેજ સુગંધ આવી રહી હોય તો તે અંદરથી મીઠું અને પાકેલું હોય છે. માટે પપૈયુ ખરીદતી વખતે તેની સુગંધ પરથી ચેક કરવું જોઈએ.
- ઘણીવાર એવું પણ થાય છે કે, દુકાનદાર તમને પપૈયું કાપીને ખવડાવે છે. જે ખુબ જ મીઠું હોય છે. પરંતુ ઘરે જઈને જ્યારે તમે તે ખાવ છો તો તે સ્વાદમાં એકદમ બેસ્વાદ હોય છે. તેનું કારણ એ હોય છે કે, દુકાનદાર તમને પપૈયા નો સૌથી વધારે પાકેલો ભાગ જ કાપીને આપે છે. પપૈયા નો ખરાબ ભાગ કાપીને તમને આપતો નથી માટે પપૈયુ ખરીદતી વખતે ઉપર બતાવેલ ટીપ્સ ને ધ્યાનમાં રાખીને પપૈયાની ખરીદી કરવી.