પ્રદુષણ નાં કારણે વધી રહ્યું છે અસ્થમા નું જોખમ, જાણો તેનાં શરુઆત નાં લક્ષણો

પ્રદુષણ નાં કારણે વધી રહ્યું છે અસ્થમા નું  જોખમ, જાણો તેનાં શરુઆત નાં લક્ષણો

અસ્થમા એક એવી બીમારી છે જે કોઈપણ ઉંમર નાં લોકોને થઈ શકે છે. આ બીમારી આજકાલ ખૂબ જ તેજી થી વધી રહી છે. પ્રદૂષણ નાં કારણે અસ્થમા ની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. અસ્થમા નાં દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. અસ્થમા થી પીડિત લોકોને શ્વાસનળીમાં સોજો આવી જાય છે જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે આ લોકોને નિમોનીયા અને કોરોનાવાયરસ નું જોખમ પણ વધારે રહે છે. એવામાં અમે આજે આ તમને અસ્થમાનાં શરૂઆત નાં લક્ષણો વિશે જણાવવા જઈ રહ્યા છે. જેનો અનુભવ થતા તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

સતત ઉધરસ હોય તો

વધારે પડતા લોકોને શરદી માં કફ વાળી ઉધરસ આવે છે. પરંતુ આ અસ્થમાનો એક સંકેત પણ હોઇ શકે છે. એવામાં જો તમે દવા લઈ રહ્યા હોય અને તમારી ઉધરસમાં ફાયદો થતો ન હોય તો તુરંત તમારા ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. ડોક્ટર નાં મત મુજબ હસવાથી કે સુવા પછી તમને ઉધરસ વધારે વધી શકે છે. અને આ ઉધરસ તમારા ગળા માંથી નહીં પરંતુ છાતીથી આવે છે. જણાવી દઈએ કે, અસ્થમા વેરીઈટ અસ્થમા કહેવામાં આવે છે.

શ્વાસ ચડવો

જ્યારે લોકોને શ્વાસ ચડે છે અથવા તો ઊંડો શ્વાસ લે છે ત્યારે તેને થાક સમજીને નજરઅંદાજ કરી દેતા હોય છે. ડોક્ટર અનુસાર વારંવાર શ્વાસ ચડવાની અથવા ઊંડો શ્વાસ લેવાની તકલીફ થાક ના લીધે નથી હોતી ઘણીવાર તે અસ્થમા નું લક્ષણ પણ હોઈ શકે છે. કહેવામાં આવે છે કે, જ્યારે પણ તમે ઊંડો શ્વાસ લ્યો છો ત્યારે વધારે ઓક્સિજનની અંદર જાય છે તેમજ બીજી તરફ કાર્બન ડાયોક્સાઇડ પણ વધારે બહાર આવે છે. આવું શ્વાસ નળીમાં અસંતુલન હોવાને કારણે થાય છે.

હંમેશા થાક લાગવો

જો તમને ઉધરસ અને શ્વાસની ગભરાહટ ના કારણે ઉધ આવતી ન હોય તો તમારે  સાવધાન રહેવાની જરૂર છે. સારી રીતે ઊંઘ ન થવાને કારણે એનર્જીની કમી રહે છે. જેના કારણે તમને થાક મહેસૂસ થાય છે. એવામાં ડોક્ટરનો સંપર્ક અવશ્ય કરવો. ગભરાટને કારણે થાક મહેસૂસ કરવો અસ્થમા નાં શરૂઆતી લક્ષણો હોઈ શકે છે. જેના કારણે સમય રહેતા ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

૪૦ ની ઉંમર માં અસ્થમા નું જોખમ વધુ રહે છે

આમ તો અસ્થમા કોઈ પણ ઉંમરે થઇ શકે છે. પરંતુ  ૪૦ ની ઉંમર માં અસ્થમા થવાનું જોખમ વધારે રહે છે. આ જ કારણ છે કે ૪૦ ની ઉંમર નાં લોકોને ખૂબ જ સાવધાન રહેવાની જરૂર હોય છે. જો તમારી ઉંમર ૪૦ વર્ષની છે અને તમને લાંબો સમય સુધી શરદી કે ઉધરસ રહે છે. તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ આ પણ એક અસ્થમા નું લક્ષણ હોઈ શકે છે.

છાતીમાં દુખાવો થવો

હંમેશા લોકો છાતીમાં દુખાવો થાય તો તેને હૃદયની બીમારી સમજી લે છે. એટલું જ નહીં ક્યારેક તો લોકો તેને હાર્ટ એટેક પણ સમજી લે છે. ડોક્ટરો નાં મત મુજબ અસ્થમાને  કારણે પણ છાતીમાં દુખાવો થઇ શકે છે. ડોક્ટર ની સલાહ મુજબ જો તમને છાતીમાં દુખાવો થતો હોય, શ્વાસ લેવામાં તકલીફ હોય અને કફ હોય તો તરત જ તમારા ડૉક્ટરની સલાહ લેવી.

ઝડપથી શ્વાસ લેવો

કેટલાક લોકો ખૂબ જ ઝડપથી શ્વાસ લે છે. તે પણ અસ્થમા નું એક લક્ષણ ગણવામાં આવે છે. અમેરિકા ની ક્લીવલેડ કલીનીક અનુસાર પુખ્ત વય નાં લોકો માટે સામાન્ય શ્વાસ નાં દર પ્રતિમિનિટ ૧૨ થી ૨૦ શ્વાસ હોય છે પરંતુ જો તમે આના કરતાં વધારે શ્વાસ લેતા હોવ તો હાઈપરવેન્ટિલેશન પણ થઈ શકે છે. હાઈપરવેન્ટિલેશન અને અસ્થમા બંને અલગ-અલગ બીમારી છે. પરંતુ લોકો તેને એક માની લે છે, જો તમને પણ એવું મહેસુસ થતું હોય તો તમારા ડૉક્ટરનો સંપર્ક કરવો અને તમારી બીમારી વિશે જાણીને સારવાર શરૂ કરવી.

 

 

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *