પ્રેગ્નેન્સી દરમ્યાન મહિલાઓ ને સહન કરવી પડે છે આ સમસ્યાઓ, જાણો તેનાથી રાહત માટેનાં ઉપાયો

પ્રેગ્નેન્સી દરમ્યાન મહિલાઓ ને સહન કરવી પડે છે આ સમસ્યાઓ, જાણો તેનાથી રાહત માટેનાં ઉપાયો

પ્રેગનેન્સી માં દરેક મહિલાઓ એ પોતાનું ખાસ ધ્યાન રાખવાની જરૂર હોય છે. કારણ કે, આ સમય દરમિયાન મહિલાઓ નાં હોર્મોન્સમાં ખૂબ જ ઝડપથી પરિવર્તન થાય છે જેમ કે તેના કારણે મોર્નિંગ સિકનેસ, મુડ સ્વિગ, વાળ ઉતારવા જેવી અનેક સમસ્યાઓ થાય છે. એટલું જ નહીં આ સમય દરમિયાન જેસ્ટેશનલ ડાયાબિટીસ અને યુટીઆઈ જેવી સમસ્યાઓની સંભાવના પણ ખૂબ જ વધારે હોય છે. જોકે પ્રેગનેન્સીમાં મહિલાઓ ને બીમારીઓથી બચવા માટે નાં ઉપાયો નો ખ્યાલ હોવો જોઈએ. તો આજે તમને પ્રેગ્નેન્સી દરમિયાન આ કોમન પ્રોબ્લેમ અને તેનાં માટેના ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ડાયાબિટીસ

આમ તો ડાયાબિટીસ આજકાલ એક સામાન્ય બીમારી થઈ ચૂકી છે. પરંતુ પ્રેગનેટ મહિલાઓ ને જેસ્ટેશનલ ડાયાબિટીસ હોવાનું જોખમ રહે છે અને તે મા અને બાળક બન્ને માટે ખતરનાક સાબિત થઈ શકે છે. જણાવી દઈએ કે, તેનાથી બાળકને કેટલીક જન્મજાત બીમારી થઇ શકે છે.

ઉપાય

જો તમે પહેલેથી જ ડાયાબિટીસ નાં પેશન્ટ છો તો તમારે બટેટા ભાત જંક ફૂડ અને મીઠાઈઓ થી દૂર રહેવું જોઈએ. સાથે જ દર ૩ મહિનેઅ ઓરલ ગ્લુકોઝ ટોલરેંસ ટેસ્ટ કરાવવો જરૂરી છે. આ ઉપરાંત તમાર ડોક્ટર તમને દવાઓ કે ઇન્સ્યુલિન ઇંજેકશન લેવાનું પણ કહી શકે છે.

યુટીઆઈ

પ્રેગનેન્સી દરમિયાન મહિલાઓન નાં શરીરમાં પ્રોજેસ્ટ્રેરોન ની માત્રા ખૂબ જ વધી જાય છે જેના કારણે મહિલાઓને યુટીઆઈ ઇન્ફેક્શન નું જોખમ રહે છે. જણાવી દઈએ કે યુટીઆઈ કિડની ને ડેમેજ કરી શકે છે. એવામાં તમારે પ્રેગ્નેન્સી દરમિયાન વધારે પડતું વધારે પડતાં તૈલીય પદાર્થો નું સેવન કરવું જોઇએ નહીં હંમેશાં સંતુલિત અને પૌષ્ટિક આહારનું સેવન કરવું સાથે જંક ફૂડ, સ્ટ્રીટ ફૂડ અને ગંદા ટોયલેટ નો ઉપયોગ કરવાથી બચવું.

પ્રી-ઈક્લેમ્પીસીયા

પ્રેગનેન્સી માં શરૂઆત નાં ૨૦ અઠવાડિયા માં કેટલીક મહિલાઓ નું બીપી હાઈ રહેવા લાગે છે. જેનાં કારણે યુરિન દ્વારા બધું જ પ્રોટીન નીકળી જાય છે તેને પ્રીઈક્લેમ્પીસીયા કહેવામાં આવે છે. જે કોઈ મહિલાને માટે પ્રેગ્નેન્સી દરમિયાન ખુબજ ગંભીર સ્થિતિ હોય છે. પ્રીઈક્લેમ્પીસીયા નાં કારણે ચહેરો સોજી જવો, પગમાં દુખાવો બ્લડ સર્ક્યુલેશન ઓછું થવું અને બાળક નાં વિકાસમાં પણ અવરોધ આવી શકે છે. જો આ પ્રકારના કોઇપણ લક્ષણ શરીર માં દેખાય તો તુરંતજ ડોક્ટરનો સંપર્ક કરવો.

પગમાં અને કમરમાં દુખાવો

પ્રેગ્નેન્સી દરમ્યાન પગ અને કમરમાં દુખાવો થવો એ સામાન્ય વાત છે. પગ, કમર અને માંસપેશીઓમાં દુખાવા નાં કારણે ઘણીવાર ઊઠવા બેસવામાં ખુબજ તકલીફ થાય છે.  એવામાં પ્રેગ્નેન્સી દરમિયાન મહિલાઓ એ વધારે માં વધારે આરામ કરવો જોઈએ અને કોઈ હેવી વર્ક કરવાથી બચવું જોઈએ. વધારે હેવી સામાન ઉપાડવો અને સીડીઓ ચડવા – ઉતરવાનું ઇગ્નોર કરવું. આ ઉપરાંત સુવા ની પોઝીશન હંમેશા યોગ્ય રાખવી.

એનેમિયા

પ્રેગ્નેન્સી દરમિયાન ઘણી મહિલાઓને એનીમિયા ની સમસ્યા થઈ જાય છે. એટલે કે શરીરમાં લોહીની ઉણપ થઈ જાય છે તેના કારણે બાળક નાં વિકાસમાં અવરોધ આવે છે અને ઘણીવાર તો ગર્ભપાત નું કારણ પણ બની જાય છે તેથી તેના બચાવ માટે ડાયટમાં દાડમ, બીટ અને લીલા શાકભાજી ખાવા જોઈએ આ ઉપરાંત અંજીર, ખજૂર જેવી આયર્ન થી ભરપૂર વસ્તુઓ ખાવી જોઈએ તેનાં સેવનથી શરીરમાં લોહીની કમી રહેશે નહીં.

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *