પ્રેગનેન્સી માં ટામેટાં ખાવા થી થાય છે ઘણા ફાયદાઓ બાળક પણ તંદુરસ્ત રહે છે

પ્રેગનેન્સી એટલે કે ગર્ભાવસ્થા સમય દરમ્યાન સ્ત્રીઓ એ પોતાનાં સ્વાસ્થ્યને લઈને વધારે સાવચેત રહેવાની જરૂર હોય છે. કારણ કે, ગર્ભાવસ્થામાં બાળકનું પોષણ પણ માં પર જ નિર્ભર હોય છે. આ જ કારણે ગર્ભાવસ્થા નાં સમયગાળા દરમિયાન સ્ત્રીઓ ને સ્વાસ્થ્યવર્ધક ચીજોનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે.પ્રેગનેન્સી દરેક સ્ત્રીઓ નાં જીવનનો સૌથી અનમોલ સમય હોય છે. આ સમય દરમ્યાન ખાનપાનમાં ખૂબ જ ખ્યાલ રાખવો જોઈએ. જોકે પ્રેગનેટ સ્ત્રીઓ ને ફળ અને શાકભાજી ખાવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ તમારે એ જાણવું જરૂરી છે કે કયું ફળ અને શાકભાજી તમારી તંદુરસ્તી માટે ફાયદાકારક છે.
પ્રેગ્નન્સી દરમિયાન સ્ત્રીઓ એ એક વાતની જાણકારી જરૂરથી મેળવી. કે જે વસ્તુ તે પોતાના ભોજન માં લઈ રહ્યા છે તે તેમના અને બાળક નાં સ્વાસ્થ્ય માટે સુરક્ષિત છે કે નહીં. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે પ્રેગ્નન્સી દરમ્યાન સ્ત્રીઓએ ટામેટાં ખાવા જોઈએ કે નહી? ચાલો જાણીએ કે, પ્રેગ્નન્સી દરમ્યાન ટામેટાં નું સેવન સ્ત્રીઓ માટે કેટલુ સુરક્ષિત છે.
શું પ્રેગનેન્સીમાં ટામેટાં ખાઈ શકાય
ઘણા લોકો ને આ વાત બાબતે શંકા હોય છે કે, પ્રેગ્નન્સી સમયગાળા દરમિયાન ટામેટાં ખાવા જોઈએ કે નહીં. તમને જણાવી દઈએ કે, ટામેટાં ખાવા પ્રેગનેટ સ્ત્રીઓ માટે બિલકુલ સુરક્ષિત છે. તેનાથી કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. જોકે પ્રેગનેન્સી સમયગાળા દરમિયાન એક વાતનું વિશેષ ધ્યાન રાખો કે પ્રેગ્નન્સી સમયગાળા દરમિયાન કોઈપણ વસ્તુ નું વધારે માત્રામાં સેવન કરવું નહીં. જો તમે વધારે માત્રામાં ટામેટાં નું સેવન કરો છો તો તે તમારા અને બાળક નાં સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.ટામેટાં માં ભરપૂર માત્રામાં વિટામિન સી અને વિટામિન ઈ હોય છે. વિટામીન સી આયર્ન નાં અવશોણને વધારે છે.તેમજ વિટામિન ઈ થી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે. અને સંક્રમણથી રક્ષણ થાય છે. આ ઉપરાંત પણ ટામેટાં ખાવાથી ધણા ફાયદા થાય છે.તડકામાં સુકાઈ ગયેલા ટામેટાં માં વધારે માત્રામાં વિટામિન હોય છે. જેનાથી લોહીનીઉણપ દૂર થાય છે. તેમાં ફાઇબર ખૂબ જ હોય છે જેથી પાચનતંત્ર મજબૂત બને છે.
ટામેટાં માં લાઈકોપિન નામનું એક એન્ટિઓક્સિડન્ટ હોય છે. જેનાં લીધે કોશિકાઓ ને નુકશાન થવાથી રક્ષણ મળે છે.તેનાથી માં ને ફ્રિકલેપસયા અને બાળકોને જન્મજાત વિકારથી સુરક્ષા મળે છે. ટામેટાં ખાવાથી બેડ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. કારણ કે, તેમાં નિકોટિનિક એસિડ હોય છે. પ્રેગ્નેન્સી દરમિયાન ટામેટાં નું સેવન હૃદયને મજબૂત રાખવામાં મદદ કરે છે. ટામેટાં લોહીનું શુદ્ધિકરણ કરે છે અને લોહીનું પરિભ્રમણ સારી રીતે કરે છે.ટામેટાં માં રહેલ લાઈકોપિન કેન્સર ના રેડિકલ્સ થી શરીર ને બચાવે છે. તે ગર્ભવતી સ્ત્રી ઓ ને ગર્ભાશય નાં કેન્સર અને રેકટલ કેન્સરથી સુરક્ષા મળે છે.પ્રેગનેન્ટ સ્ત્રીઓ એ રોજ ટમેટાં નું સેવન કરવું જોઈએ છે. તેનાથી ઓકસીડેટીવ સ્ટ્રેસ ઓછું થાય છે. ટામેટામાં વિટામિન સી ની માત્રા વધારે હોય છે. જેનાથી બાળક નાં હાડકા અને દાંત મજબૂત બને છે.
જાણો વધારે પ્રમાણમાં ટામેટાં નું સેવન કરવાથી થતા નુકસાન
પ્રેગનેન્સી સમય દરમ્યાન ફક્ત ટામેટાં નહીં પરંતુ કોઈપણ વસ્તુનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી નુકસાન થઈ શકે છે. તમને જણાવી દઈએ કે ટામેટાંનું વધારે પડતું સેવન કરવાથી છાતી માં બળતરા, ગેસ અને પેટમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે.
ટામેટાં માં રહેલા પોષક તત્વો
લાલ ટામેટાં દેખાવમાં જેટલા આકર્ષક હોય છે. તેટલા જ સ્વાસ્થ્યવર્ધક પણ છે. તેમાં ઘણા પ્રકાર નાં પોષક તત્વો હોય છે. જેમાં વિટામીન સી, વિટામીન કે, ફોલેટ અને પોટેશિયમ ની માત્રા વધારે હોય છે. ૧૦૦ ગ્રામ ટામેટાં માં ૦.૭૬ ગ્રામ પ્રોટીન ૧.૫૮ ગ્રામ ફાઈબર ૩.૨ ગ્રામ કાર્બોહાઈડ્રેટ ૨૫ મિલિગ્રામ વિટામીન-સી ૮.૯ મિલિગ્રામ કેલ્શિયમ ૧૬૮ મિલીગ્રામ પોટેશિયમ ૧૫.૪ મીલિગ્રામ ફોસ્ફરસ અને ૨૫૨ મિલીગ્રામ વિટામીન ઈ હોય છે. ટામેટામાં લાઇકોપીન, બીટા-કૈરોટીન અને પણ નેનિગજેનિન હોય છે.જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી હોય છે.