પ્રેમ સંબંધ વિશે શું વિચારે છે આચાર્ય ચાણક્ય, જાણો કેવા લોકોથી રહેવું જોઈએ દુર

આચાર્ય ચાણક્ય ની ગણતરી ઇતિહાસ નાં સૌથી સમજદાર લોકો માં થાય છે. કહેવામાં આવે છે કે, આચાર્ય ચાણક્યની સમજદારી નાં કારણે જ ભારતમાં ચક્રવર્તી અશોક સમ્રાટ જેવા રાજા થયા.આચાર્ય ચાણક્ય રાજનૈતિક, આર્થિક અને સામાજિક મુદ્દાઓ વિશે જ્ઞાન ધરાવતા હતા તે દરેક પક્ષોને ધ્યાનમાં રાખીને કોઈ પણ નિર્ણય કરતા હતા. તેથી આજે પણ આચાર્ય ચાણક્ય નાં વિચારો ને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. દરેક વિષયોની જેમ જ આચાર્ય ચાણકયે પ્રેમ સંબંધો પર પણ પોતાનાં વિચાર ચાણક્ય નીતિમાં જણાવ્યા છે. આચાર્ય ચાણક્ય નું કહેવાનું છે કે, પ્રેમ સંબંધોમાં વિશ્વાસ નું ખૂબ જ મહત્વ હોય છે.
જ્યારે કોઈ વ્યક્તિ નાં સંબંધમાં વિશ્વાસ હોય છે ત્યારે તે સંબંધ દરેક મુશ્કેલીઓમાંથી પસાર થઈ શકે છે. કહેવામાં આવે છે કે. વિશ્વાસ નાં આધારે પ્રેમીઓ દરેક પરિસ્થિતિનો સામનો કરી શકે છે. કારણકે મોટાભાગે એવું થાય છે કે, પ્રેમીઓ નાં વિશ્વાસ ભરેલા સંબંધ ને જોઈને લોકો તેમનો સંબંધ તોડવાનો પ્રયાસ કરે છે. આ સમયગાળા દરમિયાન જો પ્રેમીઓ વચ્ચે વિશ્વાસ હશે તો તે આ પરિસ્થિતિ માંથી ખૂબ આસાનીથી પસાર થઈ શકશે. જ્યારે બીજી તરફ જે પ્રેમીઓવચ્ચે વિશ્વાસ નહીં હોય તેનો સંબંધ આ સમય દરમિયાન આ મોડ પર તૂટી જશે. સાથે જ કહેવામાં આવે છે કે, સંબંધમાં આઝાદી પણ હોવી જરૂરી છે.
જે સંબંધમાં આઝાદી નથી ત્યાં એક બીજા સાથે જોડાયેલાં હોવા છતાં એકબીજાથી દૂર એકબીજાથી દૂર રહેવાની ઈચ્છા થાય છે. માનવામાં આવે છે કે, જે સંબંધોમાં આઝાદી હોય છે તે સંબંધો બંધનવાળા સંબંધો કરતાં વધારે ચાલે છે તેથી જાણકારોનું કહેવું છે કે, આચાર્ય ચાણક્ય કહે છે કે, જો કોઈ ઈચ્છે છે કે તેનો સંબંધ કોઈ વ્યક્તિ સાથે મજબૂત થાય તો તેને આઝાદી દેવાનું શરૂ કરવું આઝાદી દઈ દીધા પછી વ્યક્તિ સ્વયં જ તમારી તરફ આકર્ષિત થશે.આ ઉપરાંત આચાર્ય ચાણક્ય કહે છે કે, પ્રેમ સંબંધોમાં ઘણીવાર લોકો ખોટા વ્યક્તિને પ્રેમ કરી બેસે છે એવામાં ધ્યાન રાખવું કે, તમે સ્વાર્થી લોકો સાથે પ્રેમ ના કરો કારણ કે, સ્વાર્થી હંમેશા પોતાના વિશે જ વિચારે છે અને કોઈ સંબંધ ત્યાં સુધી જ ચાલે છે જ્યાં સુધી બંને એકબીજા માટે વિચારે છે.