પ્રેમ ટેસ્ટ કરવા માટે યુવતીએ બોયફ્રેન્ડ ને એક વર્ષ રાખ્યો પ્રોબેશન પિરિયડ પર, જાણો આગળની ઘટના

પ્રોબેશન પિરિયડ એટલે કે, પરિવીક્ષા નો સમય ગાળો નાં વિશે તમે સાંભળ્યું હશે જોકે મોટી મોટી કંપનીઓ પોતાના નવા નવા કર્મચારીને પ્રોબેશન પિરિયડ પર રાખે છે. આ એક તરફથી કાચી નોકરી કહેવામાં આવે છે. જે પ્રોબેશન પિરીયડ બાદ પરફોર્મન્સ નાં આધારે પાકી થઈ જાય છે. આજે અમે તમને એક એવી યુવતી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેણે પોતાના બોયફ્રેન્ડ નાં પ્રેમ ને ચકાસવા માટે તેને પ્રોબેસશન પિરિયડ પર રાખ્યો આશ્ચર્યજનક વાત તો એ છે કે આ વાતની જાણકારી ખુદ તેના બોયફ્રેન્ડને પણ ન હતી. ચાલો જાણીએ, આ અનોખી પ્રેમ કહાની વિસ્તારમાં બાબત બ્રિટનની છે ત્યાં રહેનાર એક મહિલાએ પ્રેમીને એક દિવસ અચાનક ચોંકાવનારો ખુલાસો કર્યો મહિલાએ જણાવ્યું કે, તેણે પોતાના બોયફ્રેન્ડ જોજ નાં પ્રેમ ની ચકાસણી કરવા માટે એક વર્ષ સુધી તેને પ્રોફેશનલ પિરીયડ પર રાખ્યો હતો.
૨૨ વર્ષીય મહિલા અને તેનાં બોયફ્રેન્ડની મુલાકાત ટીડર એપ થઈ હતી ત્યારે યુવતી ફક્ત ૧૬ વર્ષની હતી. ત્યારે જોજ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માટે સ્ટેફોર્ડશાયર ચાલ્યો ગયો હતો ત્યારબાદ બે વર્ષ બાદ મહિલા પણ ભૂગોળ ની સ્ટડી કરવા મેનચેસ્ટર ચાલી ગઈ હતી. ત્યાર બાદ મુશ્કેલી થી વીકેન્ડમાં બન્નેની મુલાકાત થતી હતી.
વર્ષ ૨૦૧૯ માં જ્યોર્જ બીજી સીટી માં જોબ કરવા લાગ્યો જ્યારે યુવતી અભ્યાસની સાથે એક પાર્ટ ટાઈમ જોબ કરવા લાગી. પરંતુ ત્યારબાદ માર્ચ ૨૦૨૦ માં કોરોનાવાયરસ નાં લોક ડાઉન નાં ચાલતા યુવતી ઓનલાઈન ક્લાસ કરવા લાગી. એવામાં તે જોજ ને મળવા ગઈ તે સમય દરમ્યાન યુવતીને કોલ આવ્યો કે, તેને પાર્ટ ટાઈમ જોબ માંથી નીકાળી દેવામાં આવે છે. જોબ ગયા બાદ યુવતી પોતાના ખર્ચા ને લઈને ટેન્શનમાં આવી.
એવામાં જોજે તેને પોતાની સાથે રહેવાની ઓફર કરી કંઈક વિચાર્યા બાદ યુવતી તેની સાથે રહેવા લાગી. જોજ નો હેલ્પીંગ નેચર જોઈને તે ઈમ્પ્રેસ્સ થઈ ગઈ. જોજ તેને પૈસા ની હેલ્પ પણ કરવા ઈચ્છતો હતો પરંતુ તે તેના ઉપર બોજ બનવા ઇચ્છતી ન હતી. એવામાં યુવતીએ નિર્ણય કર્યો કે, તે પોતાની ફાઇનલ એક્ઝામ સુધી ત્યાં રહેશે આ દિવસો દરમ્યાન તેણે બોયફ્રેન્ડ પ્રોબેશન પીરીયડ ની જેમ જોયો. તેણે વિચાર્યું કે, એક વર્ષ નાં પ્રોબેશન પિરિયડ માં જોજ સાથે કોઈ સમસ્યા નહીં આવે તો તેની સાથે જિંદગીભર રહેશે.
યુવતીએ બોયફ્રેન્ડની સાથે કામ પણ વહેંચી દીધું હતું. બંને સાથે મળીને ક્વોલિટી ટાઇમ પસાર કરતા હતા. ત્યાર બાદ યુવતી નો અભ્યાસ પૂરો થઈ ગયો અને તેને એક પાર્ટ ટાઈમ જોબ મળી ગઈ. તે સમય દરમિયાન જોડતો જોજ નો પ્રોબેશન પીરીયડ પણ પૂરો થઈ ગયો. અને યુવતીએ તેને પાસ કરી દીધો અને જિંદગીભર તેની સાથે રહેવાનો નિર્ણય લીધો.