પ્રિમેચ્યોર બાળકનું આ રીતે ધ્યાન રાખવું જોઈએ, અન્યથા થઈ શકે છે પરેશાની

પ્રેગનેન્સી સમય દરમ્યાન સ્ત્રીઓએ પોતાનાં સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ છે. જેનાં કારણે બાળકનો સારી રીતે વિકાસ થઈ શકે અને ડિલિવરી સમય દરમિયાન કોઈપણ પરેશાની થાય નહી. ગર્ભાવસ્થા નો સમય ૩૬ થી ૩૭ અઠવાડિયાં નો હોય છે. એટલે કે કુલ નવ મહિનાનો સમય ગાળો હોય છે.નવ મહિના પછી જો ડીલેવરી થાય અને બાળકનો જન્મ થાય તો બાળક એકદમ તંદુરસ્ત આવે છે. પરંતુ કોઈ કારણ થી બાળક સમય પહેલા પણ આવી શકે છે. તેને પ્રિમેચ્યોર બેબી કહેવામાં આવે છે. પ્રિમેચ્યોર બર્થ ને કારણે સ્વાસ્થ્ય ને લગતી ઘણી પરેશાનીઓ આવી શકે છે. તો ચાલો જાણીએ તેવા બાળકની-સંભાળ કઈ રીતે રાખવી જોઈએ અને સાથે જ પ્રિમેચ્યોર બર્થ થવા પાછળ નાં કારણો વિશે
આમ તો પ્રિમેચ્યોર બર્થ થવાનું કોઈ ખાસ કારણ હોતું નથી. પરંતુ માતાનાં સ્વાસ્થ્ય ની અસર બાળક પર અવશ્ય પડે છે. જો પ્રેગ્નન્સી દરમિયાન માતા પોતાના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખતી નથી તો તેની બાળક નાં સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે.માનવામાં આવે છે કે, જે માતા કમજોર હોય તેમને પ્રીમૅચ્યોર ડિલિવરી થવાની છે સંભાવના વધુ રહે છે. સંપૂર્ણ વિકાસ થયા વગર જે બાળક નો જન્મ થાય છે તે બાળકોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો યોગ્ય દેખરેખ રાખવામાં ન આવે તો જીવનું પણ જોખમ થઈ શકે.
સંક્રમણથી બચવું
સંક્રમણ થી બચાવા માટે બાળક ની આસપાસ સ્વચ્છતા રાખવી જોઈએ. બાળકને વારંવાર સ્પર્શ ના કરવો જોઈએ અને બહારથી આવેલ કોઈ વ્યક્તિને બાળક નાં રૂમમાં જવા ના દેવા અને તેને સ્પર્શ કરવા દેવો નહીં. આ ઉપરાંત કોઈ બીમાર વ્યક્તિના સંપર્કમાં બાળક આવે નહી તેનું ધ્યાન રાખવું. કારણ કે તેનાથી તેને સંક્રમણ થઈ શકે છે.
માતાનું દૂધ
નવજાત શિશુ માટે દૂધ સંપૂર્ણ આહાર હોય છે. પરંતુ પ્રીમૅચ્યોર બાળક માટે તેનું મહત્વ વધારે હોય છે. કારણ કે, માં નાં દૂધમાંથી બાળકને દરેક જરૂરી તત્વો ખૂબ જ સરળતાથી મળી જાય છે.
ધુમ્રપાન વાળી જગ્યાએ લઈને જવું નહીં
પ્રીમૅચ્યોર બાળકો નું વધારે ધ્યાન રાખવું પડે છે. પ્રીમૅચ્યોર બાળકને વધારે બહાર નાં લઈ જવું. અને એવા વ્યક્તિ નાં સંપર્ક થી પણ બચાવું કે જે ધુમ્રપાન કરતુ હોય તેનાથી બાળક ને શ્વાસ ને લગતી બીમારી થઈ શકે છે.શિશુ મૃત્યુ સીન્ડોમ એક ખૂબ જ જોખમી સ્થિતિ છે. જેમાં બાળક નું મૃત્યુ પણ થઈ શકે છે. તેના ઘણા કારણો હોઈ શકે છે. એવામાં બાળકને ખૂબ જ સંભાળ રાખવી જોઈએ.
તેલ મસાજ કરવું
સમય પહેલા જન્મેલા બાળક નાં હાડકાં અને માંસપેશીઓનો સારી રીતે વિકાસ થઇ શકયો ન હોય એવામાં દરરોજ નવજાત બાળકનું તેલ થી મસાજ જરૂરથી કરવું તેનાથી તેના સ્કિનમાં ભીનાશ રહે છે.
ડાયપર ની જગ્યાએ નેપી નો ઉપયોગ કરવો
પ્રીમૅચ્યોર બાળક ની સ્કીન ખૂબજ સોફ્ટ હોય છે. ડાયપર ને બદલે નેપી નો ઉપયોગ કરવો જોઈએ. વધારે કલાક સુધી ડાયપર પહેરવાથી રેસીશ થઈ શકે છે. તેથી કોટન ની નેપી નો ઉપયોગ કરવો. સાથેજ તેને ચેક કરતું રેહવું. અને ભીની થઈ ગઈ હોય તો તરત જ બદલી નાખવી.
પૂરતી ઊંઘ
બાળક ચોવીસ કલાકમાંથી ૧૫ ઉંધ કરે તે ખૂબ જ જરૂરી છે. તેનાથી બાળકનો સારો વિકા સ થાય છે સાથેજ બીમારીઓથી પણ બચાવ થાય છે. બાળકની ઉંધ નો ખાસ ખ્યાલ રાખવો. અને તેનાં રૂમમાં વધારે અવાજ પણ કરવો.
બાળકને વધારે સમય ગોદ માં જ રાખવું.
પ્રીમૅચ્યોર બાળકનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેના માટે વધારેમાં વધારે સમય તેને ગોદ માંજ રાખવું. જેનાથી તેનો ઠંડીથી બચાવ થાય છે અને માં નાં પ્રેમ નો પણ અનુભવ થાય છે.