પ્રેરક કથા : જીવનમાં સુખ – શાંતિ મેળવવા માટે બીજાની ખામીઓ પર નહીં સારી વાતો પર ધ્યાન આપો

પ્રેરક કથા : જીવનમાં સુખ – શાંતિ મેળવવા માટે બીજાની ખામીઓ પર નહીં સારી વાતો પર ધ્યાન આપો

પ્રાચીન કથા અનુસાર એક વ્યક્તિ હંમેશા લોકોનાં વિશે ખરાબ વિચારતો હતો તેને પોતાના પાડોશીઓ બિલકુલ પસંદ ન હતા. તેથી તે દરેકની સામે તેની બુરાઈ કરતો હતો. મનમાં તે લોકો પ્રત્યે એટલી નફરત હતી કે તેનાં કારણે તે હમેશા અશાંત રહેતો હતો. એક દિવસ વ્યક્તિ મંદિરમાં ગયો અને ભગવાનને ફરિયાદ કરી કે, વ્યક્તિએ ભગવાન ને કહ્યું કે, મારા જીવનમાં સુખ અને સુવિધાઓ શા માટે લખી નથી. મારા પાડોશી હંમેશા ખુશ રહે છે ને મારું મન હંમેશા શાંત રહે છે. મારી સાથે તમે આવું શા માટે કર્યું. આ સાંભળ્યા બાદ ભગવાન તે વ્યક્તિ સામે પ્રગટ થયા અને ભગવાને વ્યક્તિને પુછ્યું કે, તું શું ઈચ્છે છે. ત્યારે વ્યક્તિ કહ્યું કે, મારું ભાગ્ય મારા પાડોશી જેવું કેમ નથી લખ્યું. તેની પાસે જે છે તે બધું મારી પાસે કેમ નથી.

 

આ વાત સાંભળ્યા બાદ ભગવાને બે થેલા તેમની સામે પ્રગટ કર્યા. એક થેલામાં પાડોશી ની બુરાઈ હતી અને બીજા થેલામાં પાડોશી ની ભલાઈ હતી. ભગવાને વ્યક્તિને કહ્યું કે, તું એક થેલી તારા ગળામાં અને બીજી તારી પીઠ પર લઈ લે. આ બંને થેલીમાંથી તું કોઈપણ એક થેલી ખોલીને જોઈ શકે છે. એવું કરવાથી તારા જીવનમાં શાંતિ આવશે. વ્યક્તિએ બન્ને થેલી ઉપાડી અને વિચાર્યું કે, કઈ થેલીને ગળામાં અને કઈ પીઠ  પર રાખું. વ્યક્તિ એ ખૂબ જ વિચાર કર્યા બાદ નક્કી કર્યું કે, પાડોશી ની બુરાઈ વાળી થેલી ગળામાં અને જ્યારે ભલાઈ વાળી થેલી પીઠ પર રાખવી. થેલી લગાવ્યા બાદ વ્યક્તિ પોતાના ઘર તરફ ચાલ્યો અને રોજ પડોશીઓની બુરાઈ વાળી થેલી ખોલીને જોતો અને પોતાના પાડોશી ની જે બુરાઈ ખબર પડતી તે જઇને ગામનાં લોકોને જણાવતો.

એવું ઘણા દિવસો સુધી ચાલ્યુ. પરંતુ તેનાથી તેનું મન વધારે અશાંત થવા લાગ્યું. તે ફરી મંદિરમાં ગયો અને ભગવાન સામે હાથ જોડીને કહ્યું કે, થેલી લગાવવાથી મારા જીવનની કોઇ પરેશાની દૂર થઈ નથી. મારું મન પહેલાં કરતાં પણ વધારે અશાંત રહે છે. તમે મારી સાથે આવું શા માટે કરો છો ભગવાન તેની સામે પ્રગટ થયા અને કહ્યું કે, જ્યારે તું પહેલી વાર મંદિરમાં આવ્યો હતો ત્યારે તે કહ્યું હતું કે તારું મન અશાંત રહે છે તારા મનની અશાંતિ નું કારણ તું પોતે જ છો. તું દરેક વખતે પડોશીઓની બુરાઈ જુવે છે. અને ભલાઈ જોતો જ નથી. મેં તને બે થેલી આપી હતી. જેમાં એક થેલીમાં ભલાઈ હતી પરંતુ તે થેલી ગળા પર રાખવાને બદલે પીઠ પર રાખી. અને હંમેશા તારા પાડોશી ની બુરાઈ જ જોઈ પાડોશી ની બુરાઈ જોઈને તારી અશાંતિ વધવા લાગી. પરંતુ તેમછતાં તે પાડોશી ની બુરાઈ જોવાનું બંધ ન કર્યું અને તેની ભલાઈ વાળો થે લો ખોલ્યો જ નહીં, બીજા ની બુરાઈ નાં કારણે તમારું મન અશાંત રહે છે.

જો તમે જીવનમાં પ્રગતિ અને શાંતિ ઈચ્છતા હોવ તો હંમેશા બીજાની બુરાઈ નહિ પરંતુ તેની ભલાઈ પર ધ્યાન દેવું જોઈએ. કારણ કે જે લોકો ભલાઈ પર ધ્યાન દે છે તેઓ હંમેશા ખુશ રહે છે. સુખ અને શાંતિ માટે બીજાની ભૂલ નહીં પરંતુ ભલાઈ જોવાનું શરૂ કરી દો. વ્યક્તિને ભગવાનની વાત સમજાઈ અને તેણે પોતાની ભૂલ સ્વીકારી.આ કથામાંથી શીખ મળે છે કે, જીવનમાં સફળતા અને સુખ મેળવવા માટે બીજાની ભલાઈ પર ધ્યાન દેવું જોઈએ.

 

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *