પ્રેરક પ્રસંગ : માત્ર પ્રવચન સાંભળવાથી જ પરિવર્તન આવી શકતું નથી, તેનું પાલન કરવું પણ જરૂરી છે

ગૌતમ બુદ્ધની સાથે ઘણી કથાઓ જોડાયેલી છે. કહેવામાં આવે છે ગૌતમ બુદ્ધ હંમેશા લોકોને ઉપદેશ કરતા હતા અને જીવન જીવવા માટેનો સાચો માર્ગ બતાવતા હતા. ગૌતમ બુદ્ધ જ્યાં પણ જતા હતા ત્યાં લોકો ને ત્રણ ચાર દિવસ સુધી ઉપદેશ આપતા હતા. એક કથા અનુસાર ગૌતમ બુદ્ધ એક દિવસ પોતાના શિષ્યો સાથે એક ગામમાં ગયા. તે ગામડામાં ગૌતમ બુદ્ધ થોડા દિવસો સુધી રોકાયા અને દરરોજ સાંજે પોતાના શિષ્યોને ઉપદેશ આપતા હતા જ્યારે ગામ નાં લોકોને આ વાત ની ખબર પડી ત્યારે તેઓ પણ ગૌતમ બુદ્ધ દ્વારા આપવામાં આવતા ઉપદેશને સાંભળવા માટે ત્યાં ગયા.એક વ્યક્તિ રોજ ગૌતમ બુદ્ધ નાં ઉપદેશો સાંભળવા આવતો હતો. એક દિવસ ગૌતમ બુદ્ધ નાં ઉપદેશો પૂરા થયા બાદ વ્યક્તિએ ગૌતમ બુદ્ધને કહ્યું કે, તમે દરરોજ અમને સારા ઉપદેશ આપો છો અને હું દરરોજ તમારા ઉપદેશ સાંભળવા માટે આવું છું પરંતુ તમારા ઉપદેશોની અસર મારા પર થતી નથી તમારા ઉદ્દેશ સાંભળ્યા બાદ પણ હું સારો વ્યક્તિ બની શક્યો નહીં.
આ વાત સાંભળી ને ગૌતમ બુદ્ધ હસવા લાગ્યા અને તેમણે વ્યક્તિને પુછ્યું કે, તમારું નામ શું છે. વ્યક્તિએ પોતાનું નામ ગૌતમ બુદ્ધ ને જણાવ્યું. ત્યારબાદ ગૌતમ બુદ્ધે તેને પૂછ્યું કે તમે આ ગામનાં જ રહેવાસી છો. વ્યક્તિએ કહ્યું નહીં હું બીજા ગામ થી આવું છું. ગૌતમ બુદ્ધે એક વધારે સવાલ કરતાં પૂછ્યું તમે તમારા ગામ પાછા કઈ રીતે જાવ છો. વ્યક્તિએ ગૌતમ બુદ્ધ ને જણાવ્યું કે હું ચાલીને જ મારા ગામ જાઉ છું
ગૌતમ બુદ્ધ એ ફરી સવાલ પૂછ્યો કે, તમારા ગામ થી અહીંયા આવતા કેટલો સમય લાગે છે. વ્યક્તિ કહ્યું મને ખૂબ જ સમય લાગે છે પરંતુ દુઃખની વાત તો એ છે કે, આ ઉપદેશો સાંભળ્યા બાદ પણ હું સારો વ્યક્તિ બની શક્યો નહિ. વ્યક્તિની પૂરી વાત સાંભળ્યા બાદ ગૌતમ બુદ્ધ કહયું કે તું રોજ મારા ઉપદેશો ને સાંભળવા માટે આવે છે શું તમે અહીં બેઠા-બેઠા જ તમારા ગામ પહોંચી શકો છે ? વ્યક્તિએ હસતા હસતા જવાબ આપ્યો કે, એ કઈ રીતે સંભવ છે ચાલ્યા વગર હું મારા ગામ સુધી કઈ રીતે પહોંચી શકું.
ત્યારે ગૌતમ બુદ્ધ એ વ્યક્તિને સમજાવતા કહ્યું જે રીતે તમે ચાલીને ગામ પાછા જઈ શકો છો. એ જ રીતે મારા પ્રવચન સાંભળ્યા બાદ જો તેનું પાલન કરવામાં નહીં આવે તો સારા વ્યક્તિ બની શકાતું નથી. ફક્ત પ્રવચન સાંભળવાથી જ કોઈ વ્યક્તિ સારો બની શકતો નથી. પ્રવચન સાંભળ્યાનું ફળ ત્યારે જ મળે છે જ્યારે તમે તેને તમારા જીવનમાં ઉતારો ગૌતમ બુદ્ધની આ વાત સાંભળીને વ્યક્તિ ને સમજાઈ ગયું કે, પ્રવચન સાંભળવાથી જ નાહુ પરંતુ તેનું પાલન કરવાથી જ તે સારો વ્યક્તિ બની શકે છે. માત્ર પ્રવચન સાંભળવાથી જ કોઈનાં માં પરિવર્તન આવતું નથી.