પ્રેરક કથા : જે લોકો બીજાની મદદ કરે છે, તેનાં પર ભગવાન ની કૃપા સદાય બની રહે છે

એક ખેડૂત ખૂબ જ ગરીબ હતો તે અન્ય લોકોના ખેતરમાં કામ કરી અને પૈસા કમાતો હતો તે પોતાની ગરીબી નાં કારણે ખૂબ દુઃખી હતો તે એક દિવસ ખેડૂત નાં ગામમાં એક સંત આવ્યા અને સંત ગામ નાં લોકોને પ્રવચન આપતા હતા. તેમનું પ્રવચન ગામનાં લોકોને ખૂબ જ પસંદ આવતું હતું ખેડૂત ને પણ આ સંત વિશે ખબર પડી. ખેડુતે વિચાર્યુ કે હું સંત પાસે મારી ગરીબીની સમસ્યા લઈને જાવ સંત પાસે આ સમસ્યાનું કોઈ નિવારણ તો જરૂર હશે. પછી આગલા દિવસે ખેડૂત સંત નું પ્રવચન સાંભળવા માટે પહોંચ્યો પ્રવચન પૂર્ણ થયા બાદ ખેડૂતોએ સંત પાસે જઈને કહ્યું કે ‘હું ખૂબ જ ગરીબ છું’ મારી પાસે પૈસા નથી અને હું ગરીબીથી પરેશાન છુ. મારા પર કૃપા કરીને મારી આ સમસ્યાનું નિવારણ કરો.
ખેડૂત ની પૂરી વાત સાંભળીને સંતે કહ્યું કે હું ભગવાનને તમારી ગરીબીનું કારણ પૂછીશ તમે જવાબ લેવા માટે કાલે આવજો. આગલા દિવસે ખેડૂત સંત પાસે ગયો સંતે ખેડૂતને કહ્યું કે ભગવાને જણાવ્યું છે કે, તમારા ભાગ્યમાં ફક્ત પાંચ બોરી અનાજ જ છે તેથી ભગવાન તમને થોડું થોડું અનાજ આપી રહ્યા છે જેથી જીવનભર તમને અનાજ મળી રહે સંતની વાત સાંભળીને ખેડૂત પોતાના ઘરે પાછો ચાલ્યો ગયો ઘરે જઈને સંત ની કહેલી વાત પર ખેડૂતે ખૂબ જ વિચાર કર્યો આગલા દિવસે સંતને મળવા પહોંચ્યા મળીને ખેડૂતે કહ્યું કે, તમે ભગવાનને કહો કે મારા ભાગ્ય નું બધું જ અનાજ મને એકી સાથે આપી દે એક દિવસ તો હું ભરપેટ ભોજન કરી લઉ. સંતે ખેડૂત ને કહ્યું કે હું ભગવાનને જરૂર તમારી ઈચ્છા જણાવીશ.
આગલા દિવસે ખેડૂત ઘરની બહાર આવ્યો ત્યારે જોયું તો ૫ બોરી અનાજ પડ્યું હતું ખેડૂત જોઈને ખુશ થઈ ગયો તેને પાંચેય બોરી ઉઠાવી અને ભરપેટ ભોજન કર્યું ભોજન કર્યા બાદ ખેડુતે વિચાર્યુ કે આ વધેલું અનાજ હું ગરીબ લોકોમાં વહેંચી દઉ એવું કરવાથી મારી સાથે બીજા લોકોનું પણ પેટ ભરાઈ જશે. ખેડૂતે ગામનાં ગરીબ લોકોને અનાજ વ્હેચ્યું એવું કરવાથી ગામનાં ગરીબ લોકોને એક દિવસ ભરપેટ ભોજન મળ્યું. આગલા દિવસે ખેડુતે વિચાર્યુ કે ફરીથી તેને મહેનત કરવી પડશે ત્યારે જ ભોજન મળશે પરંતુ જ્યારે ખેડૂત ઘરની બહાર ગયો ત્યારે તેણે જોયું કે ઘરની બહાર ફરીથી ૫ બોરી અનાજ હતું ખેડૂત એ પહેલા ભોજન કર્યું અને ફરીથી બીજા લોકોને બચેલ ભોજન કરાવ્યું.
ઘણા દિવસો સુધી આમ જ ચાલતું રહ્યું ખેડુતે વિચાર્યુ કે સંત ની પાસે જઈને આનું કારણ પુછુ તેણે સંત પાસે જઈને પૂછ્યું કે મારી ભાગ્યમાં તો પાંચ બોરી જ અનાજ હતું પરંતુ મને ઘણા દિવસોથી પ બોરી અનાજ મળી રહ્યું છે એવું કેમ થઈ રહ્યું છે. સંતે હસીને પૂછ્યું કે બધું જ અનાજ તમે એકલા ખાઈ જાઓ છો. ત્યારે ખેડૂતે કહ્યું નહીં વધેલું અનાજ હું ગરીબ લોકોમાં વહેંચી દઉં છું જેથી તેનું પેટ ભરાઈ આ વાત સાંભળીને સંતે કહ્યું કે, તમારું દિલ ખૂબ જ સાફ છે અને તમે તમારા વિશે જ નહિ પરંતુ બીજા લોકો વિશે પણ વિચાર્યું ભગવાનને તમારી આ ભાવના ખૂબ જ પસંદ આવી જેના કારણે તમને ભગવાન રોજ પાંચ બોરી અનાજ આપે છે.
તમારા કામથી ભગવાન ખૂબ જ પ્રસન્ન થયા છે માટે અન્ય જરૂરિયાતમંદ લોકોનાં ભાગ્ય નું અનાજ પણ ભગવાન તમને જ આપે છે. જેથી તેનું પણ પેટ ભરાઈ. સંતની વાત ખેડૂતને સમજાઈ ગઈ અને તેણે અન્ય લોકોને ભોજન આપવાની પ્રથા ચાલુ રાખી. આમ કથામાંથી એ સાર મળે છે કે, જે લોકો બીજાનાં દુઃખ ને સમજે છે અને તેની મદદ કરે છે તેના પર ભગવાનની સદાય કૃપા બની રહે છે. સાફ હદય વાળા લોકોની ભગવાન હંમેશા મદદ કરે છે. તેથી હંમેશા તમારું દિલ સાફ રાખો અને જેટલું બની શકે તેટલું દાન કરવું. દાન-પુણ્ય કરવાથી ભગવાનની કૃપા બની રહે છે.