પ્રેસ કોન્ફરન્સ માં બધાની સામે આ અભિનેત્રી સાથે કરવામાં આવ્યું ખુબ ખરાબ વર્તન

ઘણા લોકોના નામ એવા હોય છે કે જેને બોલાવાથી પણ મુશ્કેલી થઈ શકે છે. અને ક્યારેક ભૂલ માં ખોટું નામ પણ લેવાઈ જાય છે અથવા ઘણીવાર એવું પણ થાય છે કે આપણને તેનું નામ કન્ફર્મ નથી હોતું અને મોઢામાંથી ખોટું નામ નીકળી જાય છે. એવું સામાન્ય લોકો સાથે નહીં પરંતુ બોલિવૂડ સ્ટાર્સ સાથે પણ થાય છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ આવી જ એક ઘટના બોલિવૂડ ની અભિનેત્રી કિયારા આડવાણી સાથે થઈ હતી. બોલિવુડ માં કિયારા નું કેરિયર હજુ ખૂબજ સીમિત છે. જોકે તેઓએ સારું એવું નામ બનાવ્યું છે. હાલમાં જ પોતાના નામનાં કારણે ખૂબ જ ચર્ચામાં છે. તેઓ ને એક રિપોર્ટરે ખોટા નામથી બોલાવ્યા ત્યારે અભિનેત્રી ખૂબ જ ગુસ્સે થઈ ગઈ.
પોતાની એક્ટિંગ થી લોકોના હૃદયમાં સ્થાન મેળવી ચુકેલી કિયારા એક પ્રેસ-કોન્ફરન્સ દરમિયાન એક રિપોર્ટર પર ગુસ્સે થઈ હતી. હકીકતમાં વાત એવી બની હતી કે, એક રિપોર્ટરે કિયારા ને ખોટા નામથી બોલાવી હતી. તેઓએ કિયારા ની જગ્યાએ કાયરા કહ્યું હતું. કિયારા અડવાણી પોતાની આગામી ફિલ્મ ઇન્દુ બની જવાન ના લીધે ચર્ચામાં છે હાલમાં જ આ ફિલ્મ રિલીઝ થઈ છે. તેને લઈને જ હાલમાં એક પ્રેસ કોન્ફરન્સ આયોજીત કરવામાં આવી હતી. સવાલ જવાબ સેશન માં રિપોર્ટરે કિયારા ને સવાલ પૂછવાનું વિચાર્યું અને રિપોર્ટરે કિયારા ની બદલે કાયરા કહ્યું. રિપોર્ટના એમ કહેવાથી અભિનેત્રી નારાજ થઈ ગઈ.
તેઓએ રિપોર્ટરને કહ્યું કે તમે મને શું કહીને બોલાવી તમે કિયારા ને બદલે કાયરા કહ્યું. હું તમારા સવાલો નાં જવાબ નહીં આપુ. તમને એ જાણીને ખુશી થશે કે કિયારા એ રિપોર્ટર સાથે આ બધી વાત મજાકમાં કહી હતી. પછીથી મજાક કરતા રિપોર્ટરને પોતાનું યોગ્ય રીતે બોલવાનું કહ્યુ હતું. રિપોર્ટર ને તેમના સવાલના જવાબ મળ્યા. પ્રેસ કોન્ફરન્સમાં બનેલો આ કિસ્સો સોશિયલ મીડિયા અને દરેક જગ્યાએ ચર્ચા નો વિષય બની ગયો છે. પોતાની ફિલ્મ ઇન્દુ ની જવાની ની સાથે કિયારા પોતાના પ્રેસ કોન્ફરન્સને લઈને પણ ચર્ચામાં છે.
૨૦૧૪ માં ડેબ્યુ
૨૮ વર્ષ ની કિયારા અડવાણી એ બોલીવુડમાં પોતાની કારકિર્દી ૨૦૧૪ થી શરૂ કરી હતી તેઓની પહેલી ફિલ્મ ફ્ગલી હતી. ત્યારબાદ એમ એસ ધોની જેવી સુપરહિટ ફિલ્મોમાં જોવા મળ્યા હતા તેમાં દિવગંત એક્ટર સુશાંત સિંહ રાજપૂત ધોની નાં પાત્રમાં જોવા મળ્યા હતા. ૨૦૧૯ માં આવેલી ફિલ્મ કબીર સિંહ થી તેમને ઓળખ મળી. તેમજ અક્ષય કુમાર સાથે લક્ષ્મી અને વર્ષ ૨૦૧૯ માં આવેલી ફિલ્મ ‘ગુડ ન્યુઝ’ થી પોતાની ખાસ ઓળખ બનાવવા માં તેઓ સફળ રહ્યા હતા.