પ્રિયંકા ચોપરા નાં ઘરમાં રહેવા લાગી અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ, જાણો પૂરી વાત

જેકલીન ફર્નાન્ડીઝ આજે બોલિવૂડની ટોપ બોલ્ડ અભિનેત્રી નાં રૂપમાં ઓળખવામાં આવે છે જેકલીન ફર્નાન્ડીઝ એ ઘણા વર્ષો સુધી ખૂબ જ મહેનત અને લગન થી આજે આ સ્ટેજ મેળવ્યું હતું. આજે તેમની ગણતરી સફળ અને મોટી અભિનેત્રી નાં રૂપમાં કરવામાં આવે છે જેકલીન ફર્નાન્ડીઝ ને આપણે ઘણી ફિલ્મોમાં જોઈ છે તે બોલિવુડમાં ઘણા સમયથી છે તેમણે ઘણી ફિલ્મો કરી છે પરંતુ તેને સાચી ઓળખ સલમાન ખાન સાથે આવેલ ફિલ્મ ‘કિક’ થી મળી હતી.કિક ફિલ્મ કર્યા બાદ જેકલીને લોકપ્રિયતા મેળવી હતી અને તેને આ ફિલ્મ બાદ ઘણી બીજી ફિલ્મો મળી હતી. આ ફિલ્મ કર્યા બાદ સલમાન ખાન તેમના મિત્ર બની ગયા હતા. જેકલીને લોકડાઉન દરમ્યાન પોતાનો સમય સલમાનખાન નાં ફાર્મ હાઉસ પર પસાર કર્યો હતો. હવે જેકલીન ફર્નાન્ડઝ મુંબઈમાં પોતાના નવા ઘરમાં શિફ્ટ થઇ ગઈ છે.
અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ હવે એક નવા ઘરમાં શિફ્ટ થઈ ગઈ છે. જેમાં ક્યારેક દેશી ગર્લ પ્રિયંકા ચોપરા રહેતી હતી. મહત્વની વાત એ છે કે, અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ આજ સુધી મુંબઈ નાં બાંદ્રામાં ભાડા નાં ઘરમાં રહેતી હતી. અહીં બાંદ્રામાં તે સાત વર્ષથી ભાડાનાં ઘરમાં રહેતી હતી હવે તેને નવું ઘર લીધું છે તેમાં અભિનેત્રી પ્રિયંકા ચોપડા વર્ષ ૨૦૧૮ માં રહેતી હતી. ૨૦૧૮ માં તે સમયે તેમનાં લગ્ન ઇન્ટરનેશનલ પોપસ્ટાર નીક જોન્સ સાથે થયા હતા.
તમને જેકલીન નાં નવા ઘર વિશે જણાવીએ તો તે બિલ્ડીગ નું નામ કર્મયોગ છે તેની કિંમત લગભગ ૭ કરોડ રૂપિયા છે. આ ઘરમાં એક શાનદાર લિવિંગ એરિયા છે અને ખૂબજ સુંદર બાલ્કની પણ આપવામાં આવી છે. દેશી ગર્લ પ્રિયંકા ચોપરા નાં લગ્ન બાદ ૨૦૧૯ માં લોસ એન્જેલસ નાં સૈન ફનેડો વેલી માં શિફ્ટ થઈ ગઈ હતી ત્યાં તેઓએ ખૂબ જ મોંઘું ઘર ખરીદી લીધું હતું. ત્યારબાદ તે તેમનાં પતિ સાથે લોસ એન્જેલસ માં જ રહેવા લાગી હતી. એક વિદેશી ન્યુઝ મુજબ ઘરમાં એક કાચની દિવાલ વાળું જીમ બનાવ્યું છે, એક બાર છે, એક મૂવી થિયેટર છે આ ઉપરાંત તેનાં આલીશાન બંગલામાં એક બાસ્કેટબોલ કોર્ટ છે જેની પાસે એકગેઈમ રૂમ અને એક પુલ ટેબલ બનાવવામાં આવ્યું છે પ્રિયંકા અને નિકે આ ઘર ૨૦ મિલિયન ડોલરમાં ખરીદ્યું છે.
તમને જણાવી દઈએ કે, પ્રિયંકા ચોપરા નાં લગ્ન નાં એક વર્ષ બાદ પ્રિયંકા ચોપરા એ મુંબઈ નું પોતાનું ઘર વહેચી નાખ્યું હતું. તે પહેલા જ પ્રિયંકા અને તેમના પતિ નીકે લગ્ન પહેલા જ લોસ એન્જલસનું ઘર ખરીદ્યું હતું. એ વાતની પૃષ્ટિ હજી સુધી નથી થઇ કે અભિનેત્રી જેકલીને આ ઘર ખરીદ્યું છે કે તે આ ઘરમાં રેન્ટ પર રહેવા આવી છે. કામની વાત કરીએ તો જેકલીન ફર્નાન્ડીઝ છેલ્લી વાર નિર્દેશક શિરીષ કુંદર ની ફિલ્મ મેસેઝ સિરિયલ કિલર માં જોવા મળ્યા હતા. તેમની આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી હતી. હવે ભવિષ્યમાં જેકલીન ફર્નાન્ડીઝ ‘બચ્ચન પાંડે’, ‘ભૂત પોલીસ’ અને સર્કસ જેવી ફિલ્મોમાં જોવા મળશે.