પ્રિયંકા, શિલ્પા સહિત નાં આ સ્ટાર્સ ને જાતિવાદ નો ભોગ બનવું પડ્યું હતું, તેમને એરપોર્ટ પર કસ્ટડી માં લેવામાં આવ્યા હતા.

એક સદી થી પણ વધુ સમય બોલિવૂડ ને થયો આજે આખી દુનિયા માં તેને પોતાની ઓળખ બનાવી છે. બોલીવૂડ નાં કલાકારો પણ વિશ્વ નાં દરેક ખૂણામાં પોતાની ઓળખ ધરાવે છે. જોકે કેટલાક કલાકારો ને એવી ઘટનાઓ નો પણ સામનો કરવો પડે છે, જેના વિશે તેઓ વાત કરવાનું પણ પસંદ કરતા નથી. કેટલાક કલાકારો એ તેમનાં નામનાં કારણે કેટલાક ને તેમનાં રંગનાં કારણે ઘણી અપ્રિય ઘટનાઓ નો સામનો કરવો પડ્યો. તો ચાલો આજે જાણીએ એવા હિન્દી સિનેમા નાં કેટલાક જાણીતા કલાકારો વિશે
પ્રિયંકા ચોપડા
પ્રિયંકા ચોપડા આજે ફક્ત બોલીવૂડ સુધી જ સીમિત નથી પરંતુ હોલિવૂડ માં પણ તેણે પોતાની કારકિર્દી શરૂ કરી છે. અમેરિકા નાં ગાયક નિક જોન્સ ની સાથે લગ્ન કર્યા બાદ તે હાલમાં અમેરિકા માં જ સ્થાયી થઈ છે. આજે ભલે દુનિયા તેની સુંદરતા નો દાખલો આપે પણ પ્રિયંકા એક સમયે પોતાનાં ધેરા રંગ ને લીધે મજાક નો શિકાર બની હતી. અમેરિકા માં સ્કૂલ દરમિયાન તેનાં ક્લાસ નાં મિત્રો તેમને બ્રાઉની કહેતા જે પ્રિયંકા ને ગમતું નહીં.
આમિર ખાન
ખાન ઉપનામ હોવાનાં લીધે બોલિવૂડ નાં સુપર સ્ટાર આમિર ખાન ને એક વાર અમેરિકા નાં શિકાગો એરપોર્ટ પર કસ્ટડી માં લેવામાં આવ્યા હતા. સાલ ૨૦૦૨ માં આમિર ખાન ની આ કેસ માં સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. અને તેને ઘણા કલાકો કસ્ટડી માં પસાર કરવા પડ્યા હતાં.
શાહરુખ ખાન
આમિર ખાન ની જેમ જ શાહરૂખ ખાન ને પણ અમેરિકા નાં એરપોર્ટ પર કસ્ટડી માં લેવામાં આવ્યા હતા. તેઓ ને એક, બે વાર નહીં પરંતુ પૂરા ત્રણ વાર ૨૦૦૯, ૨૦૧૨ અને ૨૦૧૬ માં અમેરિકા નાં એરપોર્ટ પર રોકવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે આમિર ખાન ની જેમ શાહરૂખ ખાન ને પણ પોતાનાં ઉપનામ ખાન ને કારણે આ પરેશાનીઓ નો સામનો કરવો પડ્યો હતો. શાહરુખ ખાન ને ૨૦૧૬ માં જ્યારે અમેરિકા એરપોર્ટ પર કસ્ટડી માં લેવામાં આવ્યા ત્યાર પછી તેમણે ટ્વિટર પર પોતાની નારાજગી પણ દર્શાવી હતી. શાહરૂખ ખાને લખ્યું હતું, દુનિયા માં જે હાલત છે તેને લઈને હું સિક્યુરિટી અને સુરક્ષા ની કદર કરું છું પરંતુ અમેરિકા ઇમિગ્રેશન માં દરેક વખતે ખૂબ જ પરેશાન થવાય છે.
શિલ્પા શેટ્ટી
બોલિવૂડ ની હિટ અને ફીટ અભિનેત્રી શિલ્પા શેટ્ટી પણ જાતિવાદ નો સામનો કરી ચૂકી છે ઘણા બોલીવુડ ફિલ્મ ની મદદથી પોતાની અભિનય કલા નો અદભૂત દ્રશ્ય રજૂ કરનારી શિલ્પા શેટ્ટી અમેરિક નાં રીયાલીટી શો “બીગ બ્રધર” માં શરમ અનુભવી હતી. તમને જણાવીએ કે શો બિગ બ્રધર માં જેડ ગુડી નામનાં સ્પર્ધકે શિલ્પા શેટ્ટી પર વાંધાજનક કોમેન્ટ કરી હતી. જોકે પછી થી શિલ્પા શેટ્ટી એ આ શો જીતી ને જૈન ગુડી તેમજ તેનાં જેવી કોમેન્ટ કરતા લોકો નાં મોઢા પર જોરદાર થપ્પડ મળી હતી.
ઈરફાન ખાન
બોલિવૂડ નાં દિગ્ગજ અભિનેતા ઇરફાન ખાન ને પણ અમેરિકા નાં એરપોર્ટ પર પરેશાન કરવામાં આવ્યા હતા. તેને ૨૦૦૮ માં અને ફરી ૨૦૦૯ માં યુ. એસ. એરપોર્ટ પર કસ્ટડી માં લેવામાં આવ્યા હતા. એક મુલાકાત માં કહ્યું હતું કે તેઓ પોતાની અટક નો ઉપયોગ કરતા નથી. અને અમેરિકા નાં એરપોર્ટ પર મુશ્કેલીઓ નો સામનો કરવો પડ્યો છે.