પૂજા કર્યા બાદ શા માટે કરવામાં આવે છે મંદિરની પરિક્રમા, જાણો તેની સાથે જોડાયેલ રહસ્ય

પૂજા કર્યા બાદ શા માટે કરવામાં આવે છે મંદિરની પરિક્રમા, જાણો તેની સાથે જોડાયેલ રહસ્ય

જ્યારે પણ આપણે મંદિરે જાય છે ત્યારે ભગવાન ની પરિક્રમા જરૂર કરીએ છીએ. પરંતુ ક્યારેય તમે વિચાર્યું છે કે, ભગવાનની મૂર્તિ ની પરિક્રમા શા માટે કરવામાં આવે છે જો તમે તેના વિશે વિચાર્યું ન હોય તો આજે અમે આ આર્ટીકલ નાંમાધ્યમથી એ જણાવવા જઇ રહ્યા છે કે શા માટે દેવ મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે અને શા માટે કરવામાં આવે છે મંદિરની પરિક્રમા ચાલો જાણીએ આ વિશે વિસ્તારથી

હિંદુ ધર્મશાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે, જે જગ્યા પર દેવ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હોય છે તેનાથી થોડે દૂર સુધી તેનો પ્રભાવ બની રહે છે. તેથી મંદિરમાં ભગવાનની પ્રતિમાની નજીક પરિક્રમા કરવામાં આવે છે. તેનાથી દૈવીય શક્તિની પ્રાપ્તિ થાય છે. મંદિરમાં પરિક્રમા કરવાથી એક વિશેષ ઉર્જા મળે છે અને તે ઉર્જા થી દરેક નકારાત્મક પ્રભાવ દૂર થાય છે. પરિક્રમા કઈ રીતે કરવી જોઈએ

હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે, દેવ મૂર્તિ ની પરિક્રમા હંમેશા જમણા હાથથી શરૂ કરવી જોઇએ એવું એટલા માટે કે કારણ કે દૈવીય શક્તિ નાં  આભા મંડળ ની ગતિ દક્ષિણાવર્તી હોય છે અને તેનાથી ઉલટું ડાબા હાથ તરફ થી શરૂ કરવામાં આવે તો આપણું તેજ નષ્ટ થઈ જાય છે. માટે કયારેય પણ ડાબા હાથની સાઇડથી પરિક્રમા શરૂ કરવી જોઇએ નહીં. સામાન્ય રીતે દેવી-દેવતાઓની એક જ પરિક્રમા કરવામાં આવે છે પરંતુ શાસ્ત્રોમાં અલગ-અલગ દેવી-દેવતાઓ માટે પરિક્રમા ની અલગ અલગ સંખ્યા નિર્ધારિત કરવામાં આવી છે. તેનાં વિશે કહેવામાં આવે છે કે, ભગવાન ની પરિક્રમા કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે અને અને વ્યક્તિ નાં દરેક પાપ નષ્ટ થઈ જાય છે. દરેક દેવી દેવતાઓની પરિક્રમા નાં સંબંધમાં શાસ્ત્રોમાં અલગ અલગ નિયમો જણાવવામાં આવેલ છે. જે આ મુજબ છે.

વડ નું વૃક્ષ

મહિલાઓ દ્વારા વડ નાં વૃક્ષની પરિક્રમા કરવામાં આવે છે. વડ ને સૌભાગ્ય નું  સૂચક માનવામાં આવે છે. મહિલાઓ વડ સાવિત્રી નાં દિવસે વડ નાં વૃક્ષની ૧૦૮ પરિક્રમા કરે છે. માનવામાં આવે છે કે, તેનાં પતિનાં લાંબા આયુષ્ય માટે પરિક્રમા કરવામાં આવે છે. જેનાથી મહિલાઓને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

ભગવાન શિવજી

હિન્દુ ધર્મશાસ્ત્રો અનુસાર શિવલિંગ ની અડધી પરિક્રમા કરવામાં આવે છે જણાવવામાં આવે છે કે, શિવલિંગ ની પરિક્રમા કરવાથી રાત્રી નાં ખરાબ સપના આવતા નથી અને ભગવાન શિવજી ની પરિક્રમા કરતી વખતે ધ્યાન રાખવું કે, અભિષેક ની રેખા ને ઓળંગવી નહિ. ભગવાન શિવજીની અડધી પરિક્રમા કરી ને પરત ફરી અને ડાબી બાજુથી અડધી પરિક્રમા કરવી.

માં દુર્ગા

માં દુર્ગા નાં મંદિરમાં હંમેશા ધ્યાન રાખો કે, માતાજી ની પરિક્રમા પૂરી કરવી ખાસ કરીને નવરાત્રિ નાં સમયમાં માં દુર્ગા નાં મંદિરે જઇને પરિક્રમા અવશ્ય કરવી જોઈએ.

ભગવાન ગણેશજી

ભગવાન ગણેશજી ની પરિક્રમા નું એક વિધાન છે. ગણેશજીની મૂર્તિની જ્યારે પરિક્રમા કરો ત્યારે તેમનાં વિરાટ સ્વરૂપ અને મંત્રનાં જાપ કરવા. આ રીતે કરવાથી તમારી દરેક કામના પૂર્ણ થાય છે.

ભગવાન વિષ્ણુ

ભગવાન વિષ્ણુ અથવા તેમનાં કોઈપણ અવતાર ની ૪ પરિક્રમા કરવી જોઇએ. ભગવાન ની પરિક્રમા હદય પૂર્વક કરવાથી સકારાત્મક વિચારશરણી માં વૃદ્ધિ થાય છે.

ભગવાન સૂર્ય નારાયણ

ભગવાન સૂર્ય દેવ ની ૭ પરિક્રમા કરવી જોઈએ. એવું કરવાથી મન પવિત્ર થાય છે સાથે જ મન નાં દરેક ખરાબ વિચારો નો નાશ થાય છે. ધ્યાન રહે કે સૂર્ય મંદિરની પરિક્રમા કરતી વખતે “ઓમ ભાસ્કરાય નમ:” મંત્રનો જાપ જરૂર કરવો. આ રીતે પરિક્રમા કરવાથી રોગ નાશ થાય છે.

પરિક્રમા કરતી વખતે ધ્યાનમાં રાખવાનાં જરૂરી નિયમો

  • પરિક્રમા શરૂ કર્યા બાદ વચમાંથી ક્યારેય રોકાવું નહીં આ ઉપરાંત એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે, જ્યાંથી પરિક્રમા શરૂ કરીન હોય ત્યાંજ પૂરી કરવી.
  • પરિક્રમા દરમ્યાન આસપાસ મોજુદ કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરવી નહીં.
  • ડાબા હાથ તરફ થી ક્યારેય પરિક્રમા કરવી નહીં.

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *