પર્સમાં આ વસ્તુઓ રાખવાથી ઘરમાં આવે છે દરિદ્રતા, તમે તો નથી કરી રહ્યા ને આ ભુલો

પર્સમાં આ વસ્તુઓ રાખવાથી ઘરમાં આવે છે દરિદ્રતા, તમે તો નથી કરી રહ્યા ને આ ભુલો

પુરુષ હોય કે સ્ત્રી દરેકને વોલેટમાં પૈસા રાખવાની આદત હોય છે. ઘણીવાર એવું થાય છે કે લોકો નાં પર્સમાં પૈસા ટકતા નથી જો તમારી સાથે પણ એવું થતું હોય તો તમારે પર્સ સાથે જોડાયેલ કેટલીક વાસ્તુ ટિપ્સ વિશે જરૂર જાણવું જોઈએ આ ઉપાયો થી પૈસાની બચત કરી શકાય છે. આવો જાણીએ આખરે શું છે પર્સ સાથે જોડાયેલ વાસ્તુ ટિપ્સ

આ વસ્તઓ ને તમારા પર્સમાં ક્યારેય ન રાખવી

  • વાસ્તુશાસ્ત્ર મુજબ પર્સ માં ફક્ત પૈસા જ રાખવા જોઇએ એ ઉપરાંત કોઈ બીજી વસ્તુ રાખવી અશુભ ગણવામાં આવે છે.
  • કેટલાક લોકો ને પોતાના પર્સમાં ચાવી રાખવાની આદત હોય છે ક્યારેય ધાતુ નો સામાન રાખવો જોઈએ નહિ એવું કરવાથી ધનની હાનિ થાય છે અને બિનજરૂરી ખર્ચાઓ થઈ શકે છે. માટે ક્યારેય પણ તમારા પર્સમાં ચાવી જેવી વસ્તુ રાખવી જોઈએ નહીં.
  • પર્સમાં પૈસા ની સાથે ફોન બિલ, વીજળીનું બિલ જેવી વસ્તુ રાખવી જોઇએ નહી માનવામાં આવે છે કે, તેનાથી નેગેટિવ એનર્જી વધે છે અને આર્થિક નુકસાન થઇ શકે છે તેથી ધ્યાન રાખવું કે વોલેટમાં ક્યારેય કોઈ બિલ રાખવા નહિ.
  • ઘણા લોકો વોલેટમાં જ પૈસા રાખે છે પરંતુ તેને સારી રીતે રાખતા નથી વાસ્તુ મુજબ જ્યારે પૈસા રાખવામાં આવે ત્યારે તેને સારી રીતે રાખવા જોઈએ કોઈ નોટ વળેલી હોવી જોઈએ નહિ તેનાથી આર્થિક નુકસાન થઈ શકે છે.
  • પર્સમાં ફોટો રાખવો સામાન્ય બાબત છે પરંતુ ધ્યાન રહે કે, પર્સમાં પૂર્વજો કે મૃતક લોકો નો ફોટો ન રાખવો જોઈએ વાસ્તુ મુજબ પર્સમાં પૂર્વજો નો ફોટો રાખવાથી ધન સંબંધી નુકસાન થાય છે.
  • આમ તો સુરક્ષાની દ્રષ્ટિએ જોઈએ તો પૈસા હમેશા વોલેટ માં જ રાખવા જોઇએ પરંતુ પૈસા કર્જ નાં કે વ્યાજ માટે હોય તો તેને ક્યારેય પણ પર્સમાં રાખવા જોઈએ નહિ. તેને બહાર રાખવા જોઈએ અન્યથા ધન સંબંધી નુકસાન થઈ શકે છે.
  • વાસ્તુશાસ્ત્ર મુજબ ફાટેલુ પર્સ ક્યારેય રાખવા જોઈએ નહિ જો પર્સ ફાટી ગયું હોય તો તેને તરત જ બદલવી દેવું જોઈએ.

પર્સ માં રાખો આ વસ્તુઓ

  • કહેવામાં આવે છે જો પર્સ માં ચોખા રાખવામાં આવે તો જલદીથી પૈસા ખર્ચ થતા નથી અને પૈસા ટકી રહે છે.
  • માં લક્ષ્મીજી નો નાની ફોટો પર્સ માં રાખવામાં આવે તો પૈસાની બચત થાય છે અને આર્થિક તંગી રહેતી નથી.
  • એક લાલ રંગનાં કાગળ પર તમારી ઈચ્છા લખી અને રેશમી દોરાથી બાંધી અને તેને પર્સ માં રાખવો આ ઉપાય કરવાથી તમારી ઈચ્છા પૂર્ણ થાય છે.
  • જો તમારા ઘરમાં કોઈ ચાંદી નો સિક્કો હોય તો તેને પર્સમાં રાખી શકો છો તેનાથી ધનલાભ થાય છે ધ્યાન રહે કે, સોના કે ચાંદીનો સિક્કો તમારા પર્સ માં રાખતા પહેલા તેને ઘર નાં મંદિરમાં માં લક્ષ્મી નાં ચરણોમાં જરૂરથી રાખવો.

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *