પુરુષો ની અપેક્ષા મહિલાઓને વધારે રહે છે માઇગ્રેન નું જોખમ, જાણો બચાવ નાં ઉપાયો

પુરુષો ની અપેક્ષા મહિલાઓને વધારે રહે છે માઇગ્રેન નું જોખમ, જાણો બચાવ નાં ઉપાયો

માઈગ્રેન થી પીડિત લોકો ને નિયમિત રૂપથી માથાનો દુખાવો રહે છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર ૨૦ ટકા મહિલાઓ માઈગ્રેન થી પીડિત હોય છે. જો સમયસર તેનો ઇલાજ કરવામાં ન આવે તો તે ખૂબ જ ખતરનાક સાબિત થઇ શકે છે. માઈગ્રેન થી પીડિત લોકોને એક વિશેષ પ્રકારનો માથાનો દુખાવો રહે છે. હંમેશા આ દુખાવો કાન અને આંખ ની પાછળ શરુ થાય છે જોકે આ દુખાવો માથા નાં કોઈપણ ભાગમાં થઈ શકે છે. સામાન્ય રીતે માથા નાં દુખાવાની પરેશાની ને લોકો સામાન્ય રીતે લે છે. ઘણીવાર આ સમસ્યા ગંભીર રૂપ લઈ લે છે. આંકડાઓ અનુસાર ભારતમાં તેનાથી પીડિત દર્દીઓની સંખ્યા લગભગ ૧૫ કરોડ જેટલી છે. છતાં પણ માઈગ્રેન ને લોકો ગંભીરતાથી લેતા નથી. અને તેની ઉચિત સારવાર પણ કરાવતા નથી. હંમેશા માઈગ્રેન થી માથા નાં અડધા ભાગમાં દુખાવો થાય છે. તેથી તેને ઘરેલુ ભાષામાં આધાશીશી કહેવામાં આવે છે.

માઇગ્રેન નાં લક્ષણો

વારંવાર માથામાં દુખાવો, માથાનાં કોઈપણ ભાગમાં દુખાવો, માથાનો દુખાવો શરૂ થયા બાદ ચાર-પાંચ કલાક સુધી દુખાવો રહેવો. ઊલટી જેવું થવું દુખાવા   નાં સમયે કોઈ પણ અવાજ સહન ન થવો.

શા માટે થાય છે માઈગ્રેન

ખાણી પીણી ની ખોટી રીત, અસંતુલીન દિનચર્યા,વધારે ઊંઘ અથવા તો અનિંદ્રા આ માઈગ્રેન થવાના મુખ્ય કારણો છે. ડિપ્રેશન, ઍન્ગ્ઝાયટી ડીસ ઓર્ડેર, સ્ટ્રેસ આ માઈગ્રેન થી થતી માનસિક બીમારીઓ છે. જે પુરુષોની તુલનામાં મહિલાઓ ને વધારે થાય છે. ભારતમાં માઇગ્રેન નાં દર્દીઓની સંખ્યામાં મહિલાઓ ની સંખ્યા પુરુષોની સંખ્યા કરતાં ત્રણ ગણી વધારે છે.

માઇગ્રેન નો ઇલાજ

બાબા રામદેવ માઈગ્રેન માટે અનુલોમ-વિલોમ અને ભ્રામરી યોગાસન ની સલાહ આપે છે. આ આસન કરવાથી મનને શાંતિ મળે છે તેનાથી માઈગ્રેન ની  પરેશાની દૂર થાય છે. આ પ્રાણાયામ નિયમિત રૂપથી થોડા દિવસો સુધી કરવાથી માઇગ્રેન ની સમસ્યામાંથી છુટકારો મળે છે. ઘરેલુ ઉપાય પણ કરી શકો છો. જેમ કે, મેઘાવટી ની બે ગોળીઓ સવારે અને સાંજે લેવી. એક ચમચી બદામ નો ભૂકો દૂધમાં નાખીને. બદામ અને અખરોટ પલાળીને ખાવાથી પણ માઇગ્રેનની પરેશાનીમાં રાહત મળે છે.

 

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *