ચાણક્ય અનુસાર આ પ્રકાર નાં સ્વભાવ નાં લોકોને ક્યારેય નથી મળતી સફળતા, હંમેશા દુઃખમાં જ પસાર થાય છે જીવન

વ્યક્તિનો સ્વભાવ તેનાં જીવનને ઉજ્વળ કરી શકે છે અને બગાડી પણ શકે છે આચાર્ય ચાણક્યએ ત્રણ એવા પ્રકાર નાં સ્વભાવ નો ઉલ્લેખ કર્યો છે કે, જે જીવનને બરબાદ કરી શકે છે. આચાર્ય ચાણક્ય અનુસાર જે લોકો માં અહંકાર, ક્રોધ અને લાલચ હોય છે તેવા લોકોને જીવનમાં ક્યારેય સફળતા પ્રાપ્ત થતી નથી. એવા સ્વભાવ નાં લોકોનો ફક્ત નાશ થાય છે. તેથી જો તમારા સ્વભાવમાં અહંકાર, ક્રોધ અને લાલચ જ હોય તો તેને બદલી દેજો કારણ કે અહંકાર ક્રોધ અને લાલચ તમને ફક્ત બરબાદી નાં રસ્તા પર લઈ જઈ શકે છે. આચાર્ય ચાણક્યે ચાણક્ય નીતિ શાસ્ત્ર માં પણ લખ્યું છે કે, અહંકાર ક્રોધ અને લાલચ નાં કારણે વ્યક્તિ પોતાની આવડત અને હોશિયારી ખોઈ બેસે છે. આચાર્ય ચાણક્ય અનુસાર જે વ્યક્તિમાં ઉપર દર્શાવેલ ત્રણ-વસ્તુ હોય છે તે વ્યક્તિની બરબાદી જરૂર થાય છે. એવા વ્યક્તિ જીવનમાં ક્યારેય સફળતા મેળવી શકતા નથી. તેની સમજણ પણ નષ્ટ થઈ જાય છે. આ પ્રકારે અહંકાર ક્રોધ અને લાલચ જીવનને કરી દે છે બરબાદ.
અહંકાર નાં કારણે નથી બનતા મિત્રો
જે લોકોની અંદર અહંકાર હોય છે તે સમાજ અને પરિવારથી દૂર રહે છે. એવા લોકો પોતાને હંમેશા ઉપર રાખે છે. તે પોતાની વાત જ સાચી માનેછે. ફક્ત અને પોતાના માટેજ વિચારે છે. તેઓ બીજા સાથે સારી રીતે વાત પણ નથી કરી શકતા. તેની દરેક વાતમાં ફક્ત અહંકાર હોય છે જેના કારણે લોકો તેનાથી દૂર રહે છે. એવા લોકોનાં કોઈ મિત્ર બનતા નથી આવા સ્વભાવ નાં લોકો જીવનમાં એકલા રહે છે. જરૂરીયાત પડવા પર પણ કોઈ વ્યક્તિ તેનો સાથ આપતી નથી.
ક્રોધ નાં કારણે સમજણ શક્તિ થઈ જાય છે ખતમ
જે લોકોનો સ્વભાવ ક્રોધ થી ભરેલો હોય છે તેઓ પોતાનું અને બીજાનું નુકશાન જ કરે છે ચાણક્ય નીતિ અનુસાર ક્રોધમાં વ્યક્તિની બુદ્ધિ કામ કરતી નથી. ક્રોધ માં મોઢામાંથી ફક્ત ખોટી વાતો જ નીકળે છે. ક્રોધ વ્યક્તિ નો સૌથી મોટો દુશ્મન છે તેના કારણે વ્યક્તિ બરબાદ થઈ શકે છે માટે ખૂબ જ જરૂરી છે તમારા ક્રોધ પર કાબૂ રાખવો. ક્રોધ માં કોઇ નિર્ણય ન લેવો. ક્રોધ નાં કારણે ફક્ત તમારું નુકસાન જ થાય છે.
લાલચ કરવાથી બચવું
લાલ વ્યક્તિ ફક્ત પોતાના લાભ વિશે જ વિચારે છે કષ્ટ આ પ્રકારના વ્યક્તિ કોઈ ને કષ્ટ આપતા પહેલા એકવાર પણ વિચારતા નથી. લાલચમાં આવીને મનુષ્યની સમજણશક્તિ ખતમ થઇ જાય છે અને ફક્ત પૈસાની લાલચ જ કરે છે જેનાથી તેને હાનિ થાય છે લાલચુ વ્યક્તિ ને જીવનમાં સફળતા પ્રાપ્ત થતી નથી આ પ્રકાર નો સ્વભાવ રાખનાર લોકો હમેશા દુઃખી રહે છે.