રાશિફળ ૨૧ જાન્યુઆરી ૨૦૨૧ આજે આ ૭ રાશિના જાતકો માટે ભાગ્યશાળી રહેશે દિવસ, રોકાયેલા કાર્ય ગતિ પકડશે

રાશિફળ ૨૧ જાન્યુઆરી ૨૦૨૧ આજે આ ૭ રાશિના જાતકો માટે ભાગ્યશાળી રહેશે દિવસ, રોકાયેલા કાર્ય ગતિ પકડશે

મેષ રાશિ

આજે તમારો સમય ખૂબ જ સારો રહેશે. કામકાજની બાબત માં સારા પરિણામો પ્રાપ્ત થશે. પરિવારના લોકો તમારૂ માન-સન્માન ને વધારવામાં મદદ કરશે. જરૂરિયાત મંદ વ્યક્તિને મદદ કરવા માટે તમે દરેક સંભવ પ્રયત્નો કરશો. આજે ધનલાભ નાં યોગ બની રહ્યા છે સામાજિક ક્ષેત્રે જોડાયેલા લોકોને કોઈ પાર્ટીમાં જવાનું આયોજન થઇ શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. વિરોધીઓ સક્રિય રહેશે જે તમારું કામ બગાડવાની કોશિશ કરી શકે છે.

વૃષભ રાશિ

કોઈ તરફથી વધારે આશા રાખવી નહી સંબંધોમાં વધારે અપેક્ષા કષ્ટદાયી હોય છે. તમારે પૈસા કમાવવા માટે ખૂબ જ મહેનત કરવી પડશે. વાહન સાવધાનીથી ચલાવવું. તમારા વિરોધીઓ થી સાવધાન રહેવું. તમારો પોઝિટિવ વ્યવહાર લોકોને તમારી તરફ પ્રભાવિત કરી શકે છે. વ્યાપારની બાબતમાં સારા પરિણામો પ્રાપ્ત થશે અને નોકરીમાં દિવસ તમારા પક્ષમાં રહેશે. કાર્યક્ષેત્રમાં નવી યોજનાઓ બનાવી શકશો.

મિથુન રાશિ

સંપત્તિને લઈને કોઈ મોટો ફાયદો થઈ શકે છે. આવકમાં વધારો થવાથી મન આનંદમાં રહેશે. વેપારમાં સારા પરિણામો પ્રાપ્ત થશે. આજે તમે ખૂબ જ ઉર્જા મહેસૂસ કરશો. પ્રેમ જીવન વાળા લોકો એ થોડી સાવધાની રાખવી પોતાના પ્રિય નારાજ ન થાય તેનું ધ્યાન રાખવું. તમારે નવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તમારા કામ અને કેરિયર માટે નવા વિચારો કરી શકો છો.

કર્ક રાશિ

આજે તમારી ધાર્મિક પ્રવૃતિમાં વધારો થશે. ભાગ્ય નાં આધારે ધનલાભ થવાની સંભાવના છે. સ્વાસ્થ્ય થોડું ખરાબ રહેશે બીમાર પડી શકો છો. આજે તમારા મિત્રો સાથે નાં સંબંધ વધારે મજબૂત થશે. વિવાહિત લોકોને સંતાનસુખની પ્રાપ્તિ થશે. વિશેષરૂપથી ઊંઘ ન આવવાની સમસ્યા રહેશે. કામકાજની બાબતમાં દિવસ સારો રહેશે. તમારા કાર્ય માટે તમારા દ્વારા કરવામાં આવેલ પ્રયત્નો નું સારૂ પરિણામ પ્રાપ્ત થશે. શાસન સત્તા નો સહયોગ મળી રહેશે. આજનો દિવસ લવ લાઈફ માટે ખૂબ જ સારો રહેશે.

સિંહ રાશિ

સિંહ રાશિ વાળા લોકો ને ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. ઘર અને બહાર બંને જગ્યાએ તમારી પૂછપરછ થઈ શકે છે. તમારા કામ કરવાની આવડતમાં વધારો થશે ને નવી નવી મહત્વકાંક્ષાઓ સાથે આગળ વધી શકશો. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ મુશ્કેલ રહેશે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી શકશે નહીં. યાત્રા માટે આજનો દિવસ સારો રહેશે. તમારા પરિવાર માં કોઈ મુશ્કેલી આવી શકે છે. ધાર્મિક પ્રસંગમાં જવાનું આયોજન થઇ શકે છે.

કન્યા રાશિ

કર્મ કરતા રહેવું અને બધું જ ભાગ્ય પર છોડી દેવું. ધનલાભ થવાના પ્રબળ યોગ અને કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. મિત્રો સાથે સંબંધો મજબૂત બનશે. વિદ્યાર્થીઓને કારકિર્દીમાં સફળતા મળશે. તમે કોઈ જરૂરી પ્લાનિંગ કરી શકશો. તમારા હરીફ જે મિત્ર નાં વેશ માં છુપાયેલ દુશ્મન છે તેને નિષ્ફળ કરવા માટે તમારા દ્વારા લેવામાં આવેલા નિર્ણય યોગ્ય સાબિત થશે. માન-સન્માનમાં વૃદ્ધિ થશે. કામકાજની બાબતમાં આવતા વિઘ્નો દૂર થશે.

તુલા રાશિ

આજનો દિવસ તમારા માટે ફાયદાકારક રહે છે. આજે કરવામાં આવેલ કાર્ય અથવા લેવામાં આવેલ મહત્વપૂર્ણ નિર્ણય થી સફળતા મળશે. આજના દિવસે કોઈ મોંઘી વસ્તુ પાછળ પૈસા ખર્ચ કરી શકશો. કોઈ રમણીય સ્થળ પર પિકનિક પર જવાનું આયોજન થઇ શકે છે. પરિવાર નાં લોકો માટે ખર્ચ કરવાનો પ્રસંગ ઉપસ્થિત થશે. વિદ્યાર્થીઓએ પોતાનું ધ્યાન અભ્યાસમાં કેન્દ્રિત કરવું.  પૈસાની લેવડ-દેવડ કરતી વખતે સાવધાની રાખવી.

વૃશ્ચિક રાશિ

આજે તમારા પ્રયત્નો સાચી દિશામાં કરી શકશો. સમાજમાં માન પ્રતિષ્ઠામાં વધારો થશે. ધન પ્રાપ્તિ નાં વિશેષ યોગ બની રહ્યા છે. કોઈ નવું કાર્ય કરતાં પહેલાં સમજી વિચારીને આગળ વધવું. નોકરીયાત લોકો માટે આજનો દિવસ સારો રહેશે. હરીફો ઉપર વિજય પ્રાપ્ત કરી શકશો. વ્યાપાર નાં સ્થળ પર સહ કર્મચારી તમને મદદરૂપ થશે. કોઈ સંબંધી અચાનક ઘરે આવી શકે છે જેનાથી તમારી યોજનામાં ગડબડ થઈ શકે છે.

ધન રાશિ

આજે બિનજરૂરી ખર્ચાઓ થઇ શકે છે સમજી વિચારીને ધનનું રોકાણ કરવું. વાદ વિવાદથી બચવું. યાત્રા માટે આજનો દિવસ સારો રહેશે નહીં. તમારા દાંપત્ય જીવનમાં આનંદ રહેશે. વેતન ભોગી લોકોને આજે સારા સમાચાર મળી શકે છે. વેપારીઓને ખૂબ જ ભાગદોડ કરવી પડશે. આજે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. તમારા દ્વારા લેવામાં આવેલા નિર્ણયો ફાયદાકારક સાબિત થશે. આજે કોઈ સાથે કોઈ વાતને લઇને ઝઘડો ન થાય તે માટે સાવચેત રહેવું.

મકર રાશિ

આજે કોઈપણ નિર્ણય લેતા પહેલા પૈસાની સ્થિતિ પર વિચાર કરવો. કોર્ટ-કચેરીની બાબતમાં સફળતા મળશે. તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. તમારા પરિવાર નાં સભ્યો સાથે શાંતિ અને સદભાવ બનાવી રાખવો. તમારા પરિવાર નાં કોઈ એક વ્યક્તિ સાથે મતભેદ થવાની સંભાવના છે. વેપાર માં ધનલાભ થશે. નોકરીયાત લોકોને પ્રોત્સાહન મળશે. તમને પ્રમોશન મળવાથી મન ખુશ રહેશે.

કુંભ રાશિ

આર્થિક રૂપથી આજે તમે સમૃદ્ધ રહેશો. વાણી નાં પ્રદર્શનથી ધન પ્રાપ્તિ અથવા રોકાયેલ કાર્ય પૂર્ણ થઇ શકશે. આર્થિક લાભ થશે. સમાજમાં માન પ્રતિષ્ઠામાં વધારો થશે.  વિરોધીઓને પરાજિત કરી શકશો. હાઈ બ્લડ પ્રેશર વાળા લોકોને સાવધાની રાખવી અને તણાવથી દૂર રહેવું. યાત્રા લાભકારી રહેશે. વેપારમાં તેજી રહેશે. આર્થિક લાભ માં વધારો થશે. તમારા ઉચ્ચ અધિકારીઓ સાથે મતભેદ થઈ શકે છે.

મીન રાશિ

આજે રોકાયેલા કાર્યોમાં ગતિ આવશે. ઉતાવળમાં કોઈપણ નિર્ણય ના લેવો ધ્યાન રાખવું કે ધીરજથી કરવામાં આવેલ કાર્યમાં સફળતા ચોક્કસ મળે છે. આજના દિવસની શરૂઆત શાનદાર રહેશે. તમારા રોજના કામને લઈને બેદરકાર રહેવું નહિ. વિદ્યાર્થીઓ અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી શકશે નહીં. દિવસ આનંદમય પસાર થશે. તમારા પરાક્રમમાં વૃદ્ધિ થશે યાત્રામાં લાભ અને ભાઈઓ નો પુરો સહયોગ મળશે. લવ લાઇફમાં પ્રેમ અને રોમાન્સ બની રહેશે.

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *