રાઈ નાં આ ટોટકાઓ થી ચમકશે તમારું ભાગ્ય, દૂર થશે દરેક પ્રકાર ની પરેશાની

રાઈ નાં આ ટોટકાઓ થી ચમકશે તમારું ભાગ્ય, દૂર થશે દરેક પ્રકાર ની પરેશાની

નાની એવી રાઈ આમ તો ભોજનમાં સ્વાદ વધારવા નું કામ કરે છે. પરંતુ તંત્ર શાસ્ત્રમાં રાઈ સાથે જોડાયેલા કેટલાક એવા ટોટકા વિશે જણાવવામાં આવ્યું છે કે, જેનાથી જીવનની દરેક પરેશાનીઓ દૂર થઈ શકે છે. રાઈ નાં કેટલાક વિશિષ્ટ ટોટકા તમારા જીવનની પરેશાનીઓ દૂર કરી શકે છે. આજે અમે આ આર્ટીકલ દ્વારા રાઈ નાં ટોટકા વિશે જણાવવા જઈ રહ્યા છીએ ચાલો જાણીએ તેના વિશે વિસ્તારમાંતમારા પરિવારમાં નાના બાળકો કે કોઈ સભ્યને વારંવાર નજર લાગી જતી હોય તો રાઈ નો આ ઉપાયથી બચી શકાય છે. તેના માટે રાઈ નાં સાત દાણા લઈને ૭ લાલ મરચા અને સાથે થોડું નમક લેવું તે ત્રણેય ને સાથે મેળવી અને નજર હોય તે વ્યક્તિ નાં માથા ઉપરથી સાતવાર ફેરવી અને તેને આગમાં નાખી દેવું આ ઉપાય કરતી વખતે ધ્યાન રાખવું કે બધું કામ ડાબા હાથથી કરવું એ દરમ્યાન નજર ઉતારનાર વ્યક્તિને કોઈએ ટોકવી નહીં.

જો તમારા કાર્ય બનતા બનતા બગડી જતા હોય તો રાઈ નો આ ઉપાય તમારા ખૂબ જ કામ આવશે. ગુરુવાર નાં દિવસે રાઈ નું દાન કરવું ખૂબ શુભ ગણવામાં આવે છે. આ ઉપાયથી જલ્દી તમારા દરેક વિધ્ન દૂર થાય છે અને દરેક કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થઇ શકે છે.જો તમારું ભાગ્ય સાથ આપી રહ્યું ન હોય અને સતત દુર્ભાગ્ય નાં તમે શિકાર બની રહ્યા હોવ તો રાઈ નાં આ ઉપાય થી સૌભાગ્ય ની પ્રાપ્તિ થઈ શકશે તેના માટે એક માટલામાં પાણી ભરીને તેમાં રાઈ નાં દાણા નાખવામાં આવે અને આ જળ થી સ્નાન કરવાથી દુર્ભાગ્ય  દૂર થઈ જાય છે. આ ઉપરાંત દરિદ્રતા અને રોગ પણ નષ્ટ થાય છે.

જો તમને ખૂબ જ ગુસ્સો આવતો હોય તો અને તેનાથી તમને નુકશાનનો સામનો કરવો પડતો હોય તો તેને દૂર કરવો ખૂબ જ જરૂરી છે. એવામાં જો તમે ગુસ્સો દૂર કરવા ઇચ્છતા હોવ તો તમારે રાઈના દાણા અને લાલ મરચા ને સાત વાર તમારા માથા ઉપરથી ઉતારવું થોડા દિવસમાં તમારા સ્વભાવ માં ફરક જોવા મળશે.લાલ મરચા, નિમક અને રાઈ વ્યક્તિ નાં માથા પરથી ઉતારી અને આગમાં નાખી દેવાથી  જણાવવામાં આવે છે કે, મરચું મંગળ રાઈ શનિ અને નિમક રાહુ નું પ્રતીક છે. એવામાં જો તમે આ ત્રણેયને માથા ઉપરથી ઉતારીને આગ માં નાખો છો તેનાથી નજરદોષ દૂર થાય છે. ધ્યાન રહે કે, આ ત્રણેય ને આગ માં નાખ્યા બાદ તીખી સુગંધ આવે તો નજર દોષ છે એવું સમજવું.જો તમારા પરિવારમાં કોઈ સભ્ય વધારે ચીડ ચીડુ હોય અને નાની નાની વાત પર ગુસ્સો કરતું હોય તો તેના ઉપરથી રાય અને મરચું ઉતારવી ને આગમાં નાખી દેવા એવું કરવાથી તેના સ્વભાવમાં પરિવર્તન જોવા મળશે.

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *