રામાયણમાં પણ આ વાતનો ઉલ્લેખ છે કે, આ ચાર લોકોનો ક્યારેય પણ વિશ્વાસ કરવો નહીં, તેનાથી હંમેશા દૂર રહેવું

જીવનને સુખ અને શાંતિથી પસાર કરવા માટે આપણા ધર્મગ્રંથો તેમાં એક મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. તેમાં ઘણી વાતો જણાવવામાં આવી છે રામાયણ ની જ વાત લઈએ તો તેની દરેક ચોપાઈ માં એક મહત્વનું જ્ઞાન છુપાયેલું છે એક ચોપાઈ માં જણાવવામાં આવ્યું છે કે, આ ચાર લોકો વિશે જણાવવામાં આવ્યું છે કે, જેનાથી આપણે દૂર રહેવું જોઈએ. જો તમે આ લોકોની નજીક રહો છો તો પરેશાનીઓ તમારો પીછો છોડશે નહીં.
મૂર્ખ સેવક
રામાયણ અનુસાર મુર્ખ સેવક ને ઘરમાં રાખવો જોઈએ નહીં. તે તમને ગમે ત્યારે નુકસાન પહોંચાડી શકે છે. મૂર્ખ હોવાને કારણે તેને ક્યારે શું બોલવું તેની જ્ઞાન હોતું નથી. તે પોતાની મૂર્ખતા નું પ્રદર્શન કરીને તમારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકે છે. તેના દ્વારા ક્યારે ક્યારે કઈ જગ્યાએ શું થઈ જાય તે કહી શકાતું નથી. તેથી તેવા લોકોથી દૂર રહેવું ફાયદાકારક રહે છે.
કંજૂસ રાજા
રામાયણ મુજબ આપણે કંજૂસ રાજા થી દૂર રહેવું જોઈએ તેનું કારણ એ છે કે, કંજૂસ વ્યક્તિ પોતાનાં ધનને બચાવવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે પછી તેને કોઈ ચિંતા નથી હોતી કે સામેવાળાને તેનાં કારણે કેટલું નુકસાન થઈ શકે છે. માટે કંજૂસ રાજા કે કંજૂસ વ્યક્તિથી દૂર રહેવામાં જ ફાયદો છે.
કડવા વેણ કહેનાર સ્ત્રી
રામાયણ અનુસાર આપણે કડવા વેણ બોલનાર સ્ત્રીથી દૂર રહેવું જોઈએ. આ પ્રકારની સ્ત્રીઓ પરિવાર ની મર્યાદા અને સન્માન ને નુકસાન પહોંચાડી શકે છે. તેમને બસ પોતાના સુખ સુવિધા થી જ મતલબ હોય છે પછી પરિવાર ભલે ગમે તેટલું દુઃખી થાય તેનાથી તેને કોઈ ફરક પડતો નથી. તેથી તમારે આ પ્રકારની સ્ત્રી સાથે કોઈ સબંધ રાખવો જોઈએ નહીં. તેમાં જ કુળ ની ભલાઈ છે.
કપટી મિત્ર
રામાયણ માં કહે છે કે, આપણે જીવનમાં કપટી મિત્રોની મિત્રતા રાખવી જોઇએ નહિં. કપટી મિત્ર એ હોય છે કે જે સુખમાં તમારો ભરપૂર સાથ આપે છે પરંતુ દુઃખ નાં સમયે તે તમારાથી દૂરી બનાવી લે છે. કપટી મિત્ર પોતાના ફાયદા માટે તમને નુકસાન પહોંચાડી શકે છે. તેની સાથે રહેવાથી તમારા પર મુશ્કેલીઓનો ખતરો હંમેશા બની રહે છે તેથી એવા મિત્રોની મિત્રતા ના કરવી જોઈએ. આશા રાખીએ છીએ કે, તમે રામાયણ માંથી જણાવવામાં આવેલ આ વાતોને તમારા અંગત જીવનમાં અવશ્ય અનુસરશો.