રાશિફળ ૧ માર્ચ ૨૦૨૧ : શિવજીની કૃપાથી આ ૪ રાશિનાં લોકો ની મનોકામના થશે પૂર્ણ

મેષ રાશિ
માતા-પિતાનાં કોઈ નિર્ણય થી આજે આપને લાભ થશે. કોઈ સારા સમાચાર મનની શાંતિ આપશે. યુવાનો માટે સફળતાનાં નવા માર્ગો ખુલી શકે છે. બાળકો સાથે થોડો સમય વિતાવવાની તક મળશે. આ સમય દરમિયાન તમારું કોઈ કામ સફળ થતું જોવા મળશે. જેનાં કારણે મનમાં નવી ઉર્જા ઉત્પન્ન થશે. તમારું વર્તન તમારા વ્યક્તિત્વને નિખારશે. કોઈ સંત પુરુષ નાં દર્શન શક્ય છે. વ્યવસાય અને પરિવાર વચ્ચે સુમેળ રહેશે.
વૃષભ રાશિ
આજે વિરોધીઓથી સાવધાન રહેવું. તેઓ તમારા વિરુદ્ધ કાવતરું કરી શકે છે. લવમેટ સાથે તમે ફરવા જવાનો પ્લાન બનાવી શકશો. જો તમે કેટલાક દિવસોથી પેટની બીમારીથી પરેશાન હશો તો આજે તમને તે સમસ્યાથી રાહત મળશે. વિવાહિત જીવન સારું રહેશે. પરંતુ પ્રેમ જીવન જીવતા લોકોને થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. મહેનતનું ફળ સંપૂર્ણ રીતે પ્રાપ્ત થશે. નોકરી કરતા લોકોએ તેમનાં સહકર્મચારીઓ સાથે સંબંધ સારો રાખવો. પ્રવાસનાં યોગ બને છે.
મિથુન રાશિ
આજે સ્વાસ્થય પ્રત્યે બેદરકાર ના રહો. શરીરથી આરામ રહેશે પરંતુ મનથી ખુબ કામ રહેશે. રોકાણ કર્યું હોય તેમાં ક્ષણીક લાભ થવાનો આનંદ મળશે. નાના પાયે વ્યવસાય કરનારા લોકોને મોટો ફાયદો થશે. લવમેટ માટે આજનો દિવસ સંબંધોમાં મધુરતા માં વધારો થશે. જે લોકો પ્રોપર્ટીનો વ્યવસાય કરે છે તેમને જમીનથી ફાયદો થઈ શકે છે. તમારા રોકાયેલા કેટલાક કામો આ સમયે ફરીથી પાટા પર ચડી શકે છે. ઘર પરિવારમાં આનંદ રહેશે.
કર્ક રાશિ
વ્યાપારમાં વૃદ્ધિ થશે. પ્રેમ જીવન જીવનારાઓને પણ સારા પરિણામો મળશે. કોઈ નવા સોદા માં પૈસા રોકવા જઈ રહ્યા છો તો કોઈ અનુભવી વ્યક્તિ ની સલાહ જરૂર લેવી. ભાઈ બહેનો નો સાથ મળી રહેશે. આવકમાં વધારો થશે. નોકરીમાં બદલી થઈ શકે છે. આત્મસમ્માન વધશે. સંતાન તરફથી સારા સમાચાર મળશે. પારિવારિક કામમાં ઘસારો રહેશે.
સિંહ રાશી
સિંહ રાશિવાળા લોકોને આજે બિનજરૂરી માનસિક ચિંતાઓ રહેશે. તમે તમારા વિચારેલા કાર્યો ઝડપથી પૂરા કરી શકશો. જે લોકો વ્યાપાર કરે છે તેઓ તેમના વ્યાપાર ને વિસ્તૃત કરશે. તમારા કાર્યમાં તમારા માતા-પિતા તરફથી ટેકો પ્રાપ્ત મળશે. કોઈ જૂના મિત્ર સાથે લાંબા સમય બાદ સંપર્ક થવાથી મન આનંદિત રહેશે. તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખો.
કન્યા રાશિ
તમારા ખર્ચઓ તમને ચિંતિત કરી શકે છે. છતાંપણ તેમાંથી છુટકારો મેળવવાનો કોઈ રસ્તો શોધી શકશો. આર્થિક રીતે આજનો દિવસ સારો રહેશે. ઊંડા વિચારોથી કોઈ સમસ્યાનો ઉકેલ કરી શકશો. ખૂબ જ વ્યસ્ત રહેવાના કારણે માનસિક થાક અનુભવશો. પ્રેમ જીવન સારું રહેશે અને દામ્પત્ય જીવનમાં તણાવ વધશે.
તુલા રાશિ
આજે તમને તમારા જીવનસાથીનો સહયોગ મળશે. સામાજિક કાર્યોથી લાભ મળશે. મોટી સંપત્તિ નો સોદો ફાયદાકારક રહેશે. તમારી સમજ અને અનુભવથી ભાગ્યની ઉન્નતિ થશે. વ્યવસાયિક મુસાફરી સફળ રહેશે. પ્રિયજનો સાથે ફોન માં વાત-ચીત થવાથી આનંદ રહેશે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. આજે એકલતા થી બચવા માટે ખોટી વ્યક્તિ નો સહારો ના લેવો.
વૃશ્ચિક રાશિ
આજે તમારું સ્વાસ્થ્ય નબળું રહી શકે છે. તેથી સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાની જરૂર રહેશે. દિવસની શરૂઆતમાં સ્વભાવ ગરમ રહેશે. નિત્ય કાર્યમાં પરિવર્તન આવશે. તમારા નજીકનાં લોકો થી આજે છેતરપિંડી થવાની સંભાવના છે. સાવધાન રહેવું. ભાગ્યનો સાથ મળવાથી ધનલાભ થશે. બીજાનાં ઝઘડાઓમાં ના પડવું ફસાઈ જશો. નોકરિયાત લોકોને કામનો બોજ રહેશે. આજે વિવાહિત જીવનમાં તણાવ આવે નહી તેનું દયાન રાખવું.
ધન રાશિ
ધન રાશિવાળા લોકો ને આજે કોઈની પણ સાથે દલીલ ના કરવામાં ફાયદો રહેશે. જે લોકો લેખક છે તેમના વિચારોનું આજે સમ્માન થશે. તમારા લેખનની દરેક જગ્યાએ પ્રશંસા થશે. આજે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવું તમારા માટે ફાયદાકારક સાબિત થશે. મનમાં શાંતિ રહેશે. તો કોઈ વાતને લઈને તણાવ પણ રહી શકે છે. ધ્યાન અને યોગ માં તમારું મન લગાવવું. ટૂંકા સમયમાં કાર્ય પૂર્ણ કરવાનો પ્રયાસ સફળ રહેશે. આજે કોઈ અસહાય વ્યક્તિની મદદ જરૂર કરવી.
મકર રાશિ
આજનો દિવસ તમારા માટે મિશ્ર અસરવાળો રહેશે. જો તમે થોડા દિવસોથી કોઈ વાતને લઈને ચિંતત છો તો તેને તમારા જીવનસાથી સાથે શેયર કરો. તમારા મનને શાંતિ મળશે. તમારે આજે કોઈપણ પેપર ને લગતી કામગીરી માં સાવચેત રહેવું જોઈએ. ખર્ચમાં વધારો થશે જે તમારી ચિંતામાં વધારો કરશે. પરંતુ આવક વધવાની પણ શરૂઆત થશે જેથી તમને ખુશી મળશે. પ્રેમ-પ્રસંગમાં સાવચેત રહેવું. નહિતર માન-સન્માનને હાનિ પહોંચી શકે છે. વ્યવસાયની અડચણો દૂર થઈને વ્યવસાયમાં કાર્યસિદ્ધિ મળશે.
કુંભ રાશિ
આજે તમારા પ્રિયજનો સાથે તમે આનંદમાં રહેશો. મિત્રો તરફથી લાભની સંભાવના પ્રબળ રહેશે. જેઓ ફેશન ડિઝાઈનર છે તેઓને આજે કોઈ મોટા ફંકશનમાં જવાની તક મળશે. કોઈ પણ સારા સમાચાર તમારા મનને ખુશ કરશે. ધાર્મિક લાભ થશે. ધંધાકીય મુસાફરી અને જમીન રોકાણમાં ફાયદો રહેશે. નોકરીમાં પ્રગતી થવાની પૂરી સંભાવના છે. વિવાહિત જીવનમાં સંબંધો સારા રહેશે.
મીન રાશિ
આજે ધાર્મિક કાર્યોથી માન સન્માન વધશે. વ્યવસાયમાં સારી વૃદ્ધિ નાં યોગ બની રહ્યા છે. તમને સફળતા જરૂર મળશે. જે લોકો પ્રાઇવેટ કંપનીમાં જોબ કરી રહ્યા છે તેમને આજે તેમના બોશ તરફથી પ્રશંસા મળશે. દાંપત્યજીવનમાં પ્રેમ વધશે અને પ્રેમ જીવન જીવતા લોકોને થોડી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તમારી રહેણીકરણી સિવાય તમારા વર્તન પર પણ ધ્યાન આપવું. ઘણા લોકો તમારાથી નારાજ છે. રોકાયેલા નાણાં પ્રયાસ કરવા પર પ્રાપ્ત થશે.