રાશિફળ ૧૧ ડિસેમ્બર ૨૦૨૦ : આ ૫ રાશિઓનાં જાતકો ને થશે વિશેષ ધનલાભ જાણો તમારી રાશી વિશે

રાશિફળ ૧૧ ડિસેમ્બર ૨૦૨૦ : આ ૫ રાશિઓનાં જાતકો ને થશે વિશેષ ધનલાભ જાણો તમારી રાશી વિશે

મેષ રાશિ

તમારા કાર્ય ક્ષેત્ર પર જવાબદારીઓનો ભાર રહેશે. સંતાનસુખ પ્રાપ્ત થશે. ખર્ચ અને  કરજનાં કારણે આજે તમારી ચિંતામાં વધારો થશે તેથી સમજી-વિચારીને કાર્ય કરવું. બિનજરૂરી ખર્ચાઓ કરવાથી બચવું. આજે વિદ્યાર્થીઓએ તેનાં અભ્યાસમાં વિશેષ ધ્યાન આપવું પડશે. નકામા ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું. વેપારીઓ માટે આજનો દિવસ સારો રહેશે. બિઝનેસ પાર્ટનર ની મદદથી આવકનાં નવા સ્રોતો પ્રાપ્ત થશે.

વૃષભ રાશિ

કારકિર્દીની દ્રષ્ટિએ આજનો દિવસ શુભ રહેશે. એવા વ્યક્તિની પસંદગી કરવી જે તમારી ઇજ્જત કરે અને તમને ખુશ રાખી શકે. કોઈ મોંઘી વસ્તુ ખરીદવા માટે પૈસા ખર્ચ થશે. ઓફિસમાં કોઈ સાથે વાત કરતી વખતે તમારી વાણી પર નિયંત્રણ રાખવું જરૂરી છે. તમારા સંતાન તરફથી શુભ સમાચાર મળશે. આર્થિક પરેશાનીઓ દૂર થશે.

મિથુન રાશિ

આજે વેપારીઓને ખૂબ જ ધન લાભ થશે અને નોકરીમાં અધિકારીઓ વર્ગ તરફથી સહયોગ મળશે. તમારા કાર્યમાં ઉત્સાહ રહેશે. લાંબા સમયથી લીધેલું કરજ આજે ભરપાઈ થઈ શકશે. રોકાણ કરવા માટે આજનો દિવસ ઉત્તમ છે. સ્વાસ્થ્ય સારું રહેશે. મન ને નકારાત્મક વિચારોથી દૂર રાખવું. કોઈ દુર્ઘટનાને કારણે વા પડવા-વાગવાથી સંભાળવું.

કર્ક રાશિ

આજે કોઇ મહત્વપૂર્ણ કાર્ય કરતી વખતે અનુભવી ની સલાહ લેવી યોગ્ય રહેશે. વિદ્યાર્થીઓ ને તેનાં મહેનતનું પરિણામ પ્રાપ્ત થશે. બેરોજગારોને યોગ્ય નોકરી પ્રાપ્ત થશે. તમારા ભાઈ-બહેનો અને સંબંધીઓ તરફથી સહયોગ મળશે. અગાઉ કરેલા રોકાણમાંથી ફાયદો થશે. વેપારમાં આજે વિશેષ ધનલાભ થશે. આજે તાજગીનો અનુભવ મહેસૂસ કરશો. તમારા જીવનમાં પ્રેમ લગ્ન થવાના યોગ પણ બની રહ્યા છે.

સિંહ રાશિ

વેપારમાં વૃદ્ધિ નાં યોગ બની રહ્યા છે જેના કારણે વિશેષ ધનલાભ પ્રાપ્ત થશે. પૂજાપાઠમાં થી મન પ્રસન્ન રહેશે. મિત્રો સાથે સારો સમય વ્યતીત કરી શકશો. વિદ્યાર્થીઓને અપેક્ષા પ્રમાણે પરિણામ પ્રાપ્ત થશે. કોઈ તરફ આકર્ષિત થઇ શકો છો. આજે તમારા દરેક કાર્ય પર ફોકસ કરવાની વિશેષ જરૂર છે. કોઈપણ નિર્ણય લેતી વખતે ઉતાવળ ન કરવી.

કન્યા રાશિ

આજે તમારા મિત્રો સાથે વ્યવહાર કરતી વખતે સંયમ રાખવો. આવકમાં વૃદ્ધિ થવાથી તમે હર્ષ અનુભવશો. આજે તમારા પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થશે. મિત્રો સાથે કોઈ યાત્રા પર જઈ શકો છો. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. તમારા પરિવારના લોકો તરફથી સહયોગ મળશે. દાંપત્યજીવનમાં આજે મધુરતા રહેશે. પરિવારનાં દરેક સભ્યો સાથે તાલમેલ જળવાઈ રહેશે.

તુલા રાશિ

તમારી રુચિ માં પરિવર્તન આવશે. તમારા કાર્યોમાં નવા વિચારથી સરળતા રહેશે. તમારા દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે. આજે તમારા ગુસ્સા પર કાબુ રાખવાની જરૂર છે અન્યથા નુકસાન થઈ શકે છે. સહકર્મચારી સાથે પ્રેમ સંબંધની શરૂઆત થઇ શકે છે. સારા કાર્ય માટે અવસરો મળશે. તમે કોઈ નવું કાર્ય કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તેમાં સફળતા મળશે. તણાવ દૂર થશે. આજનો દિવસ આનંદમાં પસાર થશે.

વૃશ્ચિક રાશિ

વેપાર માટે આજનો દિવસ સામાન્ય રહેશે. જૂના મિત્રો અને સંબંધીઓની સાથે મુલાકાત થશે. ઘરનું વાતાવરણ આનંદ દાયક રહેશે. આજે તમારા મિત્રો સાથે સમય પસાર કરશો અને નવી યોજનાઓને લઈને મન ખૂબ આનંદમાં રહેશે. દાંપત્યજીવનમાં મધુરતા રહેશે. વેપારમાં નવા લોકોની મુલાકાત થવાથી ભવિષ્યમાં ફાયદો થશે. આજે તમારા દ્વારા કરવામાં આવેલ કાર્યથી યશ અને કીર્તિ મળશે.

ધન રાશિ

સખત મહેનત બાદ આજે સફળતા પ્રાપ્ત થશે. તમારા પરિવારનાં સભ્યો તરફથી સહયોગ પ્રાપ્ત થશે. કોઈ યાત્રા પર જઈ શકો છો. કોઇ સંબંધીના આગમનથી તમારા આયોજનમાં ફેરફાર થઈ શકે છે. તમારા કાર્યસ્થળ પર કર્મચારીઓ સાથે વિવાદ થઈ શકે છે. વિદ્યાર્થીઓએ પોતાનાં અભ્યાસમાં ખૂબ જ મહેનત કરવી પડશે. સુખ-સુવિધા નાં સાધનો પર જરૂરતથી વધારે ખર્ચ ન કરવો. સ્વાસ્થ્ય અંગે સાવચેત રહેવું.

મકર રાશિ

આજે તમારા સહકર્મચારીઓ સાથે સંઘર્ષ થઈ શકે છે. દાંપત્ય જીવનમાં આજનો દિવસ સારો રહેશે. વેપારમાં સફળતા મળશે. પરિવારનાં વડીલ કોઈ વાતને લઈને નારાજ થઈ શકે છે. પ્રેમ જીવનમાં આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. કામની બાબતમાં આજે તમારે સાવધાન રહેવાની જરૂર છે. કોઈ મિત્ર તમારી કોઈ વાતનું ખરાબ લગાડી શકે છે.

કુંભ રાશિ

આજે તમારું મન આધ્યાત્મિકતામાં તરફ વળશે. આધ્યાત્મિક જીવનમાં આગળ વધવાથી તમને આનંદ અને શાંતિ પ્રાપ્ત થશે. તમે કોઈ લાંબી મુસાફરી પર જઈ શકો છો. આજે સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહેશો. પરિવારના કોઈ સભ્યને આર્થિક મદદ કરી શકશો. આત્મવિશ્વાસમાં વધારો થશે. ધીરજ અને સંયમ રાખવાથી સફળતા પ્રાપ્ત થશે. પરિવાર ની સમસ્યા દૂર થશે. આજે તમારા માટે તમે સમય ફાળવી શકશો.

મીન રાશિ

આજે તમારો મૂડ રોમાન્ટિક રહેશે. કોઈ યાત્રા પર જવાના સંકેતો મળી રહ્યા છે. આજે બિઝનેસમાં ધનલાભ થશે. તમારા પરિવારના સભ્યો તરફથી સહયોગ મળશે. વડીલોના આશીર્વાદથી સફળતા મળશે. તમારા ઉપરી અધિકારીઓ તમારા તરફ વધારે અપેક્ષા રાખશે. કોઈ નવા પ્રોજેક્ટ માં પૈસા રોકવા માટે આજે પ્લાનિંગ કરીને આગળ વધવું. ઘરના નાના સભ્યોના કારણે મુશ્કેલી આવી શકે છે. તમારી કલાત્મક શક્તિમાં વૃદ્ધિ થશે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *