રાશિફળ : ૧ ડિસેમ્બર ૨૦૨૦ આજે આ ૪ રાશીનાં જાતકો ને ભાગ્ય નો પુરેપુરો સાથ મળશે, ધન લાભ થશે

મેષ રાશિ
આજે કોઈ વાતથી તમારું મન ખૂબ પ્રસન્ન રહેશે. વ્યક્તિગત જાણકારી કે રહસ્ય કોઈને કહેવું નહીં. સંતાનનાં દાયિત્વ ની પૂર્તિ થશે. મહત્વકાંક્ષા માં વૃદ્ધિ થશે. વધારે ભાગદોડ રહેશે. ખર્ચમાં વધારો થશે. પરિવારમાં કોઈ વાતને લઇને તણાવની સ્થિતિ ઉત્પન્ન થશે. સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહેવું. આજ તમારી પ્રિય વ્યક્તિ તમારી સાથે સમય પસાર કરવાની અને તમારા પાસેથી કોઈ ઉપહાર મેળવાની આશા રાખશે. નાના ભાઈ બહેન અને સહકર્મચારીઓ નો પુરો સહયોગ મળશે.
વૃષભ રાશિ
આજનાં દિવસે તમે કામમાંથી સમય નીકાળી ને થોડો આરામ કરશો. અને કંઈક એવું કરશો કે જેમાં તમને રુચિ હોય. વેપારમાં લાંબા સમયથી અટકેલ કોઈ કાર્ય પૂર્ણ થઇ શકશે. જેનાં લીધે તમને ખુબ જ શાંતિ મળશે. અને જલ્દી જ તેનો ફાયદો પણ મળશે. ભોજનમાં તળેલા પદાર્થોથી બચવું. પ્રેમ સંબંધમાં આજનો દિવસ સામાન્ય રહેશે. સ્વાસ્થ્ય અંગે સાવધાની રાખવી.
મિથુન રાશિ
આજે તમે દરેક પ્રકારનાં જૂના કર્જમાંથી મુક્તિ થઇ શકશો. આર્થિક પક્ષ મજબૂત રહેશે. ઘર ઉપયોગી વસ્તુઓ માં વૃદ્ધિ થશે. હકારાત્મક વિચારો સાથે આગળ વધવાથી કાર્ય સરળતાથી થઈ શકશે. પરિવારમાં કોઈ સભ્યને કારણે તણાવ રહેશે. ધીરજ રાખી અને બીજાની વાત સાંભળશો તો ગેરસમજણ થશે નહીં. કાર્યક્ષેત્રમાં પરિસ્થિતિ તમારા પક્ષમાં રહેશે. આજનો દિવસ સામાન્ય રહેશે.
કર્ક રાશિ
જમીન અને સંપત્તિ નાં વેચાણથી ફાયદો થશે. વારસાગત મિલકત મળવાના યોગ છે. આજનાં દિવસ ની શરૂઆત તમારા માટે ખૂબ સારી રહેશે. આજે તમે સવારથી જ તાજગી અનુભવશો. વિદ્યાર્થી વર્ગ અભ્યાસમાં સારું પ્રદર્શન કરી શકશે. તમારા જીવનસાથી સાથે જીદ ના કરવી. અવિવાહિત લોકોને લગ્ન માટેનો પ્રસ્તાવ આવી શકે છે. સંતાન પ્રત્યે ચિંતા રહેવાથી મન ઉદાસ રહેશે. માર્કેટિંગ અને સેલ્સ ની જોબ કરનાર લોકો માટે આજનો દિવસ ખૂબ શુભ રહેશે.
સિંહ રાશિ
આજે પરિવારનાં કામ માટે બહાર જવાનું થશે. જો આજે તમે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લો છો તો સમજી-વિચારીને નિર્ણય લેવો. સકારાત્મક અને નકારાત્મક બંને પાસાઓ ને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો. આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. પહેલે થી કરેલા રોકાણમાંથી લાભ થવાના યોગ છે. તમારા મહેનત નાં લીધે આજે દરેક કાર્ય સફળ થશે. યાત્રા આનંદમય રહેશે.
કન્યા રાશિ
આજે સાહિત્ય કે અન્ય સર્જનાત્મક કાર્યમાં તમારી રુચિ વધશે. આજે આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. તમારી આવકમાં વધારો થશે. પરિવારનાં સભ્યો સાથે મનોરંજક યાત્રા પર જઈ શકશો. અચાનક થી ફાયદો થશે. વિદ્યાર્થીઓને વધારે મહેનત કરવી પડશે. મહેનત કર્યા બાદ તમને ચોક્કસ સફળતા મળશે. સ્વાસ્થ્ય સંબંધી પરેશાની આવી શકે છે.
તુલા રાશિ
આજે તમારે પોતાની જાત પર કાબૂ રાખવો જરૂરી છે. માતા-પિતાનાં સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવું. કામકાજ ની બાબતે આજનો દિવસ મિશ્રિત રહેશે. નોકરિયાત વર્ગે સંભાળીને રહેવું. ધીરજ અને સંયમ પૂર્વક કાર્ય કરવું. પ્રેમ સંબંધમાં આજનો દિવસ સારો રહેશે. તમારી પ્રગતી નાં લીધે ઘણા લોકો તમારી ઈર્ષ્યા કરશે. તે તમારા માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. સાસરા પક્ષના કોઇ આયોજનમાં ભાગ લેશો.
વૃશ્ચિક રાશિ
આજે તમારું મન ખૂબ પ્રસન્ન રહેશે. હિલ સ્ટેશન પર જવાનું આયોજન થશે. આજે તમને તમારી યોગ્યતા સાબિત કરવાનો મોકો મળશે અને તેમાં તમારી પ્રશંસા થશે. સમાજમાં માન પ્રતિષ્ઠામાં વધારો થશે. ધનલાભ થશે. સાથે જ તમારી પ્રગતિ નાં પણ યોગ છે, કોર્ટ-કચેરી ની બાબત થી દૂર રહેવું. સંતાન નાં અભ્યાસને લઈને ચિંતા થશે. મિત્રો સાથે બહાર જવાથી તમારું મન પ્રસન્ન રહેશે.
ધન રાશિ
આજે તમારી નાણાકીય આવકમાં વધારો થશે. કાર્યક્ષેત્ર પર કોઈ સાથે મતભેદ થઇ શકેછે. પરિવાર નાં લોકોનો સહયોગ મળશે. પરિવાર સાથે બહાર જવાનું આયોજન થઈ શકે છે. વિવાદ થી બચવું. તમારા દરેક કાર્યો પૂર્ણ થશે. આજનો દિવસ તમારા માટે સુખમય રહેશે. તમારા જીવનસાથી સાથે સમય પસાર કરીને તમને ખૂબ સારું લાગશે. ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થશે.
મકર રાશિ
આજે આવેલી કોઈ ઓફર પર સાવધાની થી વિચાર કરીને આગળ વધવું. પ્રેમ સંબંધ માટે આજનો દિવસ સારો રહેશે. વેપારમાં નવા સંબંધો થી ફાયદો થશે. અધૂરા કાર્ય પૂર્ણ થશે. દાંપત્યજીવનમાં મધુરતા રહેશે. અને સંતાન તરફથી સુખદ સમાચાર પ્રાપ્ત થશે. સંતાનસુખ પ્રાપ્ત થવાની સંભાવના છે. વડીલો એ આજે પોતાનાં સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું. નિયમિત યોગ પ્રાણાયમ દ્વારા તમારા વજનને કાબૂમાં રાખવાની જરૂર છે.
કુંભ રાશિ
આજે તમારી પ્રગતિ નાં નવા માર્ગો ખુલશે. કોઈને આપેલા ઉધાર નાણાં પરત આવશે. કાર્યક્ષેત્ર પર તમારો દ્રષ્ટિકોણ જટિલતા થી બચવામાં મદદ કરશે. કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા નાં યોગ છે. મનને નકારાત્મક વિચારોથી દૂર રાખવું. તમારા શત્રુઓ પર વિજય પ્રાપ્ત થશે. આજે તમને કોઇ યાત્રા માં જવા માટે આમંત્રણ આપી શકે છે. ખરાબ સમયે કોઈની મદદ કરી શકશો. માનસિક ચિંતામાં વધારો થઈ શકે છે.
મીન રાશિ
આજે તમે તમારું કરજ ચુકવવામાં સફળ રહેશો. સંબંધોમાં મધુરતા રહેશે. માન-સન્માન પ્રાપ્ત થશે. કોઈ સારા વ્યક્તિ સાથે તમારી મુલાકાત થશે. મનોરંજન કાર્યો પાછળ ખર્ચ થશે. અને આનંદની પ્રાપ્તિ થશે. આજે સાંજે કોઈ ભેટ કે ધન ની પ્રાપ્તિ થઇ શકે છે. જેનાં લીધે તમારું મન આનંદ અનુભવશે. કોઈ કાર્ય માટે વિચારીને નિર્ણય લઈ શકશો. દામ્પત્યજીવનમાં આનંદમાં વધારો થશે.