રાશિફળ ૧ નવેમ્બર ૨૦૨૦ : મહિના નાં પ્રથમ દિવસ થી આ ૬ રાશિ નાં જાતકો ને પ્રાપ્ત થશે સૂર્યદેવ નાં આશીર્વાદ

મેષ રાશિ :
આજે તમારી માટે આવક નાં નવા સ્રોતો ખુલશે. આધ્યાત્મિક ભાવના પ્રબળ થશે. વેપાર માં નવા આયોજન નો વિચાર આવશે. નોકરી માટે સારી એવી તક મળી રહશે. અનુમાન દ્વારા કરેલા કાર્ય માં નુકસાન થશે. તેથી કોઈપણ જગ્યા એ રોકાણ કરતા પહેલા સાવધાની રાખવી. એકાગ્રતા નાં અભાવ ને કારણે કોઈ ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું. તમારા થી અધિકારી વર્ગ નારાજ થઈ શકે છે. તમારી બેદરકારી નાં લીધે તમારા હાથ માં આવેલી તક જતી ના રહે તેનું ધ્યાન રાખવું. તમારા સ્વાસ્થ્ય નું વિશેષ ધ્યાન રાખવું
વૃષભ રાશી :
આજે કોઈ નાં પર વધારે ભરોસો ન કરવો. એકાગ્રતા માં વૃદ્ધિ થાય. પ્રેમ સંબંધ માં નિકટતા અનુભવો. આકસ્મિક ઘટના થી પરેશાની થાય. ખર્ચ ને પહોંચી વળવા નવા કાર્યો હાથમાં લેવા. શેર-સટ્ટા માં રોકાણ થી લાભ. બાળકો અંગે ની સમસ્યામાં દૂર થશે. દાંપત્યજીવન માં મધુરતા જણાશે. વ્યવસાય નાં કામકાજ માટે ભાગદોડ રહે. વેપારી લોકો ને આજે ખૂબ જ ફાયદો થશે.
મિથુન રાશિ :
શારિરીક-માનસિક સ્વસ્થતા અનુભવશો. એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમારા થી એવા વ્યક્તિ ને દુઃખ ના થાય કે જે તમારી સાથે લાગણી થી જોડાયેલ હોય. વેપાર ક્ષેત્રે સફળતા મળવાની સંભાવના. નવા નિર્ણય થી વ્યપાર માં વધારો થાય. બીજા નાં પ્રશ્નોમાં દખલ દેવા કરતાં તમારા કાર્યમાં ધ્યાન કેન્દ્રિત કરવું. નોકરિયાત વર્ગ ને પોતાનું કામ નિયમિત રીતે પૂરું કરવા માટે સમસ્યા નો સામનો કરવો પડે.
કર્ક રાશિ :
આજે તમારા ઉપરી અધિકારી તમારા થી ખુશ થશે. આજ નો દિવસ ધર્મ અને કર્મ માં વ્યતિત થશે. નાણાકીય લાભ મળશે. કોઈ સ્થાન જવાની યોજના બનશે વડીલ વર્ગ નાં સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેશે. યુવા વર્ગ ને માન-સન્માન અને પુરસ્કાર મળશે. નવા સંપર્કો ભાગ્યોદય માં મદદરૂપ થશે. કોઈ મહત્વ નાં કામ માં રુકાવટ આવવાથી પરેશાની માં વધારો થશે. વિદ્યાર્થી વર્ગ માટે સમય યોગ્ય નથી. સમાજ માં સન્માન મળશે. પરિવાર સાથે સારો સમય વિતાવી શકશો.
સિંહ રાશી :
આજે તમારે દિવસ દરમિયાન સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે. આ સમયે તમારા સપનાઓ પૂર્ણ કરવાનાં વિચારો ને વિસ્તૃત કરવા ને રચનાત્મક સપનાઓ ને પૂર્ણ કરવા માટેનો માર્ગ શોધવો. વિદ્યાર્થીઓ ને તેનાં અભ્યાસ માં સફળતા મળશે. સ્થાવર મિલકત માં લાભ થશે. સારા લોકો સાથે મુલાકાત થશે. તમારા સ્વભાવ માં જિદ્દીપણું રહેશે. નોકરી માં સાવધાની રાખવી. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે વિચાર લાભદાયી સાબિત થાય.
કન્યા રાશિ :
તમારા મિત્રો સંબંધી ઓ ને ભાઈ-બહેનો સાથે આનંદ કરી શકશો. કલાકાર વર્ગ ની કલાની પ્રશંસા કરવામાં આવશે. તમારા જીવનસાથી સાથે પ્રેમ વધશે. મિત્રો સાથે ફરવા જવાની યોજના બનશે. જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે. પિતા નાં સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેશે. વ્યવસાયિક ક્ષેત્રે તમારા લક્ષ્ય ને પૂર્ણ કરવા માટે તમારા પર દબાણ રહેશે. વિદ્યાર્થી વર્ગ માટે બધી બાબતો સરળતા થી પાર પડશે. તમારા ખર્ચ ને નિયંત્રણ કરી શકશો નહીં.
તુલા રાશિ :
કુટુંબ સાથે સામાજીક પ્રવૃતિઓ માં ભાગ લેવા માટે માનસિક દબાણ થઈ શકે છે. નફાકારક યોજના માં મૂડીરોકાણ માટે વિચાર આવશે. મિત્ર વર્ગ ની સહાયતા થી તમારા કામો સરળતા થી પાર પડશે. વાહન સંબંધિત કામ માટે સમય અનુકૂળ છે.આજે તમને માનસિક શાંતિ મળશે. તમારા વ્યવસાય નાં પરિણામો થી ખુશ થશો. પ્રેમ કરવા માટે અને મેળવવા માટે ની સ્વતંત્રતા રહેશે. તમારી લવ લાઈફ માં બધું સકારત્મક થતું લાગશે.
વૃશ્ચિક રાશિ :
પ્રેમ નાં દ્રષ્ટિકોણ થી એક અદભુત દિવસ છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ અને મજબૂત મનોબળ સાથે તમે કાર્ય સરળતા થી પૂર્ણ કરી શકશો. કૌટુંબિક જીવન વધુ સારું રહેશે. કારણ કે તમારા બાળકો ની સ્થિતિ માં સુધારણા ની ખાતરી થશે. તમારા મોટા ભાઈ બહેન તમારો સાથ આપશે. નાની નાની વાત પર ગુસ્સે થવાનું ટાળવું. તમારા સ્વાસ્થ્ય અંગે વિશેષ ધ્યાન આપવું. કાર્યક્ષેત્ર માં ઘણી નવી બાબતો નો સ્વીકાર કરવો પડશે. વિદ્યાર્થી ઓ માટે આજ નો દિવસ સારો રહેશે.
ઘનુ રાશિ :
નોકરી ની બાબતમાં અને આવક માં વૃદ્ધિ થી આનંદ અને સંતોષ મળશે. તમારો હાસ્યશીલ સ્વભાવ બીજા ને પ્રેરણા આપી શકશે. મિત્ર, પત્ની, પુત્ર તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થશે. ધંધા માં નવા ફાયદાકારક સોદા થઈ શકે છે. નોકરિયાત લોકો માટે દિવસ સારો રહેશે. દિવસ દરમિયાન તમે કોઈ વાત ને લઈને ચિંતા માં રહેશો.
મકર રાશિ :
આજે તમારા મનમાં ઘણા વિચારો ઊભા થશે. માન સન્માન ને હાનિ પહોંચશે. મોજશોખ પાછળ ખર્ચ થશે. જૂના મિત્રો સાથે થયેલી ગેરસમજ દૂર થશે. મીઠા વર્તન દ્વારા મનાવી શકશો. મિત્રો નાં સહકાર થી અટવાયેલા કામ પૂર્ણ થશે. આકસ્મિક લાભ થશે. તમારી મહેનત થી તમને ચોક્કસ સકારાત્મક પરિણામો મળશે. માતા-પિતા નાં સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેશે. કોઈ જૂની બીમારી પરેશાન કરી શકશે. કોઈ વાત ની મૂંઝવણ થઇ શકે છે.
કુંભ રાશિ :
આજ નાં દિવસે તમારા કરેલા આયોજન માં અંતિમ ક્ષણે બદલાવ આવી શકે છે. અતિશય પૈસા ખર્ચ થશે. ખાવા પીવા માં સંયમ રાખવો પડશે. નોકરિયાત વર્ગ ને પ્રમોશન મળી શકશે. પરિવાર માં કોઈ વાતને લઈને સમસ્યા ઉદ્ભભવશે. જવાબદારી નિભાવવા માં સમર્થ રહેશો. ઉતાવળ માં કોઇ નિર્ણય ન લેશો. જુના મિત્રો ને મળવાથી આનંદ થશે. જે વાત ગઈકાલ સુધી સમજાય ન હતી તે આજે ખૂબ સરળતાથી સમજાય જશે. બીમારી પાછળ પૈસા ખર્ચ થશે.
મીન રાશિ :
આજે તમારા કાર્યક્ષેત્ર માં પ્રગતિ નાં યોગ છે. દુશ્મનો થી સાવધાન રહેવું. કેટલીક પરિવારિક બાબતો માં મુશ્કેલી આવી શકે છે. ઇચ્છા ન હોવા છતાં કોઇ ને ઉધાર આપવું પડશે. તમારી કલાત્મકતા માં વૃદ્ધિ થશે. મનોરંજન પાછળ ખર્ચ થશે. વ્યક્તિગત રીતે કોઈ જોખમ ન લેવું. ઘર માં શાંતિ રહેશે. મિત્રો સાથે બહાર જવાનું આયોજન થશે.