રાશિફળ ૧૨ નવેમ્બર ૨૦૨૦ દિવાળી નાં બે દિવસ પહેલા આ રાશિનાં જાતકોનું ભાગ્ય થશે રોશન જાણો તમારું રાશિફળ

મેષ રાશિ
સમાજમાં પ્રતિષ્ઠા વધશે. ઘણા લોકો તમારી ખૂબ જ પ્રશંસા કરશે. પરિવાર નો માહોલ સુખદ રહેશે. જો તમે સાવધાની નહીં રાખો તો આગળ જઈને તમને તકલીફ થશે. અધિકારીઓ વર્ગથી પ્રશંસા મળશે. તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. સારા પરિણામ પ્રાપ્ત થશે. નોકરિયાત વર્ગ ને તેનાં ઉપરી અધિકારી સાથે સંબંધ જાળવી રાખવા. માનસિક તણાવ નો અનુભવ થશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.
વૃષભ રાશિ
કોઈ મોટી યોજનાઓ નો વિચાર જરૂર ધ્યાન કેન્દ્રિત કરશે. ભાગ્યમાં અવરોધ આવી શકે છે. કોઈ મહત્વપૂર્ણ અવસર મેળવવા માટે રાહ જોવી પડશે. ઈશ્વર ની ભક્તિ અને આધ્યાત્મિક ચિંતન આજે તમારા મનને શાંતિ પ્રદાન કરશે. મનમાં થી નકારાત્મક વિચારો દૂર રાખવા. એવી વ્યક્તિ નો સહયોગ પ્રાપ્ત થશે કે જેનાથી તમને આશા નથી. તમારા ચહેરા પર સ્માઈલ બની રહેશે.
મિથુન રાશિ
આજ તમને આર્થિક લાભ થશે. સંતાનો માટેની નવી યોજનાઓ ગતિ પૂર્વક પૂર્ણ થશે. તે તમારી મદદ કરશે અને તમે તેની મદદ કરી શકશો. વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી. દુર્ઘટના ની આશંકા છે. ભાગ્ય પ્રબળ હોવાથી કોઇ આર્થિક લાભ અને સ્વાસ્થ્યમાં સુધારો થશે. કોઈ કાનૂની ઉતાર-ચડાવ જોવા મળશે.
કર્ક રાશિ
આજે તમારા જીવનસાથી તમારી પરેશાની દૂર કરવામાં તમારી મદદ કરશે. વિનમ્રતા થી કામ લેવું જરૂરી છે. પૈસાનો અભાવ તમારા કામને બગાડશે તમારા જીવનસાથી સાથે મધુર સંબંધ રહેશે. મિત્રો સાથે બહાર ફરવા જવાનું કાર્યક્રમ થશે. ભાઈઓ સાથે સંબંધ સારા રહેશે. તમારા બાળકો શૈક્ષણિક બાબતમાં તમારી સલાહ ને પ્રાધાન્ય આપશે.
સિંહ રાશી
આજે તમારે જવાબદારીઓ નો બોજ વધશે. ખાનપાન માં બેદરકારી કરવાથી કષ્ટ સહન કરવું પડે. આર્થિક લાભ થશે. તમારા પરિવાર નાં લોકોનો સહયોગ મળશે. પિતાનાં સ્વાસ્થ્ય ને લઈને ચિંતા રહેશે. જીવન નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરવું, તો તમારા સપના પૂરા થઈ શકશે. પરિવાર નાં કોઈ સમારોહમાં ભાગ લઈને આનંદ અનુભવશો.
કન્યા રાશિ
આજે તમારો દિવસ રોકાણ કરવા માટે યોગ્ય નથી. આજે તમને તમારી યોગ્યતા વિકસિત કરવાનો મોકો મળી રહેશે. તમારા કામમાં મોકા નો પુરો ફાયદો ઉઠાવો. તમારા મન પર થી નકારાત્મક વિચારો કાઢી નાખવા. વેપાર માં નુકસાન થવાની શક્યતા છે. તેથી નુકસાન ને ટાળવા માટે હોશિયારી થી કાર્ય કરવું. કામ સરળતાથી થશે. કોઈ વસ્તુમાં રોકાણ કરતા પહેલા પૂરી જાણકારી લેવી.
તુલા રાશિ
આજે તમને મોટામાં મોટી સમસ્યા આવી શકે છે. તમારી ઘરેલું જિંદગી ને સુધારવા માટે તમારુ યોગદાન આપવું જરૂરી છે. આર્થિક રીતે દિવસ અનુકૂળ રહેશે. પ્રેમ સંબંધમાં કોઈ તકલીફ આવી શકે છે. મુસાફરીમાં આનંદ રહેશે. આજે તમારા પ્રયાસો નું ઉત્તમ ફળ મળશે. એ વાતની સાવધાની રાખવી કે કોઇની સાથે આર્થિક લેવડ-દેવડ કરવી નહિ. શત્રુઓ થી સતર્ક રહેવાની જરૂર છે.
વૃશ્ચિક રાશિ
વાહન ચલાવતી સમયે અકસ્માત ન થાય તેનો ખ્યાલ રાખવો. આજે મુસાફરી ના કરવી. આજે તમારા પર જવાબદારીઓ વધવાની છે. તમારા પરિવાર નું વર્તમાન સારું રહેશે. અને પરિવાર નાં લોકોને ખુશ રાખવા માટે પ્રયત્ન કરશો. તમારા પ્રયત્નોનું સારું ફળ મળશે. તમારે જે વસ્તુ કરવી હોય તે પૂરા મનથી કરવી. તમારા જીવનસાથી સાથે મતભેદ થવાની આશંકા છે.
ધનુ રાશિ
આર્થિક બાબતે દિવસ સામાન્ય રહેશે. મુસાફરી નાં યોગ છે. પરંતુ યાત્રામાં અવરોધ આવી શકે છે. કોઈ એવી જગ્યા પર રોકાણ ન કરવું. જેના પર તમને વિશ્વાસ ના હોય. મિત્રો અને સંબંધીઓ ની સાથે સમય પસાર થશે. વ્યવહારિક અને વ્યવસાયિક સંદર્ભમાં નવા અવસરો ઉપલબ્ધ થશે. વાહન ચલાવતી વખતે સાવધાન રહેવું. માનસિક સવ્સ્થતા અનુભવી શકશો.
મકર રાશિ
કોઈ વિશ્વસનીય વ્યક્તિ તરફથી નિરાશા મળશે. ઝંઝટ માં પડવું નહી. તમારી ભાવનાઓ ને સ્થિર રાખવી. નાણાંકીય આવક માં વધરો થશે. વ્યાપાર માટે દિવસ અનુકૂળ છે. આજે કોઈ નવી ડીલ ફાઇનલ ના કરવી. આજે તમારા આત્મવિશ્વાસ માં વધારો થશે. આજે કરેલા નિર્ણય નો આવનારા સમયમાં લાભ થશે.
કુંભ રાશિ
આજે તમારી અંદર નવી ઉર્જાનો સંચાર થશે. બીજા લોકો માટે જે કાર્ય અસંભવ હશે તે કરવા માટે તમારી જાતને તૈયાર કરશો. વાહન ચલાવતી વખતે સાવધાન રહેવું જરૂરી છે. કોઈ અપ્રિય ઘટના બનવાની આશંકા છે. પ્રેમ સંબંધ માં દિવસ સામાન્ય રહેશે. તમારી નકારાત્મક ભાવનાઓ માં વધારો થશે. મહિલાઓ માટે દિવસ સારો રહેશે. જૂની વાતો ભૂલી અને પરિવારમાં નો તણાવ દૂર કરવાનો પ્રયત્ન કરવો.
મીન રાશિ
આજનો દિવસ તમારા માટે લાભદાયી રહેશે. કોઈ વૃદ્ધ વ્યક્તિ તમારા સંબંધ માં ખટાસ પેદા કરી શકે છે. માતા-પિતા નાં આશીર્વાદ થી કામમાં સફળતા મળશે. સ્વાસ્થ્ય માં કમજોરી જણાશે. પ્રેમ સબંધ માં તમને આનંદ ની અનુભૂતિ થશે. તમારી વાણીમાં વિનમ્રતા રાખવી. તમારા કટુ વચનો ને લીધે પાછળ થી પસ્તાવું પડે. આર્થિક-સામાજિક અને પારિવારિક ક્ષેત્રો થી લાભ થવાની સંભાવના છે.