રાશિફળ ૧૩ નવેમ્બર ૨૦૨૦ આજે ધનતેરસ પર કુબેરજી ખુલશે ધરનો દ્વાર આ રાશિનાં જાતકો પર થશે ધનવર્ષા

રાશિફળ ૧૩ નવેમ્બર ૨૦૨૦ આજે ધનતેરસ પર કુબેરજી ખુલશે ધરનો દ્વાર આ રાશિનાં જાતકો પર થશે ધનવર્ષા

મેષ રાશિ

આજે કારકિર્દી અને અંગત સંબંધો માં સારી પ્રગતિ થશે. આર્થિક સ્થિતિ માં સુધારો થશે. પરિવાર માં સુખ-શાંતિ અને સૂકુન મહેસુસ થશે દાંપત્યજીવન અનુકૂળ રહેશે. કોઈ મોટા ખર્ચ ને પહોંચી વળવા વિશેષ પ્રયાસ કરવા પડશે. જો તમે ધન માં રોકાણ કરવા માંગતા હો તો આ સમય યોગ્ય છે. સોના-ચાંદી નાં આભૂષણ, હીરા, વસ્ત્ર વગેરે ખરીદવું શુભ રહેશે.

Advertisement

વૃષભ રાશિ

આજે બપોરે પછી કાર્યમાં પ્રગતિ થશે. ખર્ચાઓ પર કાબૂ રાખવો. કામની બાબતમાં તમને સારા પરિણામ મળશે. પરંતુ મહેનત કરવી પડશે. તમારા મન પર કાબૂ રાખવો. તમારું ધ્યાન કોઈ એવા પ્રસ્તાવ કે નિમંત્રણ પણ કેન્દ્રિત કરવું કે જે તમને તમારી જીવન ની ઘણી ચીજો બદલવા માં મદદ કરી શકે. વસ્તુઓ ની ખરીદી થી લાભ થશે. વસ્ત્ર અને સોનાની ખરીદી માટે ઉત્તમ દિવસ છે .

મિથુન રાશિ

આજે કોઇ સાથે વાદવિવાદ માં ન પડવું. જીવનસાથી સાથે પારિવારિક વિચાર-વિમર્શ થશે. તંદુરસ્તી નો ખ્યાલ રાખવું. આધ્યાત્મિક કાર્યમાં તમારું મન લાગેલું રહેશે. સંભવ છે કે તમારી કારકિર્દીમાં તમને કોઈ ઉપલબ્ધિ હાથ લાગી શકે છે. આજે તમારી વાણી પર નિયંત્રણ રાખવું. તમારા પ્રિય સંબંધીઓ ને દુઃખ ન લાગે તેનો ખ્યાલ રાખવો. આજે  ઇલેક્ટ્રોનિક સામાન ની ખરીદી કરવી ઉત્તમ રહેશે.

કર્ક રાશિ

વાહન અને મશીનરી નો પ્રયોગ કરતી વખતે સાવધાન રહેવું. તમને પ્રશંસા મળશે જેની તમે અપેક્ષા રાખી નહીં હોય. દાંપત્ય જીવન થોડું કમજોર રહેશે. જીવનસાથી સાથે કોઈ વાત ના લીધે વિવાદ થશે. તમે મહેનત થી જે કામ કર્યું હતું તેનું ફળ આજે મળશે. રોજગાર માં વૃદ્ધિ થવાની સંભાવના. રાજકારણ માં તમને જાણકારી મળશે. વસ્ત્ર અને આભૂષણ ની ખરીદી કરી શકો છો.

સિંહ રાશી

આજે તમને કોઇ ઇનામ મળી શકે છે. વિરોધીઓ થી સાવધાન રહેવું. કારકિર્દી સાથે સંકળાયેલા નિર્ણયો પોતે જ કરવા કરેલા નિર્ણય નો લાભ તમને પછીથી થશે. પરિવાર માં મિલકત ને લઈને વિવાદ થઈ શકે છે. તેનાથી બચવાનો પ્રયાસ કરવો. દાંપત્યજીવન ખુશનુમા રહેશે. તમારી વાણી પર નિયંત્રણ રાખવું જરૂરી છે. બીજાઓ ની બાબતમાં દખલ કરવાથી બચવું. મૂલ્યવાન ધાતુ થી લાભ મળી શકે છે.

કન્યા રાશિ

તમારા લાંબા સમય સુધી રોકાયેલા કામો આજે પૂર્ણ થશે. ગુસ્સો ના કરવો. યાદ રાખો ઠંડા દિમાગ થી પરિસ્થિતિ ને સાંભળી શકાય છે. તમારા કામ પર પૂરું ધ્યાન આપવું. અને તમારા ઉપરી અધિકારીઓ સાથે સંબંધો સાચવો. પરિવાર નાં વડીલો નું સન્માન કરવું. આજે કોઈ યાત્રા માં જવાના યોગ થઈ રહ્યા છે. યાત્રા તમારા માટે ફાયદામંદ સાબિત થશે. કોઈ આવશ્યક વસ્તુઓ ની ખરીદી કરવી હોય તો, તમારા પરિવાર નાં કોઈ સદસ્ય નાં નામથી કરવી.

તુલા રાશિ

 

આજે આર્થિક બાબત માં ખૂબ જ સાવધાની થી રાખવી. આજે તમે ખૂબ કોશિશ કરશો તો જ ખર્ચાઓ ને ટાળી શકશો. તમારા પર વિશ્વાસ બનાવી રાખો. આજે અધૂરું કામ શરૂ થવાની સંભાવના છે. દસ્તાવેજ માં સહી કરતા પહેલા ચકાસી લેવું. તમારી કાર્યપ્રણાલી માં પરિવર્તન કરવાનું વિચારવું. દાંપત્ય જીવન સુખદ રહેશે. પ્રેમ સંબંધ માં સારા પરિણામો મળશે. આકસ્મિક ખર્ચ થવાની સંભાવના છે.

વૃશ્ચિક રાશિ

ભાગ્ય તમને સાથ આપશે. તમારા વિરોધીઓ સક્રિય રહેશે. ખર્ચઓ થશે. મિત્રો નો સહયોગ મળી રહેશે. વાહન ચલાવતી વખતે સાવધાન રહેવું. વાદ-વિવાદ થી દૂર રહેવું. દુર્ઘટના ની આશંકા છે. સંભાળી ને પોતાનું કાર્ય કરવું. આજ કોઇ નાની-મોટી દાવત માં ભાગ લેવાનો અવસર મળી શકે છે. તમારા સંબંધો મજબૂત થશે. ગુસ્સા થી બચવું. જમીન, ઘર વગેરેનો સોદો કરવા માટેનો ઉત્તમ દિવસ છે.

ધનુ રાશિ

આ રાશિ નાં જાતકો આજે પોતાનાં જીવનસાથી સાથે રોમેન્ટિક દિવસ વિતાવી શકશે. કાનૂની વાદવિવાદો થી સાવધાન રહેવું. કોઈ નવો વિવાદ થઈ શકે છે. મહેનત કરવાથી જ લાભ મળશે. તેથી પ્રયાસ કરતા રહેવા. તમને જીવનનાં દરેક મોડ પર સફળતા મળશે. નાણાકીય લેવડદેવડ માં કાળજી રાખવી. તાંબુ, પિત્તળ નાં વાસણો ખરીદવા માટે ઉત્તમ દિવસ છે.

મકર રાશિ

વિવાહિત લોકો આજનાં દિવસે તમારી જવાબદારી માં વ્યસ્ત રહેશો. સરકારી લોકો પાસેથી કામ કઢાવવું આજે ખૂબ સરળ રહેશે. નોકરિયાત વર્ગને અધિકારી વર્ગ તરફથી પ્રશંસા પ્રાપ્ત થશે. નવા લોકો નો પરિચય થવાથી લાભ થશે. ધનલાભ થશે. સ્વાસ્થ્ય માટે બેદરકાર રહેવું નહી. સોના-ચાંદી નાં આભૂષણ ખરીદી માટે ઉત્તમ દિવસ છે. આજે કોઈ જૂની વસ્તુ ખરીદવા થી બચવું.

કુંભ રાશિ

આજે તમારા વડીલો નાં આશીર્વાદ પ્રાપ્ત થશે. આજે સ્થાનીય ભાગદોડ રહેશે. પણ મુસાફરી નો કાર્યક્રમ મોકૂફ રાખવો ઉચિત રહેશે. વ્યાપારીઓ ને આજે ધનલાભ થશે. કામકાજ માં ગતિશીલતા લાવવા માટે તમારે તેજ ગતિ થી નિર્ણય લેવા પડશે. મિલકત સાથે જોડાયેલા કાર્યો પૂર્ણ થશે. અને તેમાં તમને લાભ થશે. નાના ભાઈ બહેન નો સહયોગ મળશે. જમીન, મકાન, પ્લોટ વગેરે ખરીદવા માટે ઉત્તમ દિવસ છે.

મીન રાશિ

આજે તમારા કાર્યોની પ્રશંસા થશે. સાથમાં તમે કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી શકશો.ભાગ્ય  તમને સાથ આપશે. થોડી મહેનત કરવાથી કાર્ય માં સફળતા મળશે. અને પ્રતિષ્ઠા પણ મળશે. રોકાણ કરવા અથવા સ્થિર સંપત્તિ વિશે કોઈ નિર્ણય લેતા પહેલાં અનુભવી લોકો અને પરિવારજનો ની સાથે વિચાર વિમર્શ કરી લેવું. જે લોકો તમારી સાથે ભાવનાત્મક રૂપથી જોડાયેલા છે. તમારી મદદ કરશે બાળકો ને પ્રસન્નતાના સ્ત્રોત મળશે. કોમ્પ્યુટર વાસણ વગેરે ખરીદી શકો છો.

Advertisement

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *