રાશિ ફળ ૧૫ નવેમ્બર ૨૦૨૦ રવિવાર નાં આ પાંચ રાશિઓ નાં જાતક ની બદલશે કિસ્મત, આર્થિક સ્થિતિ સુધરવા નાં બની રહ્યા છે યોગ

રાશિ ફળ ૧૫ નવેમ્બર ૨૦૨૦ રવિવાર નાં આ પાંચ રાશિઓ નાં જાતક ની બદલશે કિસ્મત, આર્થિક સ્થિતિ સુધરવા નાં બની રહ્યા છે યોગ

મેષ રાશિ

આજે તમને સમાજીક દાયિત્વ નું નિર્વાહ કરવું પડશે. જીવનસાથી સાથે વાત કરતી વખતે શબ્દોનો પ્રયોગ કરવામાં ખ્યાલ રાખવો. કોઈ ખાસ બાબત ને લઈને તમારો વિચાર બદલાઈ જશે. આજે કોઈ જરૂરી સામાન ને ખરીદી કરવાની યોજના બની શકે છે. કોઈ સ્થાન પર યાત્રાએ જવાનો યોજના થઈ શકે છે. તમારા મનમાં પ્રસન્નતા રહેશે.  આજનો દિવસ ઉત્તમ રહેશે. સંતાન નાં દાયિત્વ ની પૂર્તિ કરી શકશો. પરિવાર સાથે સારો સમય ફાળવી શકશો.

વૃષભ રાશી

આજે તમે પાર્ટી અને મોજ મસ્તી નાં મૂડમાં રહેશો. તમારા નજીક નાં સંબંધી નાં લીધે નોકરી સંબંધી લાભ થશે. વ્યાપારમાં લીધેલા નિર્ણયો યોગ્ય સાબિત થશે. તમારા વેપારની પ્રશંસા થશે. આજે તમને પોતાનાં અને પારકા ની ઓળખ થશે. તમારા ખર્ચાઓ બજેટની બહાર જઈ શકે છે. તેથી યોજનાઓ કરીને ચાલવું. આજે તમારે ભાગદોડ રહેશે.

મિથુન રાશિ

આજે તમારા માતા-પિતા અનુકૂળ થઈને રહેશે કારણકે તમારો નિર્ણય સ્વીકારી શકશે. કાર્યક્ષેત્રમાં કોઈ કામને લઈને સંતોષજનક પરિણામ મળશે. આજે તમે કોઇ જરૂરી કામનાં લીધે મુસાફરી પર જઈ શકો છો. પરંતુ મુસાફરી કરતી વખતે તમારા પર્સ નું ધ્યાન રાખવું. સમાજમાં તમારી લોકપ્રિયતા વધશે. બાળકો પોતાનાં મિત્રો સાથે મળીને યોજના બનાવી શકે છે.

કર્ક રાશિ

સામાજિક માન સન્માનમાં વધારો થશે. તમારી સમસ્યાઓનો અંત આવશે. રાજનીતિ સાથે  સંકળાયેલા લોકોને આજે કોઈ ખાસ હલચલ નાં સંકેત મળશે. વિદ્યાર્થીવર્ગ ને તેની યોગ્યતા નાં લીધે પુરસ્કાર મળશે. લવ મેટ માટે આજનો દિવસ ખૂબ સારો રહેશે. પાડોશીઓ તમારા ધાર્મિક કામમાં તમારી મદદ કરશે. પુત્રની કારકિર્દી ને લઈને કોઈ સારા સમાચાર પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવું. રક્ત લોહી વિકાર થવાની સંભાવના છે. તમારા વિરોધીઓ પરાજિત થશે.

સિંહ રાશી

આજે સાવધાની પૂર્વક કાર્ય ને અંજામ સુધી પહોંચાડવું. તમારા કોઈ નજીક નાં સબંધી ઘર નાં વાતાવરણ માં ખુશી લાવવામાં તમને મદદ રૂપ થશે. વડીલો એ તેમનાં ખાન-પાન નું ધ્યાન રાખવું. સાથે જ દવાઓ સમયસર લેવી. કોઈ મહત્વપૂર્ણ સમારોહમાં ભાગ લઈ શકો છો. મિત્રો અને અધિકારીઓ નો સહયોગ પ્રાપ્ત થશે. રોકાણ લાભદાયક રહેશે. તમે તમારા વૈવાહિક જીવન ની સારી અને ખરાબ યાદો ને ભૂલીને આજે તેનો ભરપૂર આનંદ લેવો.

કન્યા રાશિ

તમારા ક્રોધ અને ઈર્ષા પર નિયંત્રણ રાખવો. તમારા બિઝનેસ પર ધ્યાન કેન્દ્રિત કરવું. ભાગીદારી માં ચલતા બિઝનેસ માંથી લાભ પ્રાપ્ત થશે. તમારા જીવનસાથી સાથે સમજી વિચારી ને વાત કરવી ખૂબ જરૂરી છે. એક નાની એવી ભૂલ પણ તમારા સંબંધને ખરાબ કરી શકે છે. પરિવાર ની મહિલા ને કારકિર્દી થી લાભ થશે. કામકાજ નાં મોરચા પર તમારી કરેલી મહેનત રંગ લાવશે. તમારા સ્વાસ્થ્યમાં સુધારા માટે ખાણીપીણી માં ધ્યાન રાખવું.

તુલા રાશિ

આજે દિવસ નાં અંત માં કોઈ સાથે મામુલી વિવાદ થઈ શકે છે. તમને કોઈ ખોટી જાણકારી આપી શકે છે. જેનાં લીધે તમે માનસિક તણાવ નાં શિકાર થઈ શકો છો. લાંબા સમયથી અટકેલા કાર્યો ને આજે ગતિ મળશે. મિત્ર વર્ગનો સહયોગ મળશે તમારા વ્યાપાર માટે આજનો દિવસ ખૂબ શુભ રહેશે. આજનાં દિવસે જીવનસાથી પર કરેલા શંક ની આવનારા દિવસોમાં તમારા વૈવાહિક જીવન પર ખરાબ અસર થઈ શકે છે.

વૃશ્ચિક રાશિ

આજે તમારા પ્રતિદ્વંદી તમને નીચે ખેંચીને પછાડવાની કોશિશ કરી શકે.  તેથી સતત સતર્ક રહેવું. કામકાજ થી જોડાયેલા નિર્ણય પર વારંવાર પરિવર્તન ના કરવું જેનાથી તમારે કોઈ નુકસાન થઈ શકે. અને તમારા પર દબાણ વધી શકે. તમારા સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવું. આજે તમારા પાર્ટનર સાથે ખૂબ જ સખ્ત વર્તન કરશો તો તે તમારા સંબંધ ને માટે ખરાબ થઈ શકે છે. સ્ટોક અને મ્યુચઅલ ફંડમાં રોકાણ કરનાર ને ફાયદો થશે.

ધનુ રાશિ

આજે અચાનક થી કોઈ ફસાયેલા નાણાં પરત મળશે. આજે તમે આવકના નવા સાધનો પ્રાપ્ત કરી શકશો. આજે વિદ્યાર્થીઓ ને વધારે પડતી મહેનત કરવી પડશે. આજે કોઈ  અનઆવશ્યક ખર્ચ થઈ શકે છે. કાનૂની બાબત ને લીધે તમને તણાવ રહેશે. આજે તમારા પર ધ્યાન દેવું જરૂરી છે. તો જ તમે સફળ થશો. પ્રેમ-પ્રસંગ માં અનુકૂળતા રહેશે. તમારા વિનમ્ર સ્વભાવ ની પ્રશંસા થશે. ઘણા લોકો તમારી ખૂબ જ પ્રશંસા કરશે.

મકર રાશિ

શરીરમાં થકાવટ અને આળસ મહેસુસ થશે. સંતાન નાં વિષયમાં ચિંતા રહેશે. ભોજન કરતી વખતે સાવધાની રાખવી જરૂરી છે. આજે ઘણા બદલાવ આવી શકેછે. ધણા સારા હશે તો ઘણા ખરાબ પણ હોઈ શકે. પરંતુ તમારે આ વાતથી ગભરાવાની જરૂર નથી. તમને ઘણા નવા વ્યાપારી સોદા અને પ્રોજેક્ટ મળી શકે છે. જુનું કરજ ચુકવવા માટે ભાગદોડ કરવી પડશે. પરિવાર સાથે સારો સમય વિતાવવાનો મોકો મળશે.

કુંભ રાશિ

આજે તમારા કાર્યક્ષેત્ર માં રૂકાવટ આવી શકે છે. તેથી આજે તમારા કાર્ય પ્રત્યે બિલકુલ લાપરવાહ ન રેહવું. તમારુ પારિવારિક જીવન આનંદ પૂર્ણ રહેશે. જો તમે આજે એક સંકટ નો સામનો કરી રહ્યા છો તો તેનું નિવારણ મળી જશે. તમારી આવકમાં વૃદ્ધિ થશે. દોસ્તારો તરફથી પ્રેમ અને સન્માન પ્રાપ્ત થશે. શૈક્ષણિક અને બૌદ્ધિક કાર્યોમાં સુખદ પરિણામ આવશે. આજે તમારા કોઇ વિરોધી તમને ખોટા સાબિત કરવાની પુરજોર માં કોશિશ કરશે.

મીન રાશિ

આજે તમારી આવક કરતાં વધારે ખર્ચ થવાની સંભાવના છે. તમને મુસીબત માં નાખી શકે છે. આજે તમને અચાનક ધનલાભ પ્રાપ્ત થશે. તમારા મિત્ર કે માતા-પિતા સાથે બેસીને વાત કરવી એમ કરવાથી તમારી પરેશાની ઓછી થશે. દરેક કાર્ય તમારી ઈચ્છા અનુસાર પૂર્ણ થશે. ધંધા-રોજગાર માં વાતાવરણ અનુકૂળ રહેશે. દામ્પત્ય સુખમાં કમી આવશે. જીવન સાથી સાથે મતભેદ વધી શકશે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *