રાશિફળ ૧૭ ડીસેમ્બર ૨૦૨૦ આજે આ ૫ રાશિનાં જાતકો ને થશે ધન લાભ, દરેક પરેશાની દૂર થશે

મેષ રાશિ
આજે તમે યોગ્ય દિશા માં સખત મહેનત કરશો અને હકારાત્મકતા નો અનુભવ કરશો આજે તમે તમારી જાત ને કેટલીક મનોરંજન પ્રવૃત્તિ માં સામેલ કરવા માંગતા હશો પરંતુ તમે કાર્યની જવાબદારી નિભાવી રહ્યા છો તેથી તે શક્ય નહીં થાય. વેપારી ઓ માટે આજે ઘણું દોડવું પડશે. આજે તમારો વધારે સમય પેપર વર્ક કરવામાં જશે. કલાકારો ની કામની આજે પ્રશંસા થશે. તમારા જીવનસાથી સાથે પ્રેમ રહેશે તમારા સ્વાસ્થ્ય અંગે સાવધાન રહેવું.
વૃષભ રાશિ
આજે તમે નવી તકો ની રાહ જોઈ રહીય હશો. ઘરનાં કોઈ સભ્યો સાથે વાદવિવાદ માં ઉતરશો નહી તો તમારા ઘરમાં સુખ-શાંતિ રહેશે. તમારા વડીલો નું ધ્યાન રાખવું. આ રાશિવાળા નાના બાળકો નું વિશેષ ધ્યાન રાખવું તેને પડવાથી ઇજા થવાની સંભાવના છે. નવી વસ્તુઓ ની ખરીદી થશે. રોજગાર ધંધા માં વધારો થશે. તમારું જીવન સુખમય રહેશે. મહત્વપૂર્ણ નિર્ણય લેવા માટે ઉત્તમ દિવસ
મિથુન રાશિ
આજે તમે સકારાત્મક ઊર્જા થી ભરપૂર રહેશો. જેની પ્રશંસા કરવામાં આવશે આજે તમને ઘરના સભ્ય તરફ થી કોઈ જ સુંદર ઉપહાર મળી શકે છે. આજે તમને કામ કરવામાં થોડી મુશ્કેલી પડી શકે છે. માતા-પિતા નું સ્વાસ્થ્ય ખૂબ સારું રહેશે. અને તેનાં આશીર્વાદ તમને મળશે. તમારા બાળકો ને તમારા રોલ મોડેલ તરીકે જોશો. તમે આયાત- નિકાસ નાં ક્ષેત્રે જોડાયેલા છો, તમને આજે ખૂબ ફાયદો થશે.
કર્ક રાશિ
આજે તમને આર્થિક લાભ થશે. અભ્યાસ કરતી સમયે એકાગ્રતા રાખવી જરૂરી છે ખૂબ મહેનત કરવી પડશે. કામકાજ માં તમે ખૂબ વ્યસ્ત રહેશો. નોકરી હોય કે વ્યાપાર આજનો દિવસ તમારો ખૂબ જ ભાગદોડ વાળો રહેશે. પરંતુ તમારા કામકાજ અને વ્યવહારિક જીવન માં સંતુલન બનાવી રાખવું જરૂરી છે. મુસાફરી અને શિક્ષા ને લીધે તમારા કામમાં જાગૃતતા આવશે તમારા કામની પ્રતિભાવ નાં કારણે તમારા થી બધા ખુશ થશે પરિવાર માં પ્રતિષ્ઠા માં વધારો થશે.
સિંહ રાશી
આજે તમારા જીવનસાથી તમને ખાસ લાગે તે માટે તમામ શક્ય પગલાં લેશે. પારિવારિક જીવન સુખી રહેશે. જુના મિત્રો થી સારું રહેશે. પરિવાર નાં સભ્યો સાથે ક્યાંક મુસાફરી માટે યોજના બની શકે. ઓફિસ નાં સાથીઓ સાથે વાદ-વિવાદ થઈ શકે. આજે તમે તમારા પરિવાર સાથે સંપૂર્ણ આનંદ માણી શકશો. ધંધાકીય યાત્રા સફળ રહેશે પ્રેમ સંબંધો માં તમે નિકટતા નો અનુભવ કરી શકશો. શેર-સટ્ટા માં રોકાણ કરવાથી ફાયદો.
કન્યા રાશિ
આજે તમારે સાવધાની રાખવી પડશે. તમારી આસપાસ નાં લોકો અને તેમની જરૂરિયાતો પર ધ્યાન આપો. તમને તમારી માતા તરફથી લાભ મળશે. ચીજો તમારા તરફેણ માં રહેશે. વરિષ્ઠ લોકો તમારી સાથે ખુશ રહેશે. તેમનો સહકાર પ્રાપ્ત કરવાથી તમે તમારું કામ વધુ મન થી પૂર્ણ કરશો. તમે આવનારા સમયમાં આર્થિક રીતે સમૃદ્ધ બની શકો છો. તમારા સાથીઓ આજે તમને મદદ કરશે.
તુલા રાશિ
શેર બજાર માં રોકાણ કરનાર લોકો ને લાભ મળી શકશે. વસ્તુઓ તમારી તરફેણ માં રહેશે. જૂના મિત્રો સાથે મુલાકાત થશે તમારા જીવનસાથી થી ફાયદો થશે. વડીલ લોકો તમારા થી ખુશ રહેશે. તેમનો સહકાર મળશે તમે તમારું કામ વધુ સારી રીતે કરી શકશો. વ્યવ્સાહિક લોકો ને તેનાં વ્યવસાય માં ફાયદો થશે. તમારા સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવું. વાહન સુખ પ્રાપ્ત થશે.
વૃશ્ચિક રાશિ
નોકરી માં તમારા ઉચ્ચ અધિકારી તમારાથી ખુશ રહેશે. વ્યવસાય માં પણ તમને લાભ મળવાની સંભાવના છે. તમારુ કોઈ મહત્ત્વ નું કામ પૂર્ણ થતું લાગશે. આજે તમારા સહકર્મચારી ઓ સાથે એકતા બનાવી રાખવી જરૂરી છે. સામાજિક જીવન માં પ્રતિષ્ઠા માં વધારો થશે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય તંદુરસ્ત રહેશે. તમારા સહકર્મચારી ઓ સાથે મતભેદ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું. તમારા વ્યવસાય સાથે સંકળાયેલા લોકો નો સહયોગ મળશે. આધ્યાત્મિક ઉન્નતિ માટે નો ઉત્તમ દિવસ છે.
ધન રાશિ
આજે તમારા કોર્ટ-કચેરી ને લગતા કાર્યોમાં સફળતા મળશે. વિદ્યાર્થી ઓ માટે આ સમય કમજોર સાબિત થાય તેથી તેને અભ્યાસ પ્રત્યે ખૂબ ધ્યાન આપવું જરૂરી. તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા વધારે મજબૂત થશે. માતા-પિતાનો પૂરો સહયોગ મળશે માનસિક રી તે બહુ અસ્વસ્થતા અનુભવાશે જેના લીધે તમારા કામમાં વિઘ્નો આવશે. કોઈની સાથે વાદ-વિવાદ માં જીત મળી શકે છે. ધંધાકીય ક્ષેત્રે નવા કાર્યોનું આયોજન થઇ શકે છે. પુત્ર અને પત્ની તરફથી શુભ સમાચાર મળવાની શક્યતા છે.
મકર રાશિ
આજે તમારી માન-પ્રતિષ્ઠા માં વધારો થશે. વિવાહિત જીવન સુખી રહેશે. ધન અને લાભનાં યોગ પણ રહેશે. પૈસા યોગ્ય જગ્યા એ ખર્ચ કરવા રચનાત્મક પ્રયત્નો ખીલી ઉઠશે. પારિવારિક જીવનમાં સુખ રહેશે. માંગલિક અને સાંસ્કૃતિક ઉત્સવમાં ભાગ લેશો. માતા-પિતાનાં સ્વાસ્થ્ય અંગે ચિંતા થઈ શકે છે. આત્મવિશ્વાસ માં સતત વધારો થશે. બધા કાર્યો સરળતાથી પૂર્ણ થશે. વધારે પ્રમાણ માંપૈસા ખર્ચ થશે.
કુંભ રાશિ
આજે તમારા કાર્યમાં મુશ્કેલી પડતા અનુભવી વ્યક્તિ ની સલાહ લેવી. જૂના મિત્રો ની સાથે જો લાંબા સમય થી વાતચીત ના થઈ હોય તો તેની સાથે અવશ્ય વાત કરવી. આજે સ્ત્રી પક્ષ તરફ થી લાભ મળશે. આધ્યાત્મિકતા કે રોમાન્ટિક માધ્યમ દ્વારા ખુશી પ્રાપ્ત કરી શકશો. તમારે તમારી આવક અને ખર્ચા ઉપર ધ્યાન રાખવું જોશે. મન ઉદાસી અને નકારાત્મક વિચારો થી ભરેલુ રહેશે. આજ તમારી કલાત્મકતા વધારો થશે.
મીન રાશિ
આજે વ્યાપાર-ધંધામાં પ્રતિષ્ઠા વધશે અને ધનમાં પણ વધારો થશે. શાંતિ સાથે તમારું કાર્ય કરવું. કોઈનાં કહેવાથી ઉશ્કેરાટમાં ન આવવું. રોગપ્રતિકારક શક્તિ નાં અભાવ ને કારણે શરીર માં થાક જણાશે. પ્રયત્નો માં તમને સફળતા મળશે લેખનકાર્ય થી કામમાં લાભ થશે. મહેનત કરવાથી લાભ મળવાની સંભાવના છે. પારિવારિક આવકમાં વધારો થશે. તમે જે કામો ને લાંબા સમય થી ટાળતા હતા તે કામો પણ પૂર્ણ થશે.