રાશિફળ ૧૭ જાન્યુઆરી ૨૦૨૧ આજે આ ૪ રાશિના લોકોના જીવનમાં આવશે નવી ચેલેન્જો, ખરાબ સંગતથી રહેવું દુર

રાશિફળ ૧૭ જાન્યુઆરી ૨૦૨૧ આજે આ ૪ રાશિના લોકોના જીવનમાં આવશે નવી ચેલેન્જો, ખરાબ સંગતથી રહેવું દુર

મેષ રાશિ

આજે જુના મિત્રો અથવા પરિવાર નાં લોકો સાથે બહાર જવાનું આયોજન થઇ શકે છે. વિરોધીઓ થી બચીને રહેવું તે તમને નુકસાન પહોંચાડી શકે છે. તમારી વાણી અને વ્યવહાર નાં કારણે વાદ-વિવાદ થઈ શકે છે એવામાં જ જરૂરી છે કે તમે કોઈપણ કાર્ય કરો તેને સમજી-વિચારીને કરવા. ક્રોધ અને ઉત્તેજનાને નિયંત્રણમાં રાખવા. વેપારની ગતિ ધીમી થઇ શકે છે. તમારા રસ્તામાં કેટલાક વિધ્ન આવી શકે છે પરંતુ તમે તેમાંથી સરળતાથી પસાર થઈ શકશો.

Advertisement

વૃષભ રાશિ

આજના દિવસ શોપિંગમાં પસાર થશે. વ્યવસાયમાં વૃદ્ધિ થશે. નવા વિચારો મનમાં આવશે આજના દિવસે વાહન ચલાવતી વખતે વિશેષ સાવધાની રાખવાની જરૂર છે. શારીરિક રીતે  તમે કમજોરી મહેસૂસ કરશો. નોકરીમાં કાર્ય સમયસર પૂર્ણ થઈ શકશે. ઉચ્ચ અધિકારીઓ ની પ્રસન્નતા પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય માટે આજનો દિવસ મધ્યમ પરિણામ આપનાર રહેશે સ્વાસ્થ્ય કમજોર રહેશે.

મિથુન રાશિ

રોજગાર સાથે જોડાયેલા અવસર પ્રાપ્ત થશે. આજે તમે તમારા દરેક કાર્ય સમયસર પૂર્ણ કરી શકશો અને તેમાં સફળતા મળવાના પણ યોગ બની રહ્યા છે. બેરોજગારી દૂર કરવાના પ્રયાસોમાં સફળ રહેશો. પ્રગતિ નાં માર્ગો મળી રહેશે. સમયની અનુકૂળતા નો લાભ લેવો. કીમતી વસ્તુ સંભાળીને રાખવી. કોઈ મોટા કાર્ય પ્રત્યે તમે આ દિવસે ચિંતામાં રહી શકો છો. વેપારમાં તમને લાભ થઈ શકે છે. ઘરેથી માતા-પિતા નાં આશીર્વાદ લઇને નીકળવું.

કર્ક રાશિ

વ્યવસાયમાં ઈચ્છા અનુસાર લાભ પ્રાપ્ત થશે. તમારી ખુશીઓ બીજા લોકો સાથે શેયર કરી શકશો. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. ભાગ્ય તમનેપૂરો સાથ આપશે. કાર્યક્ષેત્રમાં સારા પરિણામો મળશે. કોઈ વેપારમાં સામેલ થવા માટે પ્રસ્તાવ મળી શકે છે. કોઈ પ્રભાવશાળી વ્યક્તિ નો સહયોગ અને માર્ગદર્શન પ્રાપ્ત થશે. પ્રેમ-પ્રસંગમાં અનુકૂળતા રહેશે. પારિવારિક જીવનમાં મધુરતા રહેશે.

સિંહ રાશિ

આજે તમે તમારા મનપસંદ ભોજન નો આનંદ લઇ શકશો. સ્વાસ્થ્ય કમજોર થઈ શકે છે. ક્રોધ અને ઉત્તેજના પર નિયંત્રણ રાખવું. વાદ-વિવાદથી બચવું. ઘર પરિવાર અને કાર્યક્ષેત્રમાં તમામ જવાબદારીઓ તમને સોંપવામાં આવશે. જો કે તમે તેને સારી રીતે નિભાવી શકશો. લેવડદેવડ માં સાવધાની રાખવી. નોકરીમાં કાર્યભાર માં વધારો થશે. માતા-પિતા નાં સ્વાસ્થ્યમાં સુધારો આવશે. કાર્યબોજ વધવાના કારણે થોડો તણાવ રહી શકે છે.

કન્યા રાશિ

વડીલો અને બાળકો તમારી સાથે સમય પસાર કરવાની ઇચ્છા કરી શકે છે. કોઈ સાધુ સંત નાં આશીર્વાદ મળી શકે છે. યાત્રા પર જવાનું આયોજન થઇ શકે છે. કોઈ કલાત્મક કાર્યમાં તમારી રુચિ માં વધારો થઈ શકે છે. આ ઉપરાંત તમારા દરેક કાર્યમાં તમારા જીવનસાથી તરફથી સહયોગ મળી રહેશે. ભ્રમ ની સ્થિતિ બની શકે છે. વેપારમાં વૃદ્ધિ થશે. પડવા -વાગવાથી અથવા રોગથી બચવું. તમારા જીવનસાથીને ભાવનાત્મક રીતે બ્લેક મેલ ન કરવા.

તુલા રાશિ

ઇચ્છાશક્તિ ની કમી તમને ભાવનાત્મક અને માનસિક પરેશાની માં મૂકી શકે છે. આજે તમારું ભાગ્ય તમને સાથ આપશે અવિવાહિત લોકો માટે સારી જગ્યાએ થી સબંધ માટે નો પસ્તાવ આવી શકે છે. કંપની નાં કર્મચારીઓનો સહયોગ મળી શકશે. બગડેલા સંબંધો સુધારવા માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. પરિવારની સાથે સારો સમય પસાર કરી શકશો. ખેલકુદ સાથે જોડાયેલા લોકોને પોતાની પ્રતિભા બતાવવા માટે અવસર પ્રાપ્ત થશે. વ્યવહાર સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થઈ શકશે.

વૃશ્ચિક રાશિ

આજે માતા-પિતા ની કોઈપણ વાત ટાળવાથી બચવું. પરિવારમાં કોઈ વિષય માટે બધાની સહમતી લેવી જરૂરી છે. કોઈ જૂના મિત્રોની અંગત સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરી શકો છો. સંબંધીઓ સાથે વિવાદ ન થાય તેનું ધ્યાન રાખવું. સંબંધમાં સુધારો લાવવા માટે આજનો દિવસ સારો રહેશે. ઘણા સમયથી કરવામાં આવેલ પ્રયત્નમાં સફળતા મળશે. ઘરમાં ખૂબ જ વધારે ખર્ચ થઈ શકે છે. રોકાણ કરતાં પહેલાં વિશ્વાસપાત્ર લોકોની સલાહ લેવી જરૂરી છે.

ધન રાશિ

આજે તમારે વાદ-વિવાદથી બચવું. વેપારમાં શાનદાર પ્રગતિ થશે. મોટા ભાઈ બહેનો સાથે સંબંધ ગાઢ થશે. જીવનસાથીની સાથે બહાર જવાનું આયોજન થઇ શકે છે. વેપાર ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. બેરોજગાર લોકોને રોજગાર પ્રાપ્ત થશે. દાંપત્ય જીવનની દરેક પરેશાની દૂર થશે. શેરબજારમાં સારું રિટર્ન પ્રાપ્ત થશે. જોકે તમારે શેર બજાર અને સટ્ટાબાજી થી દૂર રહેવું જોઈએ.

મકર રાશિ

ભાગ્ય તમારા સાથે રહેશે અને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. આર્થિક બાબતમાં સમસ્યા આવી શકે છે. કાર્યક્ષેત્રમાં મહેનત વધારે કરવી પડશે. આજે તમે જમીન મકાન ખરીદવાની યોજના બનાવી શકો છો. આજે કોઈ મોટી કંપનીમાં થી ઇન્ટરવ્યૂ માટે નો કોલ લેટર મળી શકે છે. દરેક કાર્ય પૂર્ણ થવાથી આજે વિશેષ લાભ મળી શકશે. મહત્વપૂર્ણ કાર્ય માટે  આજનો દિવસ ઉત્તમ રહેશે. વિદ્યાર્થીઓ ને અભ્યાસમાં વધારે પ્રોબ્લેમ આવી શકે છે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી.

કુંભ રાશિ

આજે તમારા કાર્યોમાં વ્યસ્ત રહેશો. કાર્યસ્થળમાં કોઈ સાથે ઝઘડો ન કરવો. કામકાજમાં બેદરકારી ન રાખવી. પરિવાર નું વાતાવરણ સારું રહેશે. આર્થિક લાભ થવાના યોગ બની રહ્યા છે. પરિવારમાં અપાર ખુશીઓ નું આગમન થશે. કોઈ મોટા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. તમારા વ્યવહારમાં વિનમ્રતા રહેશે. નોકરીમાં તમારી રચનાત્મકતા બતાવવા માટે અવસર પ્રાપ્ત થશે અને તે જોઈને બીજા લોકો આશ્ચર્યચકિત થઇ શકે છે.

મીન રાશિ

આજે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. પરિવાર નું વાતાવરણ આનંદ મય રહેશે. ધીરજ અને સહનશીલતાથી કામ કરવું. આજનો દિવસ શાંતિથી પસાર થશે. આજે તમારા વિચારોમાં પરિવર્તન આવી શકે છે. આજે જીવનમાં ખુશીઓ નું આગમન થઈ શકે છે. લક્ષ્ય પર ધ્યાન દેવાથી લાભદાયક પરિણામો પ્રાપ્ત થશે. વિરોધીઓ પર આસાનીથી વિજય પ્રાપ્ત કરી શકશો. વરિષ્ઠ લોકો સાથે સંબંધ મજબૂત થશે દૈનિક કાર્ય આત્મવિશ્વાસ અને એકાગ્ર મન થી પૂર્ણ કરી શકશો.

 

Advertisement

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *