રાશિફળ ૧૭ નવેમ્બર ૨૦૨૦ આજે આ ૭ રાશિનાં જાતકોએ ખૂબ જ સંભાળીને રહેવાની જરૂર છે, બની શકે છે આજનો દિવસ તણાવ ભર્યો રહે.

મેષ રાશિ
આજે તમારો આર્થિક પક્ષ ખૂબ જ મજબૂત રહેશે. રસ્તા પર જતા સાવધાની રાખવી. તમને આજે માથાનો દુઃખાવો, એસીડીટી ની પીડા થઈ શકે છે. ભોજન કરતી વખતે તમારે સંયમ રાખવો જરૂરી છે. તમારા પારિવારિક જીવનમાં કોઈ મુદ્દા ના લીધે વાદ-વિવાદ થઈ શકે છે. આજે વિવિધ સ્તોત્રો થી આવકની પ્રાપ્તિ થશે. સમાજમાં તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે. કોઈ ન ગમતું કામ કરવું પડશે. કોઈની સાથે અનાવશ્યક વિવાદ થઈ શકે છે.
વૃષભ રાશી
આજનો દિવસ તમારા માટે ખૂબ જ અનુકૂળ રહેશે. ઘરનું વાતાવરણ આનંદદાયક રહેશે. તમારી મદદ કરવા માટે તમારા મિત્રો તમારો સહયોગ આપી શકે છે. તમારા સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવું. તમે માથાનાં દુખાવાથી પરેશાન થઈ શકો છો. વ્યાપાર ધંધામાં લાભ થવાની સંભાવના છે. મોટા કાર્યોને પુરા કરવામાં સહકાર કર્મચારીઓનો સહયોગ મળી રહેશે. પોતાનાં વેપાર ને વધારવા હેતુ યોજનાઓ બનાવી શકશો. પ્રતિષ્ઠિત લોકો સાથે મુલાકાત થવાથી ફાયદો થશે.
મિથુન રાશિ
તમે તમારા મીઠા બોલ થી બિઝનેસ ને ઉંચાઈઓ પર લઈ જઈ શકશો. તમારા કાર્ય પ્રત્યે ગંભીર રહેવાથી જ તમને તમારા પ્રયત્નોમાં સફળતા પ્રાપ્ત થશે. ઝગડા ની સંભાવના ખૂબ જ અધિક છે, તેથી સાવધાન રહેવું જરૂરી છે. વિચારીને રચનાત્મક ક્ષમતાનું પ્રદર્શન કરવું. પૈસા અને આવક માટે અનુકૂળ પરિસ્થિતિઓ છે. વિદ્યાર્થી વર્ગ માટે સારો સમય છે. જોખમ ભર્યા નિર્ણયો લેવાથી બચવું. સમજી-વિચારીને પૈસાનું રોકાણ કરવું.
કર્ક રાશિ
વ્યવસાયિક મોરચા પર વસ્તુઓ અને કામ આસાનીથી આગળ વધી શકે છે. તમે કોઈ પરેશાની ના લીધે તણાવ મહેસુસ કરશો. આજે ખૂબ મહેનત કરવી પડશે. તમારા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે. પ્રયાસો કરવા છતાં તમારુ કાર્ય અટકી જશે. જૂની યાદો તાજી થઇ શકે છે. તમારા જીવનસાથી નું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. આજે ધનલાભ નાં વિશેષ યોગ છે. વાહન ચલાવતી વખતે સાવધાન રહેવું.
સિંહ રાશી
આજે તમારા વિરોધી પક્ષ પરાજિત થશે. તમારા અધુરા કાર્ય આજે પૂર્ણ થશે. જો કોઈ મુસાફરીમાં જવાનું વિચારતા હો તો, તમે બીમાર પડી શકો છો. અથવા તો કોઈ મહત્વપૂર્ણ વસ્તુ ખોવાઈ શકે છે. ભાગીદારી માં વ્યવસાય કરનાર લોકોને સતર્ક રહેવું જરૂરી છે. તમે તમારી આવક કરતાં વધુ ખર્ચ કરી શકો છો. અને પાછળથી પસ્તાવો થશે. જો કોઈ કામ કરો છો તેમાં નવી સંભાવનાઓ માટે વિચારણા કરવી. કોઈ ખોટા કાર્ય માટે તમને પ્રેરી શકે છે.
કન્યા રાશિ
તમારા સૌથી શત્રુઓ થી સાવધાન રહેવું જરૂરી છે. તમે કોઈ નોકરી કરો છો તો, તેમાં કોઈ અણબનાવ બનવાની શક્યતા છે. આજે વાત કરતી વખતે તમારા શબ્દો પર પૂરતું ધ્યાન રાખવું. લાપરવાહી ન દાખવવી. ઘણાં લોકો માટે આજનો દિવસ તણાવ ભર્યો રહેશે. વિરોધીઓ ને કારણે થોડી પરેશાની થઈ શકે છે. ધન લાભનાં પણ યોગ બની રહ્યા છે. વિદ્યાર્થીઓને સખત મહેનત કરવી પડશે. તમારા વિરોધીઓ તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચા ડી શકે છે.
તુલા રાશિ
આજે તમારી કોઈ અમૂલ્ય ચીજ-વસ્તુ ખોવાઈ શકે છે. આજનાં દિવસ નો ભરપૂર આનંદ નહી લઈ શકો. નવા લોકોને મળવાથી લાભ થશે. કોશિશ કરવી કે કોઈ તમારા થી દુઃખી ના થાય અને તમારા પરિવાર ની જરૂરિયાતો ને સમજવી. આજે તમારો દિવસ રોમેન્ટિક થશે. વ્યાપારમાં વૃદ્ધિ થશે. બહાર કામ કરતી મહિલાઓ માટે આજે પોતાનાં સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. ઘરેલું મોરચા પર મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. વાહન ચલાવતી વખતે સાચવવું.
વૃશ્ચિક રાશિ
આજે તમારા ઘર પર એક કાર્યક્રમ નું આયોજન થઇ શકે છે. જે માહોલ ને શાંતિપૂર્ણ બનાવવામાં મદદ કરશે. પ્રભાવશાળી અને મહત્વપૂર્ણ લોકોનો પરિચય થવાથી સામાજિક ગતિવિધિઓ કરવા માટેનો મોકો મળશે. તમારા કોઈ સંબંધી ની ખરાબ તબિયતનાં સમાચાર મળશે. પોતાનાં ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાની કોશિશ કરવી. શાંતિ સાથે તમારું કામ કરતા રહેવું. કોઈની વાતમાં ક્યારેય ના આવવું.
ધનુ રાશિ
આજે લેવડ-દેવડ કરતી વખતે તમારા પર આરોપ આવી શકે છે. અંદરની ઉર્જાને બહાર લાવવાની કોશિશ કરવી. આજનો દિવસ તમારા માટે ખૂબ સારો જશે. જો પરિણામ તમારી ઈચ્છા મુજબ ન આવે તો નિરાશ ન થવું, તમારી ટીમમાં એકતા બનાવી રાખવી ખૂબ જરૂરી છે. ટીમમાં મતભેદ થવાથી કાર્ય પર અસર પડશે. એવા લોકોથી બચીને રહેવું કે જે તમને ખોટા રસ્તા પર લઈ જઈ શકે છે. ઓફિસ અને વ્યવસાય નાં સ્થળ પર જવાબદારીઓ માં વધારો થઇ શકે છે.
મકર રાશિ
આજે રોમાન્સ તમારા દિલો દિમાગ પર છવાઈ રહેશે. આજનો દિવસ વૈવાહિક જીવનનો ભરપૂર આનંદ લઇ શકશો. જરૂરિયાતથી વધારે ઊંઘવાથી તમારી ઉર્જા ખતમ થઈ શકે છે. તેથી દિવસ દરમ્યાન પોતાને સક્રિય રાખવું જરૂરી છે. કોઈની સાથે નવી પરિયોજના કે ભાગીદારી માં વ્યવસાય શરૂ કરવાથી બચવું. ચુગલી કરવાવાળા લોકોને દિલની વાત બિલકુલ શેયર ના કરવી. પ્રોફેશનલ લાઇફમાં કોઈ મુશીબત માટે તૈયાર રહેવું. કાર્યસ્થળ પર સમસ્યા નો સામનો કરવો પડશે.
કુંભ રાશિ
આજે તમને ખૂબ લાભ પ્રાપ્ત થશે. તમારી રચનાત્મક શક્તિઓનો પ્રયોગ કરી શકશો. કોઈ વિપરીત પરિસ્થિતિઓ આજે તમારી સામે આવશે. આજે તમારે કામ કરવામાં ખૂબ મહેનત કરવી પડશે. વેપાર માં લાભ થશે. આજનો દિવસ તણાવમાં રહેશો. પરંતુ પરિવાર નો સહયોગ મળી રહેશે. ધન-સંપત્તિમાં વૃદ્ધિ નાં યોગ છે. આજે તમારે આલોચના માટે તૈયાર રહેવું પડશે. પરંતુ તેનાથી ગભરાવાની જરૂર નથી.
મીન રાશિ
કાર્ય સ્થળ પર વિવાદ સમાપ્ત થશે. શાંતિ અને સુખ માં વધારો થશે. ઘણા લોકો માટે આકસ્મિક યાત્રા અને ભાગ-દોડ ભર્યો દિવસ રહેશે. પૈસાની લેવડ-દેવડ કરતી વખતે નુકસાન થવાની શક્યતા છે. તમારા જીવનસાથી આજે તમારું વિશેષ ધ્યાન રાખશે. આજે તમે ભરપૂર ઊંઘ નો આનંદ લઇ શકશો. પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. વાણી પર નિયંત્રણ અતિ આવશ્યક છે. નવા કાર્યોને લીધે ઉત્સાહમાં વધારો થશે. વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ રહેશે.