રાશિફળ ૧૮ નવેમ્બર ૨૦૨૦ શુક્ર નો તુલા રાશિમાં પ્રવેશ થવાથી, આ ૬ રાશી જાતકો નાં જીવન માં આવશે ખુશહાલી

રાશિફળ ૧૮ નવેમ્બર ૨૦૨૦ શુક્ર નો તુલા રાશિમાં પ્રવેશ થવાથી, આ ૬ રાશી જાતકો નાં જીવન માં આવશે ખુશહાલી

મેષ રાશિ

આજે નોકરી અને વેપારમાં લાભ મળવાના સંકેતો છે. વ્યાપાર નાં કારણે બહાર પ્રવાસ પર જઈ શકો છો. તમારા ઉપરી અધિકારી તમારાથી પ્રસન્ન રહશે. આત્મવિશ્વાસની કમી રહેશે. પરંતુ વાણીમાં સૌમ્યતા રાખવી જરૂરી છે. સંતાન નાં અભ્યાસ તથા સ્વાસ્થ્ય નાં વિષયમાં ચિંતા રહેશે. વેપારીઓ માટે ફળ આપનારા દિવસો રહેશે. વડીલો નાં સ્વાસ્થ્યમાં સુધારો થશે. માનસિક પરેશાનીમાં વધારો થશે. જીવનસાથી સાથે મતભેદ થશે. સ્વાસ્થ્ય માટે સાવચેત રહેવું જરૂરી છે.

વૃષભ રાશી

આજે તમારી આવકમાં વૃદ્ધિ થશે. ભાગ્ય તમારી સાથે છે અને સફળતા તમને ચોક્કસ મળશે. મનમાં નવા વિચારો આવશે. કોઈ અધ્યાત્મિક અવસર માં ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થશે. પ્રસન્નતામાં વૃદ્ધિ થશે. મિત્રો સાથે મુલાકાત થશે. શૈક્ષણિક અને બૌદ્ધિક કાર્યોમાં સુખદ પરિણામ મળશે. સંતાન તરફથી સુખદ સમાચાર મળશે. વાતચીત માં સંયમ રાખવો જરૂરી છે. કાર્યક્ષેત્રમાં મુસીબતોનો સામનો કરવો પડશે.

મિથુન રાશિ

તમારા કાર્યસ્થળ પર પોતાને સાબિત કરવાના દિવસો છે. કારણ કે તે તમારા બોસ ને તમારા મહત્વનો અહેસાસ અપાવશે. બહારનાં લોકોની સાથે સંચાર વધશે. કાર્ય કરવામાં રુચિ રહેશે. નાના એવા પ્રવાસની સંભાવના છે. આજે સેવાકાર્ય માટે દિવસ શુભ છે. કોઈ મિત્ર નાં સહયોગ થી તમારા વેપારનો વિસ્તાર થઈ શકશે. પરિશ્રમ રહેશે. તમારા રોજિંદા કાર્યોમાં સાવધાન રહેવાની જરૂર છે.

કર્ક રાશિ

આજે તમારા જીવનસાથી તમારી પરેશાની ઓછી કરવામાં મદદ કરશે અને સહાયક બનશે. કોઈ વિદ્વાન વ્યક્તિ નું માર્ગદર્શન મળશે. રાજકીય સહયોગ પ્રાપ્ત થશે. તમારા રોકાયેલા કાર્યો પૂર્ણ થશે. નાની એવી તકરાર સંભવ છે. પરિવારમાં બધા તમારો સાથ આપશે. તમારે પડવાથી સાવધાન રહેવું તેથી વાહન ચલાવતી વખતે ખૂબ જ સતર્ક રહેવું. પ્રશંસા રહેશે. ચિંતા દૂર થશે. મોટા કાર્યો માટે આજનો દિવસ ખૂબ જ શુભ છે.

સિંહ રાશી

આજે બૌદ્ધિક ચર્ચા માં સફળતા મળશે. સ્વજનો અને મિત્રો સાથે તમે મુસાફરી પર જવાનો આનંદ લઇ શકશો. દાંપત્યજીવન માં નિકટતા અને મધુરતા આવશે. સમાજમાં તમારી ખ્યાતિમાં વધારો થશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં તકલીફ નો સામનો કરવો પડે. તમે રોમેન્ટિક મૂડમાં રહેશો. પરિવાર માટે સમય કાઢવો મુશ્કેલ થશે. સ્ત્રીઓએ લાગણીવશ થઈ ને કોઈ નિર્ણય ન લેવો જેનાં કારણે પાછળથી પસ્તાવો થઇ શકે છે.

કન્યા રાશિ

મિત્રોથી લાભ થશે મિત્ર તમારા પક્ષમાં ઊભા રહી અને તમારી મદદ કરશે. આજે તમને વધારે પડતા વિચારો નાં કારણે તમને માનસિક તણાવનો અનુભવ થશે. લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તેનાં પર એકાગ્રતા થી કાર્ય કરવું જરૂરી છે. તમારા તમારું સ્વાસ્થ્ય કમજોર રહેશે. ક્રોધ અધિક માત્રામાં ન કરવો તેનાં પર સંયમ રાખવો જરૂરી છે. તમારા નાના ભાઈ બહેનો અને મિત્રો પર ખર્ચ થશે.

તુલા રાશિ

આજનો દિવસ તમારા વૈવાહિક જીવનમાં સૌથી વધારે સ્નેહપૂર્ણ દિવસ માંનો એક હશે.   સ્વાસ્થ્યની દૃષ્ટિએ તમને થકાવટ અને આળસનો અનુભવ કરશો. વ્યવસાય માટે નવી વિચારધારાઓ ને અપનાવી શકશો. વ્યર્થ નાં ખર્ચાઓ થી દૂર રહેવું. તમારા ઘરમાં આજે આનંદ નું વાતાવરણ બની રહેશે. તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું જરૂરી છે. અને બીજાઓ સાથે વાદવિવાદ થી બચવું જરૂરી છે. આ દિવસો વિદ્યાર્થીઓ માટે અનુકૂળ છે.

વૃશ્ચિક રાશિ

આજે તમને વેપાર માટે કોઈ ખૂબ મોટો અવસર મળી શકે છે. તમારા દરેક કાર્ય પૂર્ણ અને સફળ રહેશે. ઘરની બહાર પ્રસન્નતા નું વાતાવરણ રહેશે. તમારા ઉત્સાહમાં વધારો થશે. તમારા ભાઈ બહેનો ની સાથે તમારો સંબંધ મધુર રહેશે. પારિવારિક જીવનમાં માંગલિક કાર્યો નો અવસર આવી શકે છે. કલા અને સંગીત પ્રતિ ઉત્સાહ રહેશે. જૂની બીમારીઓથી પરેશાન થઈ શકો છો. સમયની અનુકૂળતા નો લાભ લેવો. આજે તમારા વેપારને સંબંધિત એક નવો અવસર મળવાની સંભાવના છે. કળા અને સંગીત પ્રત્યે રૂચિ વધશે.

ધનુ રાશિ

નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ ની કૃપાદ્રષ્ટિ થી તમને પ્રમોશન મળવાની સંભાવના છે. નોકરીમાં કાર્યભાર માં વધારો થશે. વેપારીઓ માટે દિવસ સારો રહેશે. તમારા પાર્ટનર નો તમને સહયોગ મળી રહેશે. તમે તમારા વૈવાહિક જીવનમાં પ્રેમ અને રોમાન્સ નો આનંદ પ્રાપ્ત કરશો. તમારા જીવનસાથીનો સહયોગ મળશે. તમારા પ્રેમનો ઈઝહાર  કરવા માટે આજનો દિવસ ખૂબ ઉચિત છે. નવાં વસ્ત્રાભૂષણ પર ખર્ચ થશે. તમારા નિર્ધારિત કાર્યો ને પૂર્ણ કરી શકશો. વાતચીતમાં સંતુલન રાખવાનો પ્રયાસ કરવો.

મકર રાશિ

જો તમે તમારી વસ્તુ નું ધ્યાન નહીં રાખો તો ખોવાઈ જશે અથવા ચોરવાની સંભાવના છે. પરિવારિક સહયોગ પ્રાપ્ત થશે. તમારી આવકમાં વૃદ્ધિ થશે. શત્રુ સક્રિય રહેશે. કોઈપણ પ્રકાર નાં વિવાદ માં ભાગ ના લેવો. વેપાર માં લાભ થશે. ભવન નિર્માણ માટે કરેલા પ્રયાસો માં સફળતા મળશે. આર્થિક મુદ્દાને લઈને કરેલી યાત્રામાં સફળતા પ્રાપ્ત થશે. નોકરિયાત વર્ગને પરિવર્તન આવવાની સંભાવના છે. તમારી આવકમાં વૃદ્ધિ થશે. આશા નિરાશા નાં મિશ્રિત ભાવ મનમાં રહેશે.

કુંભ રાશિ

આજે વેપારમાં ભગીદારી થશે. તેનાથી તમને ફાયદો થશે. નોકરીમાં તમારા સહકર્મચારીઓ તમારો સાથ આપશે. કોઈ નજીક નાં સંબંધી સાથે વિવાદ થઈ શકે છે. તેનાથી તમારા મનને ઠેસ પહોંચી શકે છે. રોકાણ માટે ઉત્તમ સમય છે પ્રતીક્ષા ન કરવી. નોકરીયાત લોકો નવી નોકરી ની તલાશ કરી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. કામમાં ઉત્સાહની કમી રહેશે. વ્યાપારમાં તેજીથી આગળ વધી શકવાના યોગ બની રહ્યા છે. પાણીથી દૂર રહેવું. વ્યર્થ ની લડાઈ ઝઘડા થી બચવાનો પ્રયાસ કરવો.

મીન રાશિ

આજે કોઈ પરિચિત તમારી સાથે જોડાશે અને તેનાથી તમને ફાયદો થશે. રોકાણ માટે આજનો દિવસ ઉત્તમ છે. વિવાદ થી બચવું. વાહન ચલાવતી વખતે સાવધાન રહેવું. તમારા મિત્રો અને સ્નેહીઓ થી આનંદ અનુભવશો. મુસાફરી કરતી વખતે સાવચેતી રાખવી. સંતાનો નાં સ્વાસ્થ્ય અને વિદ્યા અભ્યાસ અંગે ચિંતા રહેશે. ભાગદોડ રહેશે. માનસિક ઉચાટ રહેશે. વ્યાપારમાં વૃદ્ધિ થશે. ઊંઘ અપૂરતી થવાનાં કારણે માનસિક વ્યગ્રતા રહેશે.

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *