રાશિફળ ૧૬ નવેમ્બર ૨૦૨૦ આ સાત રાશિઓ નાં જાતકો માટે ખૂબ શાનદાર રહેશે આજનો દિવસ, ઘરમાં બની રહેશે સુખ-સમૃદ્ધિ

મેષ રાશિ
આજે કોઈ નવા પ્રોજેક્ટ ની રૂપરેખા બની શકે છે. આજે કોઈ નવી યોજના પર ધ્યાન કેન્દ્રિત કરવું. વિદ્યાર્થીઓ અને લેખક માટે આ ખૂબ જ સારો સમય ચાલી રહ્યો છે. સમજી-વિચારીને નિર્ણયો લેવા. મુસાફરી નો યોગ છે. જેથી ધન ખર્ચ થશે. સાહિત્યકારો માટે ખૂબ જ સારો સમય છે. સાહિત્યજગત માં તમને ખૂબ યશ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. કોઈ સાથે વિવાદ કરવાથી પરેશાની ઉત્પન્ન થઈ શકે છે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.
વૃષભ રાશિ
વેપાર સંબંધમાં આ રાશિનાં જાતક ને આજે લાભ થશે. કોઈ વાતને લઈને પિતા અને ભાઈ સાથે મતભેદ થઈ શકે છે. આળસ નો ત્યાગ કરવો. સંતતિ થી મન પ્રસન્ન રહેશે. આજે સંભાળીને ધન નો ઉપયોગ કરવાની જરૂર છે. થોડું મેડિટેશન કરવું. તમારા જીવનસાથી નો સહયોગ પ્રાપ્ત થશે. આવક અને ખર્ચ પર નિયંત્રણ રાખવું. કોઈ યોજનામાં રોકાણ કરવા ઈચ્છતા હોવ તો ભાગ્ય તમને પૂરો સાથ આપશે. સંતાન માટે સમય સારો છે.
મિથુન રાશિ
આજે દુકાન, મકાન ને લઈને ચાલતો વિવાદ આપશિ સમજણ થી હલ થઈ શકશે. આવકમાં વૃદ્ધિ થશે. તમારા શત્રુઓ થી સાવધાની રાખવી જરૂરી છે. અને એ વાતનો ખાસ ખ્યાલ રાખો કે, તમારી વાતોને ગુપ્ત રાખવી. તમે કોઈ નવી શરૂઆત કરી શકો છો. કોઈ નવી નોકરી પણ કરી શકો છો. નવી નોકરીમાં થોડી વધારે મહેનત કરવી પડશે. પત્ની તરફથી સહયોગ મળશે. જીવનસાથી ને ગિફ્ટ આપવાનો અવસર પ્રાપ્ત થશે.
કર્ક રાશિ
આજે સંઘર્ષ બાદ કાર્ય પૂર્ણ કરી શકશો. તમારા કાર્યો થી લોકો ખૂબ જ ખુશ થશે. નોકરીમાં તમારે કોઈ સાથે વિવાદ થઈ શકે છે. સાહિત્ય અને લેખન ક્ષેત્રે તમને ખૂબ જ લાભ પ્રાપ્ત થશે. તમારી સમજણ ને કારણે તમારા ખર્ચાઓ ને બેલેન્સ કરી શકશો. તમે સકારાત્મક રૂપથી આગળ વધી શકશો. રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે. પરિવાર માંથી શુભ સમાચાર પ્રાપ્ત થશે. ગૃહ નિર્માણ અને વાહન સુખ નાં યોગ બની રહ્યા છે. આર્થિક દ્રષ્ટિએ આજનો દિવસ ખૂબ જ લાભદાયી છે.
સિંહ રાશિ
આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. દુષ્ટજનો થી બચીને રહેવું. આર્થિક બાબતમાં ખૂબ જ સાવધાની રાખવાની જરૂરત છે. તમારા મિત્રો તમને એવા સમય પર દગો આપી શકે છે, જ્યારે તમને તેની સૌથી વધારે જરૂરત હોય. તમારા કામનાં પરિણામ થી તમને સંતોષ પ્રાપ્ત થશે. તમે કંઈ નવું શરૂ કરવાનાં વિષયમાં વિચારી શકો છો. તમારા વિચારો ને સકારાત્મક રાખવા. વેપારી લોકો માટે આજનો દિવસ ખૂબ જ સફળ રહેશે. વ્યવસાયિક યાત્રામાં સફળતા પ્રાપ્ત થશે.
કન્યા રાશિ
આજે તમારા મનમાં ઝડપથી પરિવર્તન આવશે. જેનાં લીધે તમારા મનમાં કોઈ મૂંઝવણ રહેશે. જો તમે સીધો જવાબ નહીં આપો તો, તમારા સહયોગી તમારાથી નારાજ થઈ શકે છે. તમારો હસમુખ સ્વભાવ તમારા માટે સૌથી મોટી પુંજી સાબિત થઈ શકે છે. તમારા કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવા માટે થોડી વધારે મહેનત કરવી પડશે. તમને તમારી મહેનત નું ફળ અવશ્ય મળશે. તમને ટેલીફોનીક માધ્યમથી શુભ સમાચાર પ્રાપ્ત થઇ શકે છે.
તુલા રાશિ
વ્યાપારી પ્રતિસ્પર્ધા માં જો આગળ નીકળવું હોય તો, વિશ્લેષણ સમજી-વિચારી ને કરવું. જરૂરતથી વધારે ભોજન કરવાથી બચવું. અને તંદુરસ્ત રહેવા માટે નિયમિત યોગ વ્યાયામ કરવા. તમારુ વધારાનું ધન સુરક્ષિત જગ્યા પર રાખવું જોઈએ. કે જેને આવનારા સમય પર ફરીથી મેળવી શકો. સંબંધમાં અહંકાર રાખવો નહીં. ધન પ્રાપ્તિ થઇ શકે છે. તમારો પ્રેમભર્યો રોમાન્ટિક અંદાજ દાંપત્યજીવન માં નવા રંગો ભરી દેશે. ધાર્મિક ગતિવિધિ માં ભાગીદારી સંભવ છે.
વૃશ્ચિક રાશિ
વેપાર માં તમે કોઈ પ્રકારનો બદલાવ કરો છો, તો તમને ફાયદો થશે. પ્રસન્નતા રહેશે. કામકાજમાં ઉતાર-ચઢાવ આવશે. તમારે સંતુલન જાળવી રાખવું જરૂરી છે. તમારે ધીરજ થી કામ લેવું પડશે. ધન સંબંધી બાબતો માટે સમય ઠીક રહેશે. જો તમે કોઈ પરિસ્થિતિ થી ગભરાઈને ભાગી જવાનું વિચારશો તે તમારો પીછો દરેક રીતે કરશે. રાજનીતિ માં નવા અવસરો ની પ્રાપ્તિ થશે.
ધનુ રાશિ
આજે કોઈ કામને લીધે તમને કંટાળો આવશે. વિવાદિત મુદ્દાઓ ઉઠાવવા થી બચવું. તમે થોડી મહેનત કરો તેનાથી તમને સફળતા મળશે. તમારા ઉપરી અધિકારી દ્વારા વધારાની જવાબદારી તમને સોપવામાં આવશે. પરંતુ ચિંતા ન કરવી કારણ કે, આ તમારી પ્રતિભા બીજાને બતાવવાનો એક શ્રેષ્ઠ અવસર છે. તમારા ઉપરી અધિકારી નો સહયોગ પ્રાપ્ત થશે. લવ પાર્ટનર ને આજે સમય આપી શકશો.
મકર રાશિ
તમારી રચનાત્મકતા માટે ખુબ સારો દિવસ છે. આજનાં દિવસે રોકાણ કરવાથી બચવું. મિત્રો કે સંબંધીઓ તમને પ્રેમ અને સહયોગ આપશે. કોઈ ત્રીજી વ્યક્તિ તમારા અને તમારા પ્રિય વચ્ચે અવરોધક બનશે. આઈટી અને મીડિયા સાથે સંકળાયેલા જાતકો માટે આજનો દિવસ ભાગ્ય વૃદ્ધિકારક છે. જીવનસાથી સાથે ખૂબ જ સારો સમય વ્યતીત કરી શકશો. કોઈ રોકાયેલા સરકારી કાર્ય પૂર્ણ થશે.
કુંભ રાશિ
આજે તમારા વ્યવસાયિક સ્થાન પર કાર્ય નો ભાર વધશે. આજે તમે નવા વિચારોથી પરિપૂર્ણ રહેશો. અને તમે જે કામ કરવા માટે ઈચ્છો છો તે તમને તમારી આશા કરતાં વધારે ફાયદો આપશે. આજે તમારા પરિવાર સાથે એન્જોય કરી શકશો. ધન સંબંધી બાબતમાં આજનો સમય ખૂબ જ અનુકૂળ છે. વ્યાપાર માં લાભ થવાની સંભાવના છે. તમારા કાર્યોને સમયસર પુરા કરી શકશો. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખૂબ જ શુભ છે.
મીન રાશિ
મીન રાશિનાં જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. તમારા ખર્ચાઓમાં વધારો થઇ શકે છે. સાથે જ તમારી આવકમાં પણ વધારો થશે જેથી સંતુલન જળવાઈ રહેશે. મહત્વપૂર્ણ લોકો સાથે વાતચીત કરતી વખતે તમારા શબ્દોને વિચારીને બોલવા. નોકરિયાત વર્ગને નવા આવસરો ની પ્રાપ્તિ થશે. વિદ્યાર્થીઓ ને સફળતા પ્રાપ્ત થશે. આજે તમને ધનલાભ થઈ શકે છે. તમારી લવ લાઈફ માં નાની વાતને લઈને ઈગો ન રાખવો. આજે તમને તમારા જીવનસાથી નું વિકરાળ રૂપ જોવા મળશે.