રાશિફળ ૧૯ નવેમ્બર : આજે ૬ રાશિઓનાં જાતક રહેશે ખુશહાલ, લાંબા સમયથી ચાલી રહેલા કષ્ટોમાંથી મળશે મુક્તિ

મેષ રાશિ
આજે તમારા સંબંધોમાં ઓપચારિકતા રહેશે. અને મતભેદ થવાની સંભાવના છે. તમે તમારા વિચારેલા દરેક કાર્ય પૂર્ણ કરી શકશો. તમારી તંદુરસ્તીમાં વધારો થશે. દાંપત્યજીવન માં વાત કરવાથી આજે તમને સારું પરિણામ મળશે. અને તમારા જીવનસાથી નો તમારી સાથે સંબંધ મજબૂત થશે. પૈસાને લઇને કોઇ સાથે વાદવિવાદ કરવો નહીં. પરિવાર નાં સદસ્યો સાથે કોઈ ખાસ બાબતને લઇને વાતચીત થશે. આજે સમાજમાં તમારા માન અને યશમાં વૃદ્ધિ થવાના યોગ છે.
વૃષભ રાશિ
આજે તમારા ઉત્સાહ ને લીધે લોકો ખુશ રહે છે. પારિવારિક જીવન ખૂબ સુખદ રહેશે. હઠીલા વ્યવહાર નાં કારણે અન્ય લોકો સાથે સંઘર્ષ થવાની સંભાવના છે. આજે તમને આળસ મહેસુસ થશે. તમારા ખાનપાન પર ધ્યાન રાખવું જરૂરી છે. આજે કોઈ બાબતમાં તમે થોડા ભાવુક થઇ શકો છો. તમારું પૂરું ધ્યાન તમારા કામ પર કેન્દ્રિત કરવું જોઇએ. જેનાથી તમારા કામકાજમાં સુધારો આવશે. તમને તેનું ઉત્તમ ફળ પ્રાપ્ત થશે. આરામ કરવા માટે સમય મળી શકશે.
મિથુન રાશિ
તમારી સાચી રણનીતિ થી તમારા શત્રુઓ પરાજિત થશે. તમારો સમય અને પ્રયત્ન એવી જગ્યા પર લગાવો કે જેને તમે સર્વશ્રેષ્ઠ રીતે કરી શકો છો. ઓફિસ કામ આજે તમે જલ્દીથી પૂર્ણ કરી શકશો. વિવાહિત લોકો માટે જીવન ખુશખુશાલ રહેશે. ધનની પ્રાપ્તિ થશે. અચાનક ભાગ્યમાં વૃદ્ધિ થવાથી દરેક કાર્ય પૂર્ણ થશે અને તમને અચાનક ધનલાભ થશે. મિત્રોથી સાવધાન રહેવું.
કર્ક રાશિ
આજે તમે કોઈપણ જગ્યાએ રોકાણ કરવા ઇચ્છતા હો તો આર્થિક નુકસાન નક્કી છે. તેથી સંભાળીને રોકાણ કરવું. સાસરા પક્ષનાં લોકો સાથે કોઈ વાતને લઈને વાદ વિવાદ થઈ શકે છે. વિદ્યાર્થીઓ ની અભ્યાસ પ્રત્યેની રુચિમાં વધારો થશે. તમને આજે કોઈ નવી જવાબદારીઓ આવી શકે છે જેને તમે સફળતાપૂર્વક નિભાવી શકશો. આજે તમારા ખર્ચાઓમાં વધારો થશે જેનાં લીધે તમને માનસિક પરેશાનીનો સામનો કરવો પડશે. ધાર્મિક ધાર્મિક કાર્યોમાં રૂચિ વધશે.
સિંહ રાશિ
જીવનસાથી નો સહયોગ મળશે. તમારા મિત્રો સાથે આજે તમારો સમય સારો વ્યતીત થશે. સાસરા પક્ષનાં લોકો સાથે કોઇ વાતને લઇને વિવાદ થઈ શકશે. તમારે તમારા ભવિષ્ય માટે થોડું વિચારવાની જરૂર છે. તમારા ઘરે આજે અચાનક થી કોઈ સબંધીનું આગમન થશે. આજે તમારા ખર્ચાઓ વધારે રહેશે જેનાથી તમને માનસિક પરેશાની નો સામનો કરવો પડશે. નવા કાર્યોનો પ્રારંભ કરવામાં મન લાગી રહેશે.
કન્યા રાશિ
કોર્ટ-કચેરીની બાબતમાં તમને સફળતા મળવાનાં યોગ છે. ગેરસમજણ દુર થશે. કોઈ જગ્યાએથી સારા સમાચાર પ્રાપ્ત થશે. પારિવારિક મોરચામાં કોઈ ખુશ ખબર મળી શકશે. આજનો દિવસે યાત્રા કરવાથી લાભ પ્રાપ્ત થશે. વધુ સમય ન આપવાનાં કારણે તમારા જીવનસાથી તમારાથી નારાજ થશે. વેપારમાં લાભ થવાની સંભાવના છે. નોકરીમાં તમારો પ્રભાવ સારો પડશે. સગા-સંબંધી અને મિત્રોનો સહયોગ પ્રાપ્ત થશે. વેપાર ને કારણે અચાનક યાત્રા પર જવાનું થશે.
તુલા રાશિ
કળા ક્ષેત્રે જોડાયેલા લોકો માટે આજે નવા રસ્તાઓ ખુલતા દેખાશે. પારિવારિક જીવન માં સંભાળી ને બોલવું નહીં તો મતભેદ થવાની સંભાવના છે. કોઈ વાતચીત ને કારણે તમારી ઈમેજ ખરાબ થઈ શકે છે. તમારા સાથી સાથે સમય વિતાવવા માટે તમારે રાહ જોવી પડશે. બિનજરૂરી ખર્ચાઓ થી બચવું. ઉધાર લેવડદેવડ થી બચવું. શક્ય હોય તો તમારું કાર્ય બપોર પહેલાં જ પૂર્ણ કરવું.
વૃશ્ચિક રાશિ
વકીલ પાસેથી કાનૂની સલાહ લેવા માટે આજે ઉત્તમ દિવસ છે. કામની પ્રાથમિકતા નક્કી કરવી તેનાથી તમારું વિચારેલું કાર્ય આજે પૂર્ણ થશે. તમારા સપનાઓનું ઘર ખરીદવાનું સપનું જલદી પૂરું થશે. વિદ્યાર્થીઓને સફળતા મેળવવા માટે મહેનત કરતા રહેવું. લવ લાઈફ સારી રહેશે. પરંતુ તમારી તંદુરસ્તી ને લઈને પરેશાની રહેશે. મનમાં નકારાત્મક વિચારોનો પ્રભાવ રહેશે. જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
ધનુ રાશિ
તમારા ધંધાની આવકમાં વધારો થશે. માતા થી ધન પ્રાપ્તિ નાં યોગ બની રહ્યા છે. આજે કોઈ નવા પ્રોજેક્ટ કે યોજનાઓ માટે શુભ દિવસ છે. કાર્યક્ષેત્ર પર કોઈ કામને સમય રહેતા પૂર્ણ કરવામાં તમે સફળ રહેશો. મિલકત સાથે જોડાયેલી કોઈ ખુશખબરી પ્રાપ્ત થશે. તમારા કાર્યમાં આવેલા અવરોધો થી પરેશાન ન થવું. ધીરજથી કામ લેવું. તમારા નાના ભાઈ બહેનો અને સહકર્મચારીઓ નો સહયોગ મળી રહેશે. આવશ્યક કામોનું પ્રોજેક્ટ બનાવી શકશો.
મકર રાશિ
તમારા જીવનસાથી ને મેળવવા માટે તમારે મહેનત કરવી પડશે. તમારું અટકાયેલું કાર્ય આજે પણ થશે. યાત્રા મંગલકારી રહેશે. પરિવારમાં કોઈ ગેરસમજણ ને જલ્દી થી જલ્દી હલ કરવાની કોશિશ કરવી. કોઈ બિઝનેસ ટ્રીપ પર જવું લાભદાયક રહેશે. માર્કેટિંગ અને સેલ્સ વાળા માટે આજનો દિવસ ઉત્સાહભર્યો રહેશે. મૂંઝવણભરી બાબતોને હલ કરવામાં તમે સફળ રહેશો. તમારી બેદરકારી નાં કારણે રોગ તથા કષ્ટનો ભય બની રહેશે.
કુંભ રાશિ
આજે વેપારીઓ માટે ઉત્તમ દિવસ છે. કામકાજ માં વધારો થઈ શકે છે. લવ લાઇફ માટે દિવસ સારો રહેશે. પરંતુ પ્રેમીઓ પર દબાણ કરવાથી બચવું. મિલકત સાથે જોડાયેલ કોઈ બાબત ના લીધે કાનૂની વિવાદમાં પડી શકો છો. આર્થિક રોકાણ કરવા માટે ભય લાગશે. દરેકનાં આશીર્વાદ ના લીધે સફળતા મેળવી શકશો. વાણીમાં કઠોરતા નો ભાવ રહેશે. વાતચીત કરતી વખતે સંતુલન જાળવી રાખવું. આજે ધન લાભની પ્રાપ્તિ થશે.
મીન રાશિ
દાંપત્યજીવન આજે ખૂબ સારું રહેશે. આજે તમે તમારા પરિવાર માટે સમય નીકાળી શકશો. બહાર જવાનો કાર્યક્રમ બનાવવો તે તમારા માટે સારું રહેશે. તમારા કાર્યક્ષેત્રમાં તમને થોડી પરેશાની થઈ શકશે. ધીરજ રાખવી. તમને લવ પાર્ટનરથી સાચો પ્રેમ પ્રાપ્ત થશે. કોઇ મિલકત ખરીદવાનું વિચારી શકશો. લોકો સાથે આવેશમાં આવીને વાત કરવાથી બચવાની કોશિશ કરવી. ઘરમાં શાંતિ જાળવી રાખવી. વ્યવહારમાં નમ્રતા રાખવી.