રાશિફળ ૨ ડિસેમ્બર ૨૦૨૦ : આ ૪ રાશિનાં જાતકો નું ભાગ્ય પરિવર્તન થશે, ગણેશજી ની કૃપા થી શરૂ થશે મંગળ કાર્યો

મેષ રાશિ
આજે તમારા સારા કામોને લીધે તમને સારી પદવી મળશે. જો આજે તમને રોકાણ કરવાની ઈચ્છા હોયતો આજે તમારા પાસે ઘણા વિકલ્પો મળશે. દામ્પત્યજીવનમાં ખુશી રહેશે. જીવનસાથીનો પ્રેમ અને સહયોગ મળશે. તમારા પ્રિય વ્યક્તિને સરપ્રાઈઝ આપવા માટે આજનો દિવસ યોગ્ય છે. નવા સંપર્કો થી ભવિષ્યમાં ખૂબ લાભ થશે. કોઈ ધાર્મિક સ્થળ પર જવાના સંયોગ બની રહ્યા છે. બીજાની સફળતાની પ્રશંસા કરી આનંદ થશે.
વૃષભ રાશિ
ઘર સંબંધિત યોજના પર ધ્યાન દેવાની જરૂર છે. સ્વાસ્થ્ય અંગે સાવધાની રાખવી. વેપારમાં પ્રતિષ્ઠા મળશે. યાત્રાથી લાભ થશે. તમારા મનની વાત જણાવવામાં સંકોચ કરવો નહીં. રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે. નકારાત્મક વિચારોથી મનમાં તણાવ રહેશે. વેપારમાં સફળતા મળશે. જો તમારી વસ્તુનું ધ્યાન નહીં રાખો તો તે ગુમ થવાની કે ચોરી થવાની સંભાવના છે.
મિથુન રાશિ
તમારી દરેક સમસ્યા નું સમાધાન થશે. પરિવાર નું વાતાવરણ તણાવગ્રસ્ત રહેશે. આજે તમારુ ઘણા દિવસો થી અટકેલું કાર્ય પૂર્ણ થશે. ધન રોકાણ માટે રિયલ એસ્ટેટમાં રોકાણ કરવું યોગ્ય રહેશે. ધન સંબંધિત બાબતમાં પ્રગતિ થવાના યોગ છે. કળા કે રંગમંચ થી જોડાયેલા લોકો માટે આજનો દિવસ પોતાનું કૌશલ્ય બતાવવા માટે નવી તક મળશે. કોઈ નવું કાર્ય પ્રારંભ કરી શકો છો.
કર્ક રાશિ
મોજ-મસ્તી અને મનપસંદ કામ કરવા માટે માટે આજનો દિવસ યોગ્ય છે. વ્યવસાયિક ક્ષેત્રમાં ભાગ્ય સાથ આપશે. કાર્યક્ષેત્ર માં ઉતાવળ થી કોઇ કામ કરવું નહીં. પરિવારમાં શાંતિ રહેશે. ધન વધારે ખર્ચ થવાના સંકેતો છે. નોકરીમાં તમને પ્રમોશન મળવાના યોગ છે. તમારા સંબંધો પર ધ્યાન આપવાની જરૂર છે. તમારા સાથી અને સહયોગની વાત સાંભળવી જેથી તમે તેની સાથે જોડાઈ રહો અને શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરી શકો.
સિંહ રાશિ
જો તમે તમારા દિવસભર ની યોજના પહેલેથી જ બનાવશો તો તમારું કામ સમયસર પૂર્ણ થઇ શકશે. નાણાકીય સ્થિતિ સામાન્ય રહેશે. વેપારમાં લાભ મળશે અને નોકરિયાત લોકોને સન્માન પ્રાપ્ત થશે. ધન ભેગું કરવા કરતા તેને કમાવા વિશે વિચારવાથી યોગ્ય દિશામાં મહેનત કરી શકશો અને તેનું સારું ફળ મેળવી શકશો. આ સમયે તમારે સમજી વિચારીને આર્થિક બાબત નિર્ણય લેવો. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે.
કન્યા રાશિ
આજનો દિવસ ખુબ સારો રહેશે. આજે તમારા મનની વાત વ્યક્ત કરવામાં સંકોચ રાખવો નહીં. કાર્યક્ષેત્ર ને લઈને નવો વિચાર આવી શકે છે. પરિવાર ની કોઈ બાબત પર ધ્યાન આપવાની જરૂર છે. તમને કોઈ ઇનામ મળવાની સંભાવના છે. માર્ગદર્શન લેવા માટે ઘણા લોકો તમારી પાસે આવી શકે છે. વિદ્યાર્થીઓ એ અભ્યાસમાં કરેલી મહેનતનું શુભ પરિણામ મળશે. જીવનસાથી તરફથી પ્રેમ અને સ્નેહ મળશે. ઉચ્ચ અધિકારીઓ ને તમારા કામથી સંતોષ થશે નહીં.
તુલા રાશિ
આજે કોઈ સાથે વિવાદ થી બચવું. ભૌતિક સાધનોની લાલચમાં વધારો થશે. શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા લોકો માટે આજનો દિવસ શુભ રહેશે. ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાની જરુર છે. પરિવાર નું વાતાવરણ આનંદમય રહે છે. પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર કરી શકશો. સ્વાસ્થ્ય ને લઈને સાવચેત રહેવાની જરૂર છે. એક જ દિશામાં કરેલી મહેનત થી શ્રેષ્ઠ પરિણામ મળી શકે છે. જીવનમાં સફળતા પ્રાપ્ત થશે.
વૃશ્ચિક રાશિ
તમારા જીવનસાથી તરફથી પૂરો સહયોગ મળશે. આજે તમારી કોઈ સફળતામાં તમારા પ્રિય વ્યક્તિ સહાયક બનશે. કોઈ જરૂરી કાર્ય માં આજે તમને સફળતા મળશે. જરૂરતથી વધારે ખર્ચ કરશો અથવા તો તમારું પર્સ ખોવાઈ જવાની સંભાવના છે.તેથી સાવધાની રાખવી જરૂરી છે. આજે તમારી કોઈ સમસ્યાનું સમાધાન થશે. અને તમારું રોકાયેલું કામ આગળ વધી શકશે.
ધન રાશિ
અંગત મોરચે નાની સમસ્યાઓ જીવનને અસર કરી શકે છે. જીવનસાથી સાથે મતભેદ થવાથી તમારો મૂડ ખરાબ રહેશે. કોઈ ખાસ વ્યક્તિ તમારા રચનાત્મક વિચારો ની પ્રશંસા કરશે. કાર્યક્ષેત્રમાં મળેલા સમર્થન નાં લીધે નવા કામ કરવા માટે તમને પ્રેરણા મળશે. જીવનસાથી સાથે મતભેદ દૂર કરવાની કોશિશ કરશો. કારકિર્દીમાં આગળ વધવા માટે મહેનત કરવી જરૂરી છે. ગણેશજી નાં પાઠ કરવા.
મકર રાશિ
નજીક નાં લોકો સાથે કોઈ વાતને લઈને મતભેદ થઈ શકે છે . આજે ખૂબ મહેનત કરવી પડશે. જેનો ફાયદો આવનારા દિવસોમાં મળશે. આજે તમારા વેપારમાં ખૂબ જ ફાયદો થશે. આજે તમારી એક્ટિવિટીથી લોકો પ્રભાવિત થશે. કોઈ પ્રકારની બેદરકારી રાખવી નહીં. જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે. અચાનકથી યાત્રામાં જવાનું આયોજન થવાથી તમે તણાવ અનુભવશો.
કુંભ રાશિ
આજે વેપાર અંગે કોઇપણ નિર્ણય સમજી-વિચારીને લેવો. સંતાન પક્ષથી લાભ થશે.જે લોકો પોતાનાં વેપારનો વિસ્તાર કરવાનો વિચાર કરી રહ્યા છે, તેનાં માટે સમય અનુકૂળ છે. સ્વાસ્થ્ય અંગે સાવધાની રાખવી. આજે તમે કંઇક નવું શીખી શકશો. સારા સમાચાર પ્રાપ્ત થશે. તમારા પરિવાર અંગે ની જવાબદારીઓ માં વધારો થશે. રોજગારીની નવી તકો મળશે. ધન લાભના સંકેતો છે.
મીન રાશિ
પારિવારિક ફંકશન કે મહત્વપૂર્ણ અવસરો માટે નો આજે યોગ્ય દિવસ છે. આજે વાતચીતમાં સંયમ રાખવો જરૂરી છે. ઓફિસમાં તમારી સાથે કામ કરતા લોકો સાથે વિવાદ થઈ શકે છે. સામાજિક આર્થિક અને શારીરિક ત્રણેય બાબતોમાં ભાગ્ય તમારો સાથ આપશે. વેપારમાં તમને અચાનક થી લાભ થશે. ખાણી-પીણી નું વિશેષ ધ્યાન રાખવું. જીવનસાથી ની સલાહ નું સન્માન કરવું. આવનાર સમય આ રાશિનાં જાતકો માટે ખુબ ખુશી લઈને આવશે.