રાશિફળ ૨ નવેમ્બર ૨૦૨૦ : આજે આ ૮ રાશિ નાં જાતકો ને મળશે ભાગ્ય નો સાથ જ્યારે અન્ય રાશિ નાં જાતકો ને થશે નુકસાન

રાશિફળ ૨ નવેમ્બર ૨૦૨૦ : આજે આ ૮ રાશિ નાં જાતકો ને મળશે ભાગ્ય નો સાથ જ્યારે અન્ય રાશિ નાં જાતકો ને થશે નુકસાન

મેષ રાશિ

આજે તમને કાર્ય માં સફળતા મળશે અને તમારા હરીફો પર વિજય મળ.શે તમારા મનમાં આનંદ છવાયેલો રહેશે. વધારા નાં ખર્ચા ઓછા થશે. તમારી નાણાકીય સ્થિતિ માં દિવસે ને દિવસે સુધારો આવશે. વેપારીઓ ને આવક માટેનાં નવી તક મળશે. નોકરિયાત વર્ગને  સહ કર્મચારીઓ નો સહયોગ મળશે. વ્યાપાર ધંધામાં ખૂબ જ લાભ નાં યોગ બને છે. આજનો દિવસ તમારા માટે કોઈ શુભ સમાચાર લઈને આવશે. ઘણા લોકોને તમારી ઉદારતા પસંદ આવશે.

Advertisement

વૃષભ રાશી

પરિવાર માં વાતાવરણ નિરાશા જનક રહેશે. પરંતુ તમારા દાંપત્ય જીવન માં મધુરતા જણાશે. સંબંધીઓ ને ત્યાં તમારા માટે નકારાત્મક વાતો થશે તેને દૂર કરવી જરૂરી છે. જે લોકો સંગીત ક્ષેત્રે જોડાયેલા છે તેને બહુ મોટા સ્ટેજ પર પર્ફોમન્સ કરવાનો મોકો મળશે.    આજે અચાનક કોઈ સમાચાર મળી શકે છે. પ્રેમ સંબંધ સામાન્ય રહેશે તમારે તમારું ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે.

મિથુન રાશિ

આજનો દિવસ તમારા માટે સારો રહેશે કારણ કે આજનાં દિવસે તમને ખૂબ મોટો ધનલાભ થવાનો છે. તમારી પરીસ્થિતિ માટે ફરિયાદ કરવાથી કે તેનાથી દુઃખી થવાથી કહી નહિ મળે. તમારી પરિયોજનાઓ અને પ્રયાસો થી તમને સારું પરિણામ મળવાની સંભાવના છે. આજે તમારા તંદુરસ્તી સારી રહેશે. તમારી આવકમાં વધારો થશે અને ફસાયેલા નાણાં પણ પરત આવશે. તમારી વાણી માં મધુરતા રાખવી સાથે જ મગજ ને શાંત રાખવું.

કર્ક રાશિ

આજે તમારું ભાગ્ય થોડું કમજોર પડી રહ્યું છે. તેથી સંઘર્ષ કરવો પડશે. પરિવાર ની જવાબદારી અને પૈસા ને લઈને વાદ વિવાદ થઈ શકે છે. કોર્ટ-કચેરી નાં પ્રશ્નો માં વિજય પ્રાપ્ત થશે. અનાવશ્યક કારણો માટે ભાગ ખૂબ જ ભાગદોડ રહેશે. નોકરીયાત વર્ગ ને  તેના કામમાં સફળતા મળશે.

સિંહ રાશિ

આજે તમને કંઈક નવું શીખવા માટે તક મળશે. કામની બાબત માં આજે તમારો દિવસ ખૂબ જ સારો રહેશે. તમને તમારી પસંદગી નું કામ મળશે. પ્રમોશન મળવા નાં યોગ બની રહ્યા છે. ડાયાબિટિસ નાં દર્દીઓ એ આજે  વિશેષ સાવધાની રાખવી પડશે તેનું સ્વાસ્થ્ય બગડી શકેછે. તમારી બચત માં વધારો થવાની થશે. તમારા પ્રેમ સંબંધ માં ઉતાર-ચઢાવ જોવા મળશે. વિદ્યાર્થી વર્ગે ખૂબ મહેનત કરવી પડશે.

કન્યા રાશિ

વ્યર્થ નાં ઝઘડા અને વિવાદો થી બચવાનો પ્રયાસ કરવો. કામકાજ નાં સંબંધ માં તમારા કામની લોકો ને કદર થશે. અને તમારી કામનાં વખાણ થશે. તમારા ઉચ્ચ અધિકારી તમારા થી ખુશ થશે. તમારો બુદ્ધિપૂર્વક લીધેલો નિર્ણય તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. કર્જ  લેવામાં થી બચવું. તમારા વ્યવહારીક સહયોગી સાથે તમારે અણબનાવ થઈ શકે છે. તેથી તમારે ધીરજ થી કામ લેવું. વેપારીઓ માટે આવકના નવા સ્રોતો ખુલશે.

તુલા રાશિ

તમને કોઈ પરિસ્થિતિ થી ભાગી છુટવા ની ઇચ્છા હશે તો તેમાંથી મુક્તિ નહીં મળે.  ફસાયેલા નાણાં આજે પરત આવવા ની સંભાવના છે. ખૂબ મહેનત કરવી પડે. જો કોઈ કાર્યમાં તમને સફળતા ન મળે તો હાર માનીને છોડશો નહીં ધીરજ સાથે કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું. લાંબા સમય થી જે યોજના પર કામ કરવાનું વિચારી રહ્યા છો તે આજથી શરૂ થઈ શકે છે. પરિવાર માં ખુશી નું વાતાવરણ રહેશે.

વૃશ્ચિક રાશિ

આજે કાંઈ પણ બોલતા પહેલા વાણી પર સંયમ રાખી ને બોલવું નહીં તો ઘણા સંબંધો માં કાયમ માટે તિરાડ પડી શકે છે. તમારા આંતરિક ક્રોધ ને વેગ આપવા નો સમય નથી. ભગવાન ભોળાનાથ ઉપર વિશ્વાસ રાખવો, તમારી બધી સમસ્યાઓનું નિવારણ કરશે. પરિવાર માં તમને માતા-પિતા નો સૌથી વધારે સહયોગ મળશે. ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો ને ખૂબ ધનલાભ થશે. નોકરિયાત વર્ગનાં પગાર માં વધારો થવાની શક્યતાઓ છે.

ધનુ રાશિ

આજે તમે તમારા પ્રિય વ્યક્તિ એ કહેલી વાતો થી વધુ સંવેદના અનુભવશો. પરિવારમાં કોઈ વાત ના લીધે તમારું મન ઉદાસ રહેશે. સરકારી દસ્તાવેજો માં સાઇન કરતા પહેલા વિચાર કરવો. ક્રોધ ની માત્રા માં વધારો થશે તેથી સાવચેત રહેવું વાણી પર સંયમ રાખવો. આજ એકંદરે તમારો દિવસ આનંદ માં વીતશે. નોકરિયાત વર્ગને તેનાં કામને લઈને વધારા ની જવાબદારી નિભાવવી પડશે.

મકર રાશિ

મકર રાશિ વાળા લોકો એ કોઈની સાથે વાતચીત કરતાં પહેલાં પોતાનાં શબ્દો નો યોગ્ય રીતે પ્રયોગ કરવો. આજે તમને ઉપહાર અને માન-સન્માન પ્રાપ્ત થશે. દાંપત્યજીવન માં મધુરતા અનુભવાશે. જીવનસાથી કે વ્યવસાયિક ભાગીદાર પર બિનજરૂરી આદેશ ના આપવો જેના લીધે તમારા સંબંધો માં કડવાશ આવી શકે છે. સંતાન બાબતે સારા સમાચાર આવી શકે છે. તમારો સારો વહેવાર વિરોધી ને પણ મિત્ર બનાવી શકે છે.

કુંભ રાશિ

આજે તમે હસી મજાક માં કહેલી વાત પર થી કોઈ પર શક કરવા થી બચવું. આજે કોઈ ને ઉધાર આપવું નહી આજે આપેલ ઉધાર પાછું આવવાની સંભાવના ઓછી છે. તમારા નજીક નાં લોકો ની કદર કરો. ખાસ કરીને જેમને તમને મદદ કરી છે. વાહન ચલાવતા સમયે સાવધાની રાખવી અકસ્માત થવાની સંભાવના છે. આજે તમે ધાર્મિક તથા માંગલિક કાર્યોમાં વ્યસ્ત રહેશો.

મીન રાશિ

આજે તમને પ્રતિભાશાળી લોકો નાં સંપર્ક થી લાભ થશે. વેપાર ધંધા માં ઉન્નતિ થશે. નવા સંપર્કો થશે અને તેનાથી ફાયદો થ.શે આજે તમારા માટે ખૂબ જ ફાયદાકારક દિવસ છે. તમારા કોઈ નજીક નાં સંબંધી નારાજ થઈ શકે છે. આજે તમે માનસિક તણાવ નો અનુભવ કરશો. સખત મહેનત કરશો તો જ ફળ મળશે. નજીક નાં સંબંધીઓ ને સાથે મુલાકાત થશે. ધાર્મિક પ્રવાસ નું આયોજન થશે. નાણાકીય લાભ માટે સંજોગો અનુકૂળ રહેશે.

Advertisement

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *