રાશિફળ ૨૧ ડિસેમ્બર ૨૦૨૦ આ ૪ રાશિઓ પર શિવજી રહેશે મહેરબાન, સફળતા નાં બની રહ્યા છે યોગ

રાશિફળ ૨૧  ડિસેમ્બર ૨૦૨૦ આ ૪ રાશિઓ પર શિવજી રહેશે મહેરબાન, સફળતા નાં બની રહ્યા છે યોગ

મેષ રાશિ

આજે તમારો માનસિક તણાવ દૂર થશે અને તમારા આનંદમાં વધારો થશે. આજે તમે ટીમવર્ક માં પોતાને શામિલ કરી શકશો અને તપાસને લગતા કાર્યોમાં વ્યસ્ત રહેશો. આજે તમારા વિચારો તમારા મિત્રોની સાથે શેયર કરી શકશો. તમારા નિર્ણયો તમાર સહ કર્મચારીઓ માટે ફાયદાકારક રહેશે. આજે તમે થોડાં મૂડી અને વધારે લાગણીશીલ થઈ શકો છો. સામાજિક કાર્યકમો માં શામેલ થવાની તક મળશે.

વૃષભ રાશિ

વૃષભ રાશિનાં જાતકો એ રોકાણ કરવા માટે આ યોગ્ય સમય નથી. કામકાજને બાબતમાં જરૂરતથી વધારે જવાબદારી પોતાના પર લેવી નહીં તેનાથી તમારુ સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ શકે છે. આર્થિક બાબત માટે આજનો દિવસ સામાન્ય રહેશે જીવનસાથી તરફથી કોઇ ઉપહાર મળી શકે છે. આજે તમારા બજેટને જોઈને જ ખર્ચો કરવો. પારિવારિક કામકાજમાં વ્યસ્ત રહેશો તમારી જવાબદારીઓમાં વધારો થશે જેનાં કારણે તમે માનસિક તણાવ અનુભવશો.

મિથુન રાશિ

 

આજે કોઈ સંબંધીને મળવા માટે મુસાફરી કરી શકો છો તમારા થાક અને ઉદાસી ભરેલા જીવન થી તમારા જીવનસાથી ને તણાવ થઈ શકે છે. એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ જેના પર તમે ઘણા ટાઈમથી કામ કરી રહ્યા હતા તે રદ થઇ શકે છે. એવી વાતોને જાહેર ના કરવી જે વ્યક્તિગત અને ગુપ્ત હોય. દુર્ઘટના થવાની અથવા પડવાની વાગવાની  સંભાવના બની રહે છે. મિથુન રાશિનાં લોકો એ ખૂબ સાવધાન રહેવાની જરૂર છે. પરિવાર સાથે સારો સમય પસાર કરી શકશો.

કર્ક રાશિ

આજના દિવસે તમે માનસિક તણાવ અનુભવશો તમે જે લક્ષ્ય નિર્ધારિત કર્યું છે તેને પૂર્ણ કરવામાં સફળ રહેશો સામાજિક રીતે તમે આજે ખૂબ જ સક્રિય અને સફળ પણ થઇ શકશો. મુશ્કેલ પરિસ્થિતિમાં ઘણા લોકોનો તમને સહયોગ મળી રહેશે ઘર નું વાતાવરણ આનંદમય રહેશે. કર્જથી મુક્તિ મળવાની સંભાવના છે. નોકરિયાત લોકોને પ્રમોશન મળવાના યોગ બની રહ્યા છે.

સિંહ રાશિ

આજે તમારે સમજી વિચારીને પૈસાને લગતા નિર્ણય લેશો તો પરિણામ સારું મળશે. વાણી પર સંયમ રાખવો બોલતા પહેલા વિચારીને બોલવું. આજે જૂની બીમારીઓથી મુક્તિ મળશે આજે માનસિક રૂપથી તમે ખૂબ સારું અનુભવશો તાજગીનો અનુભવ કરી શકશો. પૈસાની સ્થિતિ માં સુધારો થશે. અચાનક ધન લાભ થવાના યોગ .છે ખાનપાનની આદતમાં પરિવર્તન નાં કારણે પેટની સમસ્યા થઈ શકે છે. સંતાન તરફથી શુભ સમાચાર મળશે.

કન્યા રાશિ

નવા કાર્ય માટેનું આયોજન બની શકે છે. કોઈપણ કાર્યમાં આગળ વધતા પહેલા ખૂબ જ વિચારીને આગળ વધવું. પૈસાની લેવડ-દેવડ કરતી વખતે સાવધાન રહેવું. કોર્ટ-કચેરી ને લગતા કાર્યોમાં નિર્ણય તમારા પક્ષમાં આવી શકશે. આર્થિક પરેશાની દૂર થશે વેપારમાં ભાગીદારો સાથે મતભેદ થઈ શકે છે. તમારા દ્વારા કરવામાં આવેલ સારા કર્મોનું ભવિષ્યમાં સારું ફળ પ્રાપ્ત થશે.

તુલા રાશિ

આજે તમારું મન ખૂબ જ પ્રસન્ન રહેશે. કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલાં તેના વિશે દરેક પ્રકારની જાણકારી લેવી જરૂરી છે. ક્રોધ પર નિયંત્રણ રાખવો શાંતિ અને ધીરજથી તમે આવનારી દરેક પરેશાની થી બચી શકો છો. લેવડદેવડ અને રોકાણ ની બાબતમાં આજે નવું પ્લાનિંગ કરી શકો છો. પરિવારજનો ની સાથે તમારા વહેવારમાં મધુરતા રાખવી વિશેષજ્ઞ ની સલાહ વગર રોકાણ કરશો તો નુકસાન થઈ શકે છે. ભૌતિક સુખ-સુવિધામાં વધારો થશે.

વૃશ્ચિક રાશિ

શિક્ષણમાં પ્રગતિ થશે. વિદેશી વ્યાપાર સાથે જોડાયેલા લોકોને આજે લાભ થશે. મનોરંજન સાથે જોડાયેલી પરિયોજનામાં ઘણા લોકોનું સંયોજન કરી શકશો. આજે સંબંધીઓ સાથે થયેલ મતભેદ દૂર થશે. આર્થિક લાભ થશે. તેવા લોકોથી બચવું જે તમને ખોટા રસ્તા પર લઈ જઈ શકે છે અને એવી જાણકારી આપી શકે છે જે તમારા માટે નુકશાનદાયક સાબિત થઈ શકે છે. આજે તમે કોઈની મદદ કરી શકશો જેનાથી તમે આનંદ અનુભવશો

ધન રાશિ

આજે તમને સંતાનસુખ પ્રાપ્ત થશે સાથે જ અશુભ સમાચાર પણ પ્રાપ્ત થઇ શકે છે. ધીરજ રાખવી. આજનો દિવસ ભાગદોડ વાળો રહેશે તમે થાક અને કમજોરી અનુભવશો અને અનિદ્રાની સમસ્યા પણ થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ શુભ રહેશે. અગાઉથી ચાલી આવેલી સમસ્યાઓનું સમાધાન મળશે. વિવાદથી બચવું ઘર બહાર કોઈ સાથે મતભેદ થઈ શકે છે. મેડિકલ અને મેનેજમેન્ટ સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ નવા અવસરો લાવી શકે છે.

મકર રાશિ

આજના દિવસે તમારી જીવનશૈલીમાં પરિવર્તન આવી શકશે. ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. કોઈ સામાજિક આયોજનમાં ભાગ લઈ શકશો. સ્વાદિષ્ટ ભોજન નો આનંદ લઈ શકશો. મિત્રો સાથે બહાર જવાનું આયોજન થઇ શકે છે. રાજનીતિ સાથે જોડાયેલા લોકોને આજે કોઈ સફળતા અને ઉપલબ્ધિ પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓને પ્રગતિ મળશે. દરેક કાર્યમાં સફળ રહેશો. ઉતાવળથી કાર્યો બગડી શકે છે તેથી ધીરજથી કામ લેવું. નવા વિચારોથી જીવનમાં આવેલ પરિવર્તન ને જોઈને તમે ખુશ રહેશો.

કુંભ રાશિ

આજે ખૂબ મહેનત કરવી પડશે ત્યારે જ તમને ફળની પ્રાપ્તિ થશે. કોઈ આધ્યાત્મિક ગુરૂ કે વડીલ તમારી મદદ કરી શકે છે. વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ પ્રગતિકારક રહેશે. મીડિયા અને આઇટી સાથે જોડાયેલા લોકો ને પોતાના કાર્યથી સંતોષ રહેશે. વિવાહિત જીવનમાં ખરાબ ક્ષણો માંથી આજે તમારે પસાર થવું પડશે. વેપારીઓ માટે આજનો દિવસ ખૂબ જ મુશ્કેલીભર્યો રહેશે કારણકે તમારા ધારેલા નવા સોદાઓ પાર પાડી શકશે નહીં.

મીન રાશિ

આજે તમારા કાર્યમાં સફળતા મળશે. વ્યવસાયમાં ધન લાભ થશે, તમારી રચનાત્મકતા અને ઊર્જા નો યોગ્ય જગ્યા પર ઉપયોગ કરવો તેનાથી તમને નામ અને પ્રતિષ્ઠા મળશે. પોલિટિક્સ સાથે જોડાયેલા લોકો પોતાના કાર્યોથી પોતાના ઉચ્ચ નેતાઓને ખુશ કરી શકશે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ભાગ્ય વૃદ્ધિકારક રહેશે. સંપત્તિ સાથે જોડાયેલા મોટા લાભ પ્રાપ્ત થશે. પ્રગતિન નાં નવા માર્ગો મળશે. ધીરજથી કામ લેવાથી દરેક કાર્ય પૂર્ણ થઈ શકશે.

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *