રાશિફળ ૨૨ ડિસેમ્બર ૨૦૨૦ આ મંગળવાર આ ૩ રાશિવાળા લોકો માટે રહેશે મુશ્કેલ સાવચેત રહેવું

રાશિફળ ૨૨  ડિસેમ્બર ૨૦૨૦ આ મંગળવાર આ ૩ રાશિવાળા લોકો માટે રહેશે મુશ્કેલ સાવચેત રહેવું

મેષ રાશિ

મેષ રાશિનાં લોકોને પોતાની કરેલી અગાઉની ભૂલનાં કારણે ભય બની રહેશે. બીજા લોકોની ભૂલ પણ તમારા પર આવી શકે છે. જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે. મિત્રો સાથે બહાર જવાનું આયોજન થઇ શકે છે. તમારા દ્વારા કરવામાં આવેલ  મહેનત સફળ રહેશે. કાર્યસિદ્ધિ થી પ્રસન્નતા રહેશે. માન સન્માનમાં વધારો થશે. તમારી આવકમાં વૃદ્ધિ થશે. નોકરીયાત લોકોને પોતાના કાર્યમાં ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. આજે વેપારી લોકો ને નવા અવસરોની પ્રાપ્તિ થશે જેનાથી વેપારમાં ફાયદો થશે. વેપારનો વિસ્તાર થવાની સંભાવના છે. તમારા જીવનમાં ખુશીઓ નું આગમન થઈ શકે છે.

વૃષભ રાશિ

વૃષભ રાશિનાં લોકોને કાર્યમાં ધીમી ગતિ થી પ્રગતિ થવાને કારણે માનસિક તણાવ રહેશે. બેન્ક સાથે લેવડ-દેવડ માં સાવધાની રાખવાની જરૂર છે. તણાવની સ્થિતિ લાંબા સમય સુધી રહી શકે છે. પરંતુ તમારા પરિવાર નાં સહયોગથી તેમાં રાહત અનુભવી શકશો દાંપત્ય જીવનમાં જીવનસાથી નાં સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે. દરેક કાર્યમાં સફળતા મેળવવા માટે ધીરજ રાખવી પડશે. અચાનક થી યાત્રા પર જવાનું આયોજન થઈ શકે છે. જેનાં કારણે ભાગદોડ થઈ શકે છે અને તણાવમાં વધારો થઇ શકે છે.

મિથુન રાશિ

આજે તમારું ભાગ્ય વધારે મજબૂત રહેશે જેથી નુકસાન થવાની સંભાવના રહેશે નહીં. ઘરમાં મહેમાનો નાં આગમનથી વાતાવરણ આનંદમય રહેશે. કોઈ સારા સમાચાર મળી શકે છે ધાર્મિક કાર્યોમાં તમારું મન પરોવાયેલું રહેશે. મનોરંજન અને ફિલ્મ ફિલ્ડ સાથે જોડાયેલા જાતકોને નવા અવસરો ની પ્રાપ્તિ થશે. તમારા ધારેલા દરેક કાર્યો પૂર્ણ થશે જેનાથી તમારી પ્રસન્નતામાં વૃદ્ધિ થશે. સારા સમાચાર મળશે. જુની બિમારી માંથી રાહત મળશે. તમારી વિચારસણી બદલવાથી અને કાર્યપદ્ધતિ માં પરિવર્તન કરવાથી લાભ પ્રાપ્ત થશે. જૂના મિત્રો સાથે મુલાકાત થવાથી તમારા આનંદમાં વધારો થશે.

કર્ક રાશિ

આજે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવાની જરુર છે વધારે પડતો ગુસ્સો કરવાના કારણે તમારું કામ બગડી શકે છે. નવા પ્રોજેક્ટ થી ફાયદો મળવાના યોગ બની રહ્યા છે પરંતુ તે તમારી અપેક્ષા મુજબ મળશે નહીં વ્યવસાય માટે આજનો દિવસ સામાન્ય રહેશે વિદ્યાર્થીઓને મહેનતનું પરિણામ મળશે. રોકાણ કરતી વખતે ઉતાવળથી કોઈ પણ નિર્ણય લેવો નહીં. બાળકના સ્વાસ્થ્યને લઈને પરેશાની થઇ શકે છે. આજે તમારી વાણી પર નિયંત્રણ રાખવો જરૂરી છે જે પણ બોલો તે સમજી વિચારીને બોલવું અન્યથા સંબંધોમાં મતભેદ થઈ શકે છે. આર્થિક કારણોને લીધે પરેશાન થઇ શકશો.

સિંહ રાશિ

સિંહ રાશિનાં લોકો કાર્યક્ષેત્રમાં એવી યોજના બનાવી શકશે કે જેમાંથી લાંબા સમય સુધી ફાયદો મળી શકશે. નોકરિયાત લોકોને ઈચ્છા મુજબનું પરિણામ પ્રાપ્ત થશે. અગાઉ કરેલ રોકાણ માંથી ખૂબ જ લાભ થશે. રોજગારમાં વૃદ્ધિ થશે. કેટલાક લોકો તમારી વધારે અપેક્ષા રાખી શકે છે. પરિવારના લોકોની જરૂરિયાતને પૂર્ણ કરવામાં તમારે ધ્યાન આપવું પડશે પરીવારમાં ચાલી રહેલો વાદવિવાદ દૂર થશે. કોઈ મોટી સમસ્યા દૂર થઈ શકશે. જેના લીધે તમે આનંદ અનુભવશો. તમારા હરીફો સક્રિય રહેશે. આજે તમારું સંપૂર્ણ ધ્યાન આર્થિક લાભ તરફ રહેશે. ભાગ્ય નો પૂરેપૂરો સાથ મળશે

કન્યા રાશિ

 

આજે કોઈ એવા વ્યક્તિ સાથે મુલાકાત થશે કે જે તમારા થી અલગ હશે અને બીજી સંસ્કૃતિ નાં પણ હોઈ શકે છે. ઓફિસમાં તમને એવું કાર્ય મળશે જેનાથી જેને તમે હંમેશાથી કરવા ઇચ્છતા હતા. તમારા સહકર્મચારીઓ સાથેનાં સંબંધો મજબૂત થઈ શકે છે. કોઈ કાર્ય કરવા માટે આજે ખૂબ માનસિક શ્રમ કરવો પડશે પરંતુ તમને તેમાંથી ફાયદો પણ થશે. આજે તમારા કામ અને શબ્દો નું અર્થઘટન કરવું કારણ કે, આંકડાઓ સમજવામાં મુશ્કેલી થઈ શકે છે. સ્વાસ્થ્ય અંગે સાવચેત રહેવાની જરૂર છે.

તુલા રાશિ

ભાગીદારો સાથે ચાલતો મતભેદ દૂર થશે. એવી જીદ ના કરવી જેનાથી તમને મોટું નુકસાન થઈ શકે છે. આજે તમારા જીવનસાથી તરફથી કોઈ સરપ્રાઈઝ મળી શકે છે. આજે ખર્ચાઓમાં વધારો થઇ શકે છે. રોજગાર માટે નવા અવસર પ્રાપ્ત થશે. બપોર પછી કાર્યસ્થળ પર કોઈ સારા સમાચાર મળી શકશે. કોઈ જૂના મિત્ર સાથે આજે મુલાકાત કે વાત થઇ શકે છે. આજની ઘણી જવાબદારીઓ તમે આગળ નાં  દિવસ પર ટાળી શકો છો.

વૃશ્ચિક રાશિ

 

ઘર અને કાર્યક્ષેત્રમાં દરેક ક્ષેત્રે સફળતા મળવાની સંભાવના છે. આજે તમે તમારી મહેનત અને કાર્ય નિપુણતા નાં કારણે તમારી ઓફિસમાં સિનિયર અધિકારીઓને ખુશ કરવામાં સફળ રહેશો. પ્રેમ સંબંધમાં અને નજીક નાં સંબંધોમાં આજે મધુરતા રહેશે. ઉચ્ચ અધિકારીઓ તરફથી ફાયદો થશે. વિદ્યાર્થીઓ એ પોતાના કાર્યમાં વધારે મહેનત કરવા માટે યોગ્ય સમય પ્રાપ્ત થઈ શકશે. જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે જેના કારણે તમે દુઃખી થઈ શકો છો.

ધન રાશિ

આજે તમારા લીધે પરિવારનાં લોકોને પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. આ સમય તમારી સફળતા ને સેલીબ્રેટ કરવાનો છે. પરંતુ તમારે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે, તેનાથી તમારી જવાબદારીઓ માં પણ વધારો થઇ શકે છે. તમારા કામકાજ માટે યોગ્ય સમય પ્રાપ્ત થશે નહીં. વિદ્યાર્થીઓ એ પોતાનું ધ્યાન અભ્યાસમાં કેન્દ્રિત કરવાની જરૂર છે. નોકરિયાત લોકોએ પોતાની નોકરી માં પરિવર્તન કરવું નહીં. આજે તમારે સંભાળીને રહેવાની જરૂર છે. તમારી મહેનતથી પ્રસન્ન થઈને ઉપરી અધિકારી તમને પ્રમોશન આપવાનો નિર્ણય લઈ શકે છે.

મકર રાશિ

 

આજે તમે ડિસ્ટર્બ થયા વિના સમયસર કામ પૂર્ણ કરવાની કોશિશ કરશો. આજે તમને કોઇ સારા સમાચાર મળી શકે છે જેનાથી તમે ખૂબ જ ઉત્સાહ અનુભવશો. લાંબા સમય બાદ આજે જૂના મિત્રો સાથે મળીને તમે પિકનિક પર જઈ શકો છો અને અને મિત્રો સાથે વાતચીત કરીને હસી મજાકમાં દિવસ પસાર કરી શકો છો. આજે સામાન્ય ભોજન ગ્રહણ કરવું કારણ કે, આજનો દિવસ તમારા સ્વાસ્થ્ય માટે સારો રહેશે નહીં. વિજ્ઞાન સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે.

કુંભ રાશિ

આજે પરિવારમાં કરેલ આયોજન સુખદ રહેશે. તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરી શકશો. આર્થિક લાભનાં યોગ બની રહ્યા છે. આજે ફસાયેલા નાણા પરત મળી શકશે મહત્વપૂર્ણ લોકો સાથે આજે મુલાકાત થવાથી સંબંધ વધારે સારા થઈ શકશે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. તમારું સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. ધન-સંપત્તિમાં વૃદ્ધિ થવાના યોગ બની રહ્યા છે. નોકરિયાત લોકોને પ્રમોશન નાં યોગ બની રહ્યા છે. વ્યાપારમાં આજે લાભ ની સાથે વેપારનો વિસ્તાર પણ થવાના યોગ બની રહ્યા છે.

મીન રાશિ

આજે તમને તમારા જીવન માં ચારે તરફથી ખુશી પ્રાપ્ત થશે. વિવાહિત જાતકો માટે આજનો દિવસ ખૂબ ખાસ રહેશે. ઘણા દિવસો પછી તમારા જીવનસાથી સાથે રોમાન્ટિક દિવસ પસાર કરી શકશો. નાની એવી મુસાફરીનું આયોજન થઇ શકે છે. કોઈ વાતને લઈને તણાવ અનુભવી શકો છો. આજ તમારા પ્રિય વ્યક્તિ તમને કોઈ સારી ગિફ્ટ આપી શકે છે. શુદ્ધ અને સાત્વિક આહાર લેવો બહાર નાં ખાનપાન થી જેટલું બની શકે તેટલું દૂર રહેવું.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *