રાશિફળ ૨૨ નવેમ્બર ૨૦૨૦ રવિવાર નાં દિવસે આ ૫ રાશિનાં જાતકો રહે સાવધાન, થઈ શકે છે મોટું નુકસાન

મેષ રાશિ
આજે તમે તમારા પરિવાર નાં લોકો સાથે આનંદથી સમય પસાર કરી શકશો. ધનલાભ થશે. તમારી મહેનત નાં લીધે તમને સફળતા પ્રાપ્ત થશે. તમારા મિત્રો તમને કોઈ ગિફ્ટ આપી શકે છે. આજે તમારી આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. ધીરજથી કામ લેવું. કાર્યમાં સફળતા માટે તમારે વધારે મહેનત કરવી પડશે. રોકાણ માટે સારો સમય છે.
વૃષભ રાશિ
તમારા સંબંધમાં મધુરતા રહેશે. તમારા સંતાનો માટે તમે ખાસ વ્યવસ્થા કરી શકશો. લ દાંપત્યજીવન માં મધુરતા રહેશે. તમને ધનલાભ થશે. આજે તમને અગાઉ કરેલ સામાજિક કાર્ય માટે સન્માનિત કરવામાં આવશે. વિદ્યાર્થીઓ ને સારુ પરિણામ પ્રાપ્ત થશે. કોર્ટ- કચેરીની બાબતમાં સફળતા પ્રાપ્ત થશે. તમારા સારો સમય આવવાનો છે.
મિથુન રાશિ
આજે તમારો કોઈ વિરોધી તમારા વિરુદ્ધ કોઈ કાવતરું કરશે. કામની બાબતમાં નોકરી ને લઈને સારા પરિણામો મળશે. ભાગ્ય તમારો સાથ આપશે. જેના લીધે દરેક કામ પૂર્ણ થશે. તમારા કાર્યક્ષમતામાં વધારો થશે. દાંપત્યજીવનમાં મધુરતા રહેશે. વ્યક્તિગત જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે ખૂબ સકારાત્મક ઊર્જા સાથે મહેનત કરવી પડશે. બિઝનેસમાં નવા પ્રોજેક્ટ મળશે.
કર્ક રાશિ
તમારી જવાબદારીઓમાં વધારો થશે. ખૂબ મહેનત કરવી પડશે. કાર્યમાં ઉત્સાહ રહેશે. વૈવાહિક લોકો ને આજે પોતાનાં જીવનસાથી કોઈ ભેટ આપી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. જેના લીધે તમે આનંદ અનુભવશો. તમારી સમજદારી આજે તમને ખુબ કામ આવશે અને તેનાં લીધે તમારી ખૂબ પ્રશંસા થશે. ઉપરી અધિકારીઓ સાથે મતભેદ થશે. અવિવાહિત લોકો માટે સારી જગ્યાએ થી લગ્નનો પ્રસ્તાવ આવશે.
સિંહ રાશિ
જીવનસાથી ની સલાહ ધ્યાન દેવા યોગ્ય હશે જેનાથી તમને કાર્યમાં સફળતા મળશે. કામકાજની બાબતમાં સારા પરિણામ પ્રાપ્ત થશે. પરિવારમાં આનંદનો માહોલ રહેશે. દાંપત્ય જીવનમાં તણાવ વધશે. પરેશાનીઓ દૂર થશે. વ્યાપાર ક્ષેત્રે તમને ઉન્નતિ મળશે. માતા-પિતાના સ્વાસ્થ્યમાં સુધારો આવશે. પ્રેમ જીવનમાં ખુશી મળશે. બહારનું ખાવાથી તમારી તબિયત બગડી શકે છે.
કન્યા રાશિ
આજનાં દિવસે સફળતા પ્રાપ્ત થશે. તમે ખૂબ મહેનતુ બનશો અને તમારા કામને સૌથી વધારે મહત્વ આપશો. ધાર્મિક કાર્યોમાં મન લાગશે. લગ્ન જીવનમાં આનંદ રહેશે. તમારા જીવનસાથીને સમજી શકશો. તમારી જીવનશૈલીમાં થોડો બદલાવ આવશે. જેનાં લીધે તમારી તંદુરસ્તી સારી રહેશે. વાહન ચલાવતી વખતે સાવધાન રહેવું. તમારા મન પર કાબૂ રાખવા માટે ધ્યાન કરવાની કોશિશ કરી શકો છો. તંદુરસ્તી સારી રહેશે.
તુલા રાશિ
કોઈ કામ કરવામાં તમારી અસામાન્ય રીત અન્ય વ્યક્તિઓને પ્રભાવિત કરશે. અને તેનાથી તમારી ઓળખમાં વધારો થશે. આજે કોઈને ઉધાર આપવાથી બચવું. કારણકે આજે આપેલું ઉધાર પાછું આવવાની સંભાવના નથી. નવા વ્યવસાય માટે તમને આજે સારા પ્રસ્તાવ મળી શકશે. આજે તમને તમારા જીવનસાથી પાસેથી કશું ખાસ મળશે. તમારા બાળકની તબિયત ખરાબ રહેવાથી તમે પરેશાન થઇ શકો છો. કર્જ લેવાથી બચવું.
વૃશ્ચિક રાશિ
તમારું કામમાં મન લાગશે. તમને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. દરેક કાર્ય આસાનીથી પાર પાડી શકશો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. તમારા સહયોગી સાથે સંવેદનશીલ બાબતો પર ચર્ચા કરતી વખતે આક્રમણ ન બનવું. આગળ ચાલીને જવાબદારી લેવાથી તમને સફળતા પ્રાપ્ત થશે. પોતાની અંગત વાતો ને બીજા કરવી નહી.
ધનુ રાશિ
વિદ્યાર્થીઓ ને વિદ્યાભ્યાસમાં સારું પરિણામ પ્રાપ્ત થશે. પ્રવાસ ની સંભાવના છે. કોઈ સાંભળેલી વાત પર વિશ્વાસ ન કરવો અને અમલ પણ ના કરવો. તમારા ગુસ્સા પર કાબૂ રાખો. તદુરસ્તી સારી રહેશે. કોઈની સાથે વાદ-વિવાદમાં પડવાથી બચવું. પોતાની અંગત વાતો બીજાને કહેવી નહીં. વ્યાપારી લોકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ છે. વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી.
મકર રાશિ
મકર રાશિવાળા લોકોએ વાહન ચલાવતા સાવધાન રહેવું. ઇજા થવાની સંભાવના છે. ધન પ્રાપ્તિનાં યોગ બની રહ્યા છે. મિત્રો સાથે આનંદદાયક સમય પસાર થશે. તમારા સંતાન તરફથી પણ તમને સુખદ સમાચાર મળશે. ધન રોકાણ માટેનો આજનો દિવસ ઉત્તમ છે. આજે તમે દિલ ખોલીને રોકાણ કરી શકો છો. જીવનમાં તમે ખુબ આગળ વધશો. તમારા જીવનસાથી નું તમારે વિશેષ ધ્યાન રાખવું પડશે. તમારી મહેનતથી સફળતા અવશ્ય પ્રાપ્ત થશે.
કુંભ રાશિ
વિદેશી વ્યાપાર સાથે જોડાયેલા લોકોને આજે લાભ થશે. અવિવાહિત લોકો નાં વિવાહ ની વાત આગળ વધશે. અને દિવસ સુખમય વીતશે. વ્યાપારમાં ધનલાભ થશે. પ્રેમીઓ વચ્ચે સંબંધ મજબૂત થશે. પરિવાર નાં કોઈ સદસ્ય ને કોઇ સમસ્યા આવી શકે છે. પરંતુ તમે તેની સાથે મળી અને તેનો હલ કરી શકશો. ભગવાન પ્રતિ આસ્થામાં વધારો થશે. આજનો દિવસ ઉત્તમ રહેશે.
મીન રાશિ
આજે તમારે લેવડ-દેવડ કરતી વખતે સાવધાની રાખવાની જરૂર છે. જો એવું નહીં કરો તો તમને નુકસાન થઈ શકે છે. આજનો દિવસ ખૂબ ઉન્નતીકારક છે. સંપત્તિમાં વધારો થશે. આજે તમારા નાના ભાઈ નાં કારણે તમને લાભ થશે. પ્રેમીઓ વચ્ચે સંબંધ મધુર રહેશે. તમારા વ્યાપારમાં લાભ થશે. જુના રોકાણમાંથી તમને લાભ પ્રાપ્ત થશે. બધા સાથે ઈમાનદારીથી વર્તન કરવું. તમારા જીવનસાથી નાં સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેશે.