રાશિફળ ૨૩ ડિસેમ્બર ૨૦૨૦ આજે ગણેશજી ની કૃપાથી આ ૬ રાશિના જાતકોને મળી શકે છે ખુશ ખબરી

રાશિફળ ૨૩ ડિસેમ્બર ૨૦૨૦ આજે ગણેશજી ની કૃપાથી આ ૬ રાશિના જાતકોને મળી શકે છે ખુશ ખબરી

મેષ રાશિ

મેષ રાશિવાળા લોકો એ આજના દિવસે લેવડદેવડ કાર્યોમાં સાવધાની રાખવાની જરૂર છે. કોઈ રોકાયેલું કાર્ય પૂર્ણ થઇ શકે છે તમારા ભાઈઓ તરફથી સહયોગ મળશે તમારી વાણી પર સંયમ રાખવો અન્યથા પરિવારમાં મતભેદ થઈ શકે છે તમારા ખર્ચમાં વધારો થશે જેના કારણે કર્જ લેવાની પરિસ્થિતિ આવી શકે છે. અચાનક થી તમારા દરેક કાર્યોમાં ગતિ આવી શકશે. નાની યાત્રા પર જવાનું થઈ શકે છે. આજે તમારું સ્વાસ્થ્ય સામાન્ય રહેશે માથાના દુખાવાથી પરેશાન થઈ શકો છો

વૃષભ રાશિ

વૃષભ રાશિના લોકોની આર્થિક સ્થિતિ મજબૂત રહેશે કાર્ય સમયસર પૂર્ણ કરવાની આદત પાડવી. ભવિષ્ય ને જોતા કોઈ એવા કાર્યો કરવા કે જેમાં તમને સમય પર આર્થિક સહાયતા મળી ર.હે તમારા ધારેલા દરેક કાર્ય પૂર્ણ થવાથી તમે આનંદ અનુભવશો. મહેનત કર્યા છતાં પણ ફાયદો મળશે નહિ. ઓફિસમાં તમારા ઉપરી અધિકારી તમારાથી નારાજ થઈ શકે છે. નકામા ખર્ચા પર કાપ મૂકવો જરૂરી છે. આજના દિવસે તમારા પ્રેમી સાથે બહાર ફરવા જઈ શકો છો. કારકિર્દી સંબંધી બાબતમાં નવા લોકો પર પૂરી રીતે ભરોસો કરવો નહીં. આજના દિવસે તમારે આરામ કરવાની આવશ્યકતા છે. વધારે પડતાં તળેલા પદાર્થો ખાવાથી સ્વાસ્થ્ય બગડી શકે છે.

મિથુન રાશિ

 

મિથુન રાશિના જાતકોને પોતાના કાર્યમાં નવા નવા અનુભવો થઈ શકે છે. નોકરીયાત લોકોને શુભ સમાચાર મળશે. પરિવાર નાં કાર્યોમાં તમારી રુચિ માં વધારો થશે. વધારે ધન કમાવા માટે નવા અવસર પ્રાપ્ત થશે. આ સોનેરી અવસર ને હાથમાંથી જવા દેવા નહિ. જીવનમાં સમસ્યાઓ આવી શકે છે કેટલાક લોકો તમારી મિલકત પર વિવાદ સર્જી શકે છે તેનાથી સાવધાન રહેવું. તમને સાચો પ્રેમ મમળવાના યોગ બની રહ્યા છે. શરીરમાં થાક અને કમજોરી ના લીધે ચીડચીડાપણું મહેસૂસ કરશો.

કર્ક રાશિ

આજે તમને આધ્યાત્મિક અને ઈશ્વરીય શક્તિ સહાયક થશે. અગાઉ કરેલ રોકાણ માંથી ફાયદો થઈ શકે છે. સામાજિક ક્ષેત્રે માન-સન્માન પ્રાપ્ત થશે. પ્રભાવશાળી લોકો સાથે સંપર્ક કરવાથી લાભ થશે. કાર્યક્ષેત્રમાં અનુકૂળતા રહેશે. પરિવારના સભ્યો સાથે સમય પસાર કરી શકશો. કામકાજની બાબતમાં તમારા પર જવાબદારીઓ નો બોજ વધવાની શક્યતા છે. પ્રેમ સંબંધમાં લોકોએ સાવધાન રહેવાની જરૂર છે પ્રેમના પ્રસ્તાવ અસફળ થઈ શકે છે કામકાજમાં પરિશ્રમ અનુસાર પરિણામ પ્રાપ્ત થશે. પેટ સંબંધી કોઈ નાનું ઓપરેશન થવાની સંભાવના છે.

સિંહ રાશી

સિંહ રાશિ નાં વિદ્યાર્થીઓ મિત્રો સાથે પિકનિક પર જવાનું આયોજન કરી શકે છે. સંતાન સંબંધી કોઈ ચિંતા તમને પરેશાન કરી શકે છે. વ્યવસાયમાં પ્રગતિ થશે કામકાજની બાબતમાં તમારે હજી ઘણું શીખવાનું બાકી રહેશે. આજે તમે સમજી વિચારીને દરેક કાર્ય કરશો મુશ્કેલીઓ આવશે નહિ. પરિવારના સભ્યો સાથે ધાર્મિક સ્થળે જવાનું આયોજન થઇ શકે છે. કોઈ કારણના લીધે તમારા પરિવાર સાથે તણાવની સ્થિતિ ઉદ્ભવી શકે છે. શેર માર્કેટમાં રોકાણ કરવા માટે આજનો દિવસ શુભ રહેશે. પેટ સંબંધી તકલીફમાં ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકો ની આજે ઓફિસ સાથે સંકળાયેલી પરેશાનીઓ દૂર થશે. વારસાગત સંપત્તિથી ફાયદો થશે. આજે તમે ધાર્મિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેશો અને સંબંધીઓની સાથે કોઈ ધાર્મિક સ્થળ પર જવાનો અવસર પ્રાપ્ત થશે. આવકમાં વધારો થશે અને બિનજરૂરી ખર્ચાઓ માં ઘટાડો થઈ શકશે. કોઈ ને ખોટી માહિતી આપવી નહીં. શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા લોકો માટે આજનો દિવસ ખૂબ જ ફાયદાકારક રહેશે. આજે તમે તમારા પ્રેમીને એક અલગ ખૂબસૂરત રૂપમાં જોઈ શકો છો. કામ સંબંધિત ટાર્ગેટ સરળતાથી પૂર્ણ કરી શકશો. આળસ થાક અને અશક્તિ ના કારણે અસ્વસ્થતા ની અનુભવ થશે.

તુલા રાશિ

 

આજે તમારી બેદરકારી તમને ભારે પડી શકે છે. ખર્ચમાં વધારો થઈ શકે છે. કર્મનિષ્ઠ થઈ ને કામ પૂર્ણ કરવાની કોશિશ કરવી.  આજે તમારા વ્યવહારના કારણે પરિવારના સભ્ય ને દુઃખ થઈ શકે છે. વાણી પર સંયમ રાખવો જરૂરી છે કોઈને એવા શબ્દ ન કહેવા જેનાથી તેનું મન દુઃખી થઈ જાયને અને તમારા પોતાના જ તમારા શત્રુ બની જાય એવો વ્યવહાર ના કરવો. ક્રોધ પર સંયમ રાખવો. કાનૂની બાબતો થી દૂર રહેવું. તમારી પસંદ અને નાપસંદ તમારા પ્રેમી પર લાદવી નહીં. બેરોજગાર લોકોને આજે સારી નોકરી પ્રાપ્ત થવાની સંભાવના છે.

વૃશ્ચિક રાશિ

વૃષીક રાશિના લોકોને આર્થીક પરેશાનીનો સામનો કરવો પડશે. વ્યાપારમાં આર્થિક નુકસાન થવાની સંભાવના છે. આજે તમારા ઉપરી અધિકારીઓ તમારાથી નારાજ થઈ શકે છે. બીજા લોકોની ભાવનાઓને સમજવાની કોશિશ કરવી. દરેક કાર્યને સફળ બનાવવા માટે તમારે વધારે મહેનત કરવી પડી શકે છે. તમારા સંતાન તમારી ઈચ્છા મુજબ કાર્ય કરશે જેનાથી તમે આનંદ અનુભવશો. દુશ્મનો થી દૂર રહેવું તેની સાથે વાદ-વિવાદથી બચવું. તમારો પ્રેમ સંબંધ નવો હોય તો તમારા પ્રેમીને કોઈ વાત માટે ફોર્સ ન કરવો. વિદ્યાર્થીઓને આજે વધારે મહેનત કરવી પડશે. છતાં મહેનત નાં પ્રમાણમાં પરિણામ ઓછું મળશે. એસીડીટી  નાં કારણે સમસ્યા થઈ શકે છે.

ધન રાશિ

આજે તમારી કોઈ ગુપ્ત વાત સામે આવી શકે છે જેનાથી કેટલાક મહત્વપૂર્ણ કાર્ય પ્રભાવિત થશે. વેપારની બાબતમાં આજે ખૂબ જ સારો દિવસ રહેશે ફસાયેલા નાણા પરત મળી શકે છે. તમારી વાણીથી લોકો પ્રભાવિત થઈ શકશે. કોઈના સાથે મતભેદ થવાથી આજે તમે માનસિક તણાવ અનુભવશો. મિત્રો અને સંબંધીઓને મળવાનું થઈ શકે છે. સારા વ્યવહાર ના લીધે તમને કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. પ્રેમ સંબંધમાં કોઈ પ્રકારની મુશ્કેલી રહેશે નહીં જીવનસાથી સાથે મધુરતા રહેશે. નોકરિયાત લોકોને નવી જોબ માટેની ઓફર આવી શકે છે અને હાલની નોકરીમાં પણ પ્રમોશન નાં યોગ બની રહ્યા છે.

મકર રાશિ

નોકરી અને વેપારમાં માટે આ સમય શુભ છે. કાર્ય પધ્ધતિમાં પરિવર્તન કરવાથી લાભ થઈ શકશે. કાર્યક્ષેત્રમાં તમે બીજા લોકો કરતાં વધારે સારું કાર્ય કરીને બતાવશો જેનાથી તમારી પ્રશંસા થશે. તમારી ધીરજ અને સમજદારીથી ઘણા બગડેલા કાર્યો પણ સુધરી શકશે. વ્યવસાયમાં નવી યોજનાઓ બની શકશે જેનો ફાયદો તમને ભવિષ્યમાં પ્રાપ્ત થશે. ધાર્મિક કાર્યક્રમમાં જવાની તક મળશે. જો તમે અવિવાહિત છો તો તમને કોઈ સારા પાર્ટનર મળવાની સંભાવના છે. સ્વાસ્થ્ય અંગે સાવચેત રહેવાની જરૂર છે

કુંભ રાશિ

કુંભ રાશિ વાળા લોકોએ જોખમ લેવાથી બચવું. અધિકારીઓ તમારાથી નારાજ થઈ શકે છે. બીજા લોકોને કાર્યમાં અનાવશ્યક સલાહ આપવી નહીં. ગુપ્ત રીતે ધન પ્રાપ્ત થવાની સંભાવના છે. તમારા માન સન્માનને હાનિ પહોંચી શકે છે. કોઈ સાથે વિવાદ થઈ શકે છે કાર્યસ્થળ પર તમને સારા પરિણામો પ્રાપ્ત થશે. સંતાન ની બાબતમાં તમારે કોઈ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આજે તમારા પ્રેમીને કંઈ કહેવા ઇચ્છતા હો તો તમારા દિલની વાત આજે કહેવા માટે યોગ્ય દિવ્ય છે. ઘન વૃદ્ધિ નાં પણ સંયોગ બની રહ્યા છે. વધારે પડતા તળેલા પદાર્થો ખાવાથી બચવું પેટ સંબંધી બીમારીઓ થઈ શકે છે.

મીન રાશિ

તમારા સંતાન તરફથી સહયોગ મળી શકશે. જીવનસાથી ના માધ્યમથી તમને કોઈ લાભ થઈ શકશે. આર્થિક બાબતો માં સુધારો થશે. પરીવાર સાથે સારો સમય પસાર કરી શકશો જેનાથી પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. તમારી માતા નો સહયોગ પ્રાપ્ત થશે તમારી યોજનાઓ સફળ રહેશે. તમારા દ્વારા કરવામાં આવેલ પ્રયત્નોનું ઇચ્છિત પરિણામ પ્રાપ્ત થશે. વિરોધીઓને પરાજિત કરી શકશો. દાંપત્ય જીવનમાં ખુશહાલી બની રહેશે. પ્રેમ સંબંધમાં આજે તમને કોઈ તરફથી લગ્ન માટેનું પ્રપોઝલ મળી શકે છે. વિદ્યાર્થીઓને આગળ વધવા માટે નવી તકો પ્રાપ્ત થશે. આજે તમારા ખાનપાનમાં સાવચેતી રાખવી.

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *