રાશિફળ ૨૩ નવેમ્બર ૨૦૨૦ મહાદેવ ની કૃપાથી આ ૬ રાશિનાં જાતકોની ઈચ્છા થશે પૂર્ણ જાણો શું કહે છે તમારી રાશિ

રાશિફળ ૨૩ નવેમ્બર ૨૦૨૦ મહાદેવ ની કૃપાથી આ ૬ રાશિનાં જાતકોની ઈચ્છા થશે પૂર્ણ જાણો શું કહે છે તમારી રાશિ

મેષ રાશિ

આજે તમારા ભાગ્ય દ્વારા તમને સફળતા પ્રાપ્ત થશે.  જીવનસાથી માટે મન ના હોવા છતાં તમારે બહાર જવું પડશે. અનુકૂળ પરિસ્થિતિઓ નું નિર્માણ થશે. તમારું દરેક કાર્ય સફળતાપૂર્વક પાર પડશે. કોઈની વધારે પડતી મજાક ના કરવી. વ્યાપાર ક્ષેત્રે દિવસ સામાન્ય રહેશે. પરિવારમાં આવશ્યક બાબત પર ચર્ચા થશે. યાત્રાનો યોગ છે. કોઈ સાથે વાદવિવાદ કરવાથી બચવું.

વૃષભ રાશિ

આ દિવસ જીવનમાં મહત્વપૂર્ણ વસ્તુઓ ની યોજના બનાવવા અને સ્થિર કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે. ખાસ કરીને યુવા સ્ત્રીઓ માટે કોઈ પ્રભાવશાળી વ્યક્તિ નો સહયોગ અને માર્ગદર્શન પ્રાપ્ત થશે. રાજકીય વ્યક્તિ સાથે તમારો પરિચય વધશે. આજે કરેલા દરેક કાર્યોમાં તમને સફળતા પ્રાપ્ત થશે. ઘરનું વાતાવરણ આનંદમય બની રહેશે. ખોટી વાત ને ખોટા સમય પર કહેવાથી બચવું. જેને તમે પ્રેમ કરો છો તેનું દિલ દુભાવવા થી બચવું. બિમારીઓ થી રાહત મળશે.

મિથુન રાશિ

આજે તમારે ખૂબ સારા પરિણામ માટે ધીરજ રાખવી અને ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે. એવા લોકોથી બચવું જે તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી શકે છે. આજે કરેલ પરિશ્રમ નું તમને અસંતોષકારક પરિણામ મળશે. જેનાં લીધે તમારું મન ઉદાસ રહેશે. જીવનસાથી સાથે સંબંધો મજબૂત થશે. ખોટા લોકો ના સંગતથી બચવું. સ્નેહીજનો સાથે મતભેદ થઈ શકે છે.

કર્ક રાશિ

જીવનસાથી સાથે મળીને આજે તમે ભવિષ્ય ને માટે યોજનાઓ બનાવી શકો છો. પોતાનાં માટે શ્રેષ્ઠ સમય કાઢી શકશો. તમારે તેની સખત જરૂરિયાત છે. કોઈ તીર્થ સ્થાન પર જવાનું આયોજન થઇ શકે છે. આર્થિક ઉન્નતિ માટે વિચાર કરવો લાભકારી રહેશે. સામાજિક સેવા અને દાન-પુણ્ય કરવા માટે પ્રેરણા મળશે. ધાર્મિક ગતિવિધિઓ માં તમારું મન લાગેલું રહેશે. ઘણા કાર્યોમાં તમારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. તમારું મન આજે પ્રફુલ્લિત રહેશે.

સિંહ રાશિ

આજે તમે જે વસ્તુ કરશો ઘણા લોકો તેની દેખાદેખી કરી શકે છે. કોઈ ફેમસ વ્યક્તિઓ સાથે મળીને નવી યોજના અને વિચાર અમલમાં મૂકશો. મનોરંજક યાત્રા નો કાર્યક્રમ બની શકે છે. વ્યવસાયમાં લાભ થશે. તમને ઘરની બહાર દરેક વ્યક્તિઓનો સહયોગ પ્રાપ્ત થશે. આજે તમારે વિનમ્રતા રાખવી જરૂરી છે. જેથી સુખદ પરિણામ પ્રાપ્ત થશે. કોઈ નજદીક નાં સંબંધી નાં શુભ સમાચાર પ્રાપ્ત થશે. આજના દિવસે મુસાફરી કરવી નહી.

કન્યા રાશિ

આજનો દિવસ તમારા માટે ઉત્તમ રહેશે. તમારા ધર નું વાતાવરણ આનંદદાયક રહેશે. કોઈ સંબંધીને અચાનક થી તમારી ઘરે આવી શકે છે. જેનાં લીધે તમારી યોજનામાં પરિવર્તન થઈ શકે છે. આજે કોઇ સમસ્યા આવી શકે છે. બીજા લોકોથી અપેક્ષા ન રાખવી. આશા અને નિરાશા ના વચ્ચે તણાવ અને ચિંતા રહેશે. વાહન ચલાવતી વખતે સાવધાન રહેવું. તમારા ઉપરી અધિકારીઓનો સહયોગ પ્રાપ્ત થશે. જુના રોગ માંથી રાહત પ્રાપ્ત થશે.

તુલા રાશિ

આજે મનમાં પ્રસન્નતા રહેશે. વ્યાપાર અને નોકરીમાં સફળતા પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. ખોટા ખર્ચાઓ થી બચવુ. પારિવારિક જીવન સુખમય રહેશે. પરિવાર તરફથી પ્રેમ અને સહયોગ પ્રાપ્ત થવાથી મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ તમારો આત્મવિશ્વાસ બની રહેશે. તમને આર્થિક ક્ષેત્રે નવી તકો પ્રાપ્ત થશે. ધન સંબંધી લેવડદેવડમાં ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે.

વૃશ્ચિક રાશિ

મુશ્કેલીઓ નાં લીધે તમારું મન ઉદાસ રહેશે. નોકરિયાત વર્ગ ને તેમની મહેનતનાં લીધે   સફળતા ચોક્કસ પ્રાપ્ત થશે. ઉપરી અધિકારીઓ તમારા કામને લઈને ખૂબ જ પ્રભાવિત થશે. ઘન લાભ ની સંભાવના છે. ગરીબો ને અન્ન દાન કરવું. આજે તણાવ મહેસુસ કરશો. તમને કાર્ય કરવા માટે પ્રેરણા મળશે. તે તમારી સફળતા માટે પણ ખૂબ જ મહત્વનું રહેશે. તમારા ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું આવશ્યક છે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ને સાચવવું જરૂરી છે.

ધનુ રાશિ

આજે તમને વ્યવસાયમાં પરેશાનીઓ આવી શકે છે. તમારો દિવસ આજે મુશ્કેલીઓ ભર્યો પસાર થશે. જો તમે બેરોજગાર છો તો આજે તમને નોકરી મળવાના પ્રબળ યોગ છે. જીવનસાથી સાથે વાદ-વિવાદ થઈ શકે છે. કોઈ કારણ ને લીધે તમારા જીવનસાથી તમારા પર ગુસ્સો કરી શકે છે. તમારૂ કાર્ય પૂર્ણ થવાથી તમે સંતોષ અનુભવશો. વાહન ચલાવતી વખતે સાવચેત રહેવું. મિત્રો અને સંબંધીઓ સાથે સુખમય સમય પસાર થશે.

મકર રાશિ

આજે તમારા ધનનો ઉપયોગ સારા કાર્યોમાં થશે. આજે તમે કોઇ નજીક નાં સંબંધી સાથે મળી અને નવો વેપાર શરૂ કરવાની યોજના બનાવી શકો છો. તમારા ક્રોધ પર નિયંત્રણ રાખવો જરૂરી છે. જીવનસાથી સાથે વાતચીત કરતી વખતે તમારા શબ્દોને સમજી-વિચારીને પ્રયોગ કરવા. સામાજિક અને ધાર્મિક સમારોહ માટે આજનો દિવસ ઉત્તમ છે. તમને દરેક કાર્યમાં સહયોગ પ્રાપ્ત થશે. કોઈ મોટી સમસ્યા નું સમાધાન મળી રહેશે.

કુંભ રાશિ

તમારા શંકી સ્વભાવ નાં લીધે તમારે આજે નુકશાન ઉઠાવવું પડશે. તમારા કાર્ય સ્થળ પર આવનાર નકારાત્મક ગતિવિધિઓથી દૂર રહેવું. અને કોઈપણ પ્રકારની રાજ નીતિમાં શામિલ થવાથી બચવું નહીં તો તમને નુકસાન થઈ શકે છે. તમારા ખર્ચાઓમાં વધારો થશે. પ્રભાવશાળી અને મહત્વપૂર્ણ લોકોનો પરિચય વધવાથી સામાજિક ક્ષેત્રે સારી તક પ્રાપ્ત થશે. કર્મનિષ્ઠ થઈ ને હાથ પર રાખેલા કામોને પૂર્ણ કરવાનો પ્રયાસ કરવો.

મીન રાશિ

આજે તમારા વેપારમાં દિવસ સામાન્ય રહેશે. આજે તમને આળસ અને કમજોરી મહેસૂસ થશે. આર્થિક સ્થિતિ સામાન્ય થી સારી રહેશે. જો પૈસાને લઇને કોઇ કામ અધૂરું હોય તો આજે તેને પૂર્ણ કરવા માટેનો યોગ્ય દિવસ છે. પોતાની જાત ને જરૂરતથી વધારે કામનું દબાણ ના આપવું. તમારા વેપારમાં રોકાણ કરીને તમે લાભ મેળવી શકો છો. સંતાન તરફથી સારા સમાચાર પ્રાપ્ત થશે.

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *