રાશિફળ ૨૪ ડિસેમ્બર ૨૦૨૦ મંગળ નું મેષ રાશિમાં ગોચર થવાથી આ ૪ રાશિના જાતકો નો ભાગ્યોદય થશે

રાશિફળ ૨૪ ડિસેમ્બર ૨૦૨૦ મંગળ નું મેષ રાશિમાં ગોચર થવાથી આ ૪ રાશિના જાતકો નો ભાગ્યોદય થશે

મેષ રાશિ

આજે પાડોશી અને મિત્રો સાથેના સંબંધોમાં મધુરતા રહેશે. ઘરની સજાવટ માટે ખર્ચો થવાની સંભાવના છે. આજના કાર્યો માટે કારણ વગર ભાગદોડ થઈ શકે છે તેથી કાર્યોનું આયોજન પહેલે થી જ તૈયાર કરી લેવું. આજે કર્જ લેવાથી બચવું. પારિવારિ માં માંગલિક કાર્યની આયોજન થઇ શકે છે. ધન-દોલત અને સુખ-સમૃદ્ધિમાં વધારો થશે. ભાગ્ય વૃદ્ધિના અવસરો સામે આવશે.

વૃષભ રાશિ

આજના દિવસે તમારા કોઈ અધૂરા કાર્યો પૂર્ણ થી શકશે. જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે ગેરસમજ થવાની સંભાવના છે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસમાં સારું પ્રદર્શન કરી શકશે. વેપારમાં નવી યોજનાઓ નો પ્રારંભ થઇ શકશે. તમારા દરેક કાર્ય સારી રીતે પાર પાડી શકશો. તમારા સ્વાસ્થ્ય અંગે સાવચેત રહેવાની જરૂર છે. ઠંડી લાગવી કે માથાના દુખાવાની સમસ્યા થઈ શકે છે. શેર બજાર અને અન્ય જોખમપૂર્ણ કાર્યમાં સમજી વિચારીને આગળ વધવું.

મિથુન રાશિ

 

આજે તમારા નિર્ધારિત કરેલા દરેક કાર્ય પૂર્ણ થશે. આજે તમારૂ ભાગ્ય ઉદય થવાના કારણે દરેક કાર્યમાં સફળતા મળશે. વ્યાપારમાં સ્થિતિમાં સુધારો આવશે. જીવનસાથીની ભાવનાઓને સમજવી અને તેને સમય આપવો. જો તમે જેમ જીમ  જાવ છો તો ઇન્સ્કટર ની સલાહ વગર કોઈપણ એક્સરસાઇઝ ન કરવી. આર્થિક લાભ થવાની સંભાવના છે આજે બીજાની મદદ કરીને માનસિક રાહત થશે. નોકરિયાત લોકો ને પ્રમોશન નાં યોગ બની રહ્યા છે. વેપારીઓ માટે આજનો દિવસ ખુબજ સારો રહેશે.

કર્ક રાશિ

કર્ક રાશી નાં લોકો માટે દિવસ મિશ્રિત ફળ આપનારો રહેશે. વાણી પર સંયમ રાખવો જરૂરી છે. તમારા ગુસ્સા ઉપર કાબૂ રાખવો અન્યથા તમારા સંબંધો બગડી શકે છે. બિઝનેસ સાથે જોડાયેલા લોકો માટે આજે નવા પ્રોજેક્ટ મળી શકે છે જેનાથી તેમને સફળતા પ્રાપ્ત થશે. નોકરીયાત લોકોને પ્રમોશન મળશે. દાંપત્યજીવનમાં મધુરતા જળવાઈ રહેશે. અચાનક ધનલાભ થવાની સંભાવના છે. આજે તમે તાજગી અનુભવ કરશો અને માનસિક તણાવ દૂર થશે.

સિંહ રાશી

આજે તમારા દ્વારા કરવામાં આવેલ દરેક પ્રયત્નો સફળ રહેશે. તમારા ઉપરી અધિકારી મહત્વપૂર્ણ અસાઇનમેન્ટ પૂરા કરવા માટે તમને સહયોગ આપશે. ઓફિસમાં પ્રસન્નતાનું વાતાવરણ રહેશે તમને તે વાતાવરણનો લાભ થશે. પરિવાર નાં સભ્યો વચ્ચે મતભેદ થઈ શકે છે. વાહન ચલાવતી વખતે સાવધાન રહેવું. આવનાર સમયમાં તમારા કાર્યમાં પરિવર્તન જોવા મળશે તમારા દ્વારા કરવામાં આવેલ પરિવર્તન થી સફળતા પ્રાપ્ત થશે.

કન્યા રાશિ

આજે ભાઈ-બહેનો સાથે પ્રેમભર્યો સંબંધ રહેશે ઓફિસમાં તમારા કામની પ્રશંસા થશે ધન સંબંધી કાર્ય પૂર્ણ થશે. આજે કોઈ પ્રોજેક્ટ માટે તમારું મંતવ્ય આપવાની તક મળશે લોકો ને તમારો મંતવ્ય ખૂબ જ પસંદ આવશે. તમારી વાણી નાં પ્રદર્શનથી ધન પ્રાપ્ત કરી શકશો અને રોકાયેલા કાર્યો પૂર્ણ થઈ શકશે. અફવાઓથી દૂર રહેવું. આજે તમારી લેખન કાર્યમાં રુચિ થશે. ભૌતિક સુખ સાધનોમાં વધારો થશે.

તુલા રાશિ

આજે વાદ-વિવાદથી બચવું. આજે તમને નવા લોકો સાથે મુલાકાત થશે. આજે રોકાણ કરવાથી લાભ થશે. દાંપત્યજીવનમાં મધુરતા જળવાઈ રહેશે. તમારા સંબંધો વધારે મજબૂત થશે તમારા જીવનસાથી સાથે રોમાન્ટિક સાંજ પસાર કરી શકશો. માનસિક શાંતિ માટે આધ્યાત્મિક કાર્ય માં જોડાઈ શકશો. આજે તમારા મિત્રો કે વિશેષ રૂપથી રચનાત્મક કલાત્મક લોકોની કંપની મળશે અને તેનો તમને આનંદ થશે.

વૃશ્ચિક રાશિ

આજે તમારા દરેક કાર્યમાં સફળતા મળવાની સંભાવના છે. અચાનક થી કોઈ શુભ સમાચાર કે ધન પ્રાપ્ત થવાના યોગ બની રહ્યા છે. બુદ્ધિ વિવેક થી સફળતા મળશે મહેનતનું ફળ મળશે પ્રેમ સંબંધ માટે આજનો દિવસ ખૂબ જ ઉત્તમ છે. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસમાં મહેનત કરવાની જરૂર છે. આજે રોકાયેલા કાર્યોને તમારા હિસાબે પૂર્ણ કરી શકશો. આર્થિક સ્થિતિમાં સુધારો રહેવાથી તમે જરૂરી ચીજવસ્તુઓ સરળતાથી ખરીદી શકશો.

ધન રાશિ

આજે તમારા પરિવારના લોકો તમારાથી ખુશ રહેશે અને ઘરમાં શાંતિ બની રહેશે. તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે. બદલતા સમયની સાથે તમારામાં પણ પરિવર્તન જોવા મળશે મકાનમાલિક હશે તેને પોતાનું ઘર ભાડે આપવા માટે સારા ભાડુઆત મળી રહેશે. તમારી પરેશાનીમાંથી નીકળવા માટે તમારા ભાઈ તરફથી સહયોગ મળશે. તમારા કાર્ય સંબંધિત સકારાત્મકતા જનક વાતો સાંભળવા મળવાની સંભાવના છે.

મકર રાશિ

વ્યાપાર માં આજે લાભ થવાની સંભાવના છે. શેરમાં રોકાણ કરવા થી લાભ થઈ શકે છે. જે વિદ્યાર્થીઓએ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેને સફળતા પ્રાપ્ત થશે. જીવનસાથી સાથે મતભેદ થવાની સંભાવના છે જેના લીધે ઘરનું વાતાવરણ અશાંત રહેશે. નોકરિયાત લોકોનાં કાર્ય ની તેનાં અધિકારીઓ પ્રશંસા કરશે. વેપારમાં નફો થવાની સંભાવના છે. પ્રેમ જીવન માટે આજે પરીક્ષાનો સમય રહેશે વિરોધ નો સામનો કરવો પડશે.

કુંભ રાશિ

આજે તમારા અધિકારીઓ સાથે સંબંધ મજબૂત થશે વગર વિચાર્યે કોઈપણ વ્યક્તિ પર વિશ્વાસ કરવો નહીં સાવધાન રહેવાની જરૂર છે. પરિવાર નાં લોકો સાથે જેટલો પ્રેમ બનાવીને રાખશો તે તમારા જીવન માટે સારું રહેશે અનૈતિકતા થી બચવું. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સામાન્ય રહેશે તેમણે તેનાં અભ્યાસમાં ખૂબ જ મહેનત કરવાની જરૂર છે. બહેન સાથે વિવાદ થઈ શકે છે. તમારા સ્વાભિમાનને ઠેસ પહોચી શકે છે. સ્વાસ્થ્ય અંગે સાવધાન રહેવાની જરૂર છે.

મીન રાશિ

મિત્રો કે સંબંધીઓ સાથે મુલાકાત થશે આજે કોઈ રોકાણ કરવા ઇચ્છતા હો તો આજનો સમય યોગ્ય નથી. આજે તમારે લાંબી મુસાફરી થી બચવું જોઈએ. વાહન સાવધાનીપૂર્વક ચલાવવું અને અજાણ્યા લોકો પર બહુ વિશ્વાસ કરવો નહીં અન્યથા નુકસાન થઈ શકે છે. આજના દિવસે ભીડભાડવાળી જગ્યાઓ થી દૂર રહેવું. વાણી પર સંયમ રાખવાની જરૂર છે તમારા દ્વારા બોલાયેલા શબ્દોના કારણે તમારું કામ બગડી શકે છે. તમારા ક્રોધ પર કાબુ રાખવો અન્યથા નુકશાન થઇ શકે છે.

 

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *