રાશિફળ ૨૭ ડિસેમ્બર ૨૦૨૦ આ ૭ રાશિઓ માટે ભાગ્યશાળી રહેશે રવિવાર, મળશે સફળતા નાં સારા સમાચાર

મેષ રાશિ
આજે તમે વિચારેલા કાર્યો પૂર્ણ કરવાની કોશિશ કરશો. ઘર પરિવાર નાં લોકો સાથે સારો સમય પસાર કરવાની તક મળશે. જેના કારણે ઘર પરિવાર નું વાતાવરણ આનંદમય રહે શે. સહ કર્મચારીઓ નો પૂરેપૂરો સહયોગ મળશે. નાના વ્યવસાય માં આવકમાં વધારો થશે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે વધારે મહેનત ની આવશ્યકતા છે. આજે વડીલો નાં ચરણસ્પર્શ કરીને આશીર્વાદ લેવા. ધાર્મિક યાત્રામાં પૈસા વધારે ખર્ચ થઈ શકે છે.
વૃષભ રાશિ
મનમાં ઉત્સાહની કમી રહેશે. પરિવારની જવાબદારીઓ માં સમય પસાર થશે. ભૂલોને કારણે તમારા વધારે પ્રમાણમાં પૈસા વેસ્ટ થઈ શકે છે. કામકાજ ની બાબતમાં તમારો પ્રભાવ રહેશે અને તમારા ઉપરી અધિકારીઓ સાથેના સંબંધોમાં સુધારો આવશે. ભાગીદારી નાં કામમાં લાભ પ્રાપ્ત થઈ શકે છે. તમારી આવકમાં વધારો થશે. તમારા જીવનસાથીને કોઈ બીમારી થવાની સંભાવના છે. બધા સાથે ઈમાનદારી અને સરળતા થી વ્યહવાર કરવો.
મિથુન રાશિ
કર્મચારીઓ થી પરેશાની રહેશે. સાચા ખોટાની ઓળખ કરવી તમારા માટે ખૂબ જ જરૂરી છે. જોખમપૂર્ણ નિવેશ માં પણ ફાયદો થશે. આજે તમારા દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે. સંતાન તરફથી પણ સારા સમાચાર મળશે તમારી ગતિવિધિઓથી તમારા પિતાજી નારાજ થઈ શકે છે. માતા નાં સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેશે. તમારા દરેક કાર્ય પૂર્ણ થવાથી તમારા મનમાં પ્રસન્નતા રહેશે.
કર્ક રાશિ
તમારા કોઈ નિર્ણય નાં કારણે તમારા પરિવારમાં અસંતોષ રહે છે. આજ એક નવી આવક માટેની પરીયોજના શરૂ કરી શકો છો. ઘરમાં પ્રેમ અને શાંતિ રહેશે. આજે તમે તમારા ઘરે શાંતિપૂર્ણ એક સાંજ પસાર કરી શકશો. નોકરીયાત લોકો માટે આજનો દિવસ સારો રહેશે. બિઝનેસ કરનાર લોકો માટે આજે સારા પ્લાનિંગ અને સફળતા મળી શકશે. નવા લોકો સાથે પ્રોફેશનલ સંબંધ બની શકશે નહીં. કાર્યક્ષેત્રમાં દરેક કામ સારી રીતે પૂર્ણ થઈ શકશે.
સિંહ રાશિ
વ્યવસાયમાં લાભ પ્રાપ્ત થશે. પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત અને સહયોગ પ્રાપ્ત થશે. કોઈ મહત્વ નું કાર્ય પૂર્ણ થવાથી આજે તમે દિવસ ભર આનંદ મહેસૂસ કરશો અને ઉત્સાહ બની રહેશે. તમારી બુદ્ધિ તમને કામ આવશે. પિતાનાં સ્વાસ્થ્ય અંગે સાવચેતી રાખવી. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા નાં સમાચાર પ્રાપ્ત થશે. તમને આર્થિક સહયોગ પ્રાપ્ત થશે જેના કારણે તમારી જરૂરિયાતો પૂરી થઈ શકશે.
કન્યા રાશિ
ધાર્મિક કાર્યક્રમનું આયોજન કે ધાર્મિક યાત્રાનાં યોગ બની રહ્યા છે. તમારી આસપાસ સકારાત્મક ઉર્જા બની રહેશે. લોકો તમારાથી ખુશ રહેશે. આજે તમે કોઇ મોટા બિઝનેસ ગ્રુપ સાથે પાર્ટનરશિપ કરવા માટે વિચાર કરશો. નવા અવસર પ્રાપ્ત થશે. પાર્ટનરશીપ ને લઇને સમજી વિચારીને નિર્ણય લેવો. આજે તમને લાભ નાં સારા અવસર પ્રાપ્ત થશે. બીજાને મુર્ખ બનાવવા થી તેની સાથેના તમારા સંબંધો બગડી શકે છે.
તુલા રાશિ
આજે તમારા એવા કાર્યો પૂર્ણ થશે જે લાંબા સમયથી અધૂરા હતા. આધ્યાત્મિક સુખ અને શાંતિનું વાતાવરણ બની રહેશે. વાહન સુખની ઈચ્છા આજે પૂર્ણ થશે. આજે કોઇ રોકાણ કરવાથી બચવું. કોઈ પ્રિય વ્યક્તિ સાથે ઘણા સમય બાદ સુખદ મુલાકાત થશે. રોકાયેલા કામ પૂર્ણ થવાથી શારીરિક તથા માનસિક રાહત નો અનુભવ થશે. પારિવારિક કાર્યોમાં વધારે ખર્ચ થવાની સંભાવના છે.
વૃશ્ચિક રાશિ
આયાત-નિકાસ નાં વ્યાપારમાં લાભ થવાની સંભાવના છે. જો તમારા માતા-પિતા માંથી કોઈ એક અસ્વસ્થ હોય તો તમારે તેની તુરંતજ ડોક્ટર પાસે લઈ જવા જોઈએ. કોઈ સરકારી યોજનામાંથી લાભ પ્રાપ્ત થશે. સમાન વિચારધારાવાળા લોકો સાથે કામ કરવું સહેલું રહેશે. ધનની બાબતમાં આજનો દિવસ સારો રહેશે. તમારા સસરા પક્ષ નાં લોકો તમને મદદ કરશે. સરકારી ક્ષેત્રમાં પ્રગતિ નાં માર્ગ પ્રાપ્ત થશે. ભાગ્ય નાં આધારે આજે વ્યાપારમાં લાભ થશે.
ધન રાશિ
સંતાન તરફથી ચિંતા દૂર થશે. નોકરી માટેના સારા અવસર મળવાની સંભાવના છે. તમારે કોઈ પણ અવસર હાથમાંથી જવા દેવો જોઈએ નહીં. ધ્યાન રાખવું કે, નકામી વસ્તુઓ પર ખર્ચ કરવાથી બચવું જોઈએ. પરિવર્તન થતી જીવનશૈલી માટે વધારે ધન ખર્ચ થઈ શકશે. તમારા લવ પાર્ટનર તમારાથી નારાજ છે તો તેને મનાવવાની કોશિશ કરો તથા તેને કોઇ સરપ્રાઇઝ આપો. દોસ્તો સાથે મતભેદ થવાની સંભાવના છે.
મકર રાશિ
વારસાગત સંપત્તિ અંગે વાદ-વિવાદ થઈ શકે છે. તમારે અચાનક થી શહેર ની બહાર જવા નું થઈ શકે છે. પારિવારિક સુખ અને ધનમાં વધારો થશે. જૂની બિમારીઓ પર પૈસા ખર્ચ થશે. સસરા પક્ષનાં લોકો તરફથી મોટી આર્થિક મદદ મળી શકશે. વાણી પર સંયમ રાખવાની આવશ્યકતા છે. સામાજિક કાર્યોમાં ઉત્સાહપૂર્વક ભાગ લેશો. નોકરીયાત લોકોને પ્રમોશન નાં યોગ છે. આકસ્મિક ધન સંપત્તિ પ્રાપ્ત થવાની સંભાવના છે.
કુંભ રાશિ
આજે સામાજિક કાર્યોમાં તમારી રુચિ માં વધારો થશે. ટ્રાન્સપોર્ટ નાં વેપારી કોઈ નવા વાહનની ખરીદી કરી શકે છે. સંબંધોમાં આજે આવેલી દુરી ઓછી થશે. કોઈ નવા કામ માટે પૈસા લગાવી શકશો. આવક માટે આજનો દિવસ સામાન્ય રહેશે. લાંબા સમયથી જે સંપત્તિને વેચવાનું કરી રહ્યા હતા આજે તેમાંથી લાભ પ્રાપ્ત થશે. પરિવાર નાં કોઈ સભ્યને આર્થિક મદદ કરી શકશો. તમારા આત્મવિશ્વાસ ને કારણે તમે સફળતા પ્રાપ્ત કરી શકશો.
મીન રાશિ
તમારી વાતોથી લોકોને આકર્ષિત કરી શકશો. પ્રિયજન સાથે સમય નો સદુપયોગ કરવો પ્રેમ કરનાર લોકોને પોતાના મનની વાત એકબીજાને કહેવામાં સંકોચ રાખવો જોઈએ નહિ ભાગીદારો સાથે મતભેદ થવાની સંભાવના છે તે તમારા માટે નુકશાનદાયક સાબિત થશે. વાદ વિવાદ અને ઝઘડા ના કારણે માનસિક કષ્ટ માં વધારો થશે. બાળકો નાં વ્યવહારથી મનમાં નિરાશા થશે. તમારા જીવનસાથી તરફથી કોઇ ઉપહાર મળી શકે છે.