રાશી ફળ ૨૮ ડિસેમ્બર ૨૦૨૦ ભોળાનાથ ની કૃપાથી આ ૪ રાશિના જાતકોના દરેક નક્ષત્ર ગ્રહદોષ થશે દૂર, પરેશાનીઓનો આવશે અંત

રાશી ફળ ૨૮ ડિસેમ્બર ૨૦૨૦ ભોળાનાથ ની કૃપાથી આ ૪ રાશિના જાતકોના દરેક નક્ષત્ર ગ્રહદોષ થશે દૂર, પરેશાનીઓનો આવશે અંત

મેષ રાશિ

મેષ રાશિનાં જાતકોને જરૂરતથી વધારે સમય અને પૈસા મનોરંજન પાછળ ખર્ચ ન કરવા તમારી આવકમાં વધારો થશે. તમારા કોઈ નજીકન નાં સંબંધી પાસેથી ધન પ્રાપ્ત થવાની સંભાવના છે. આજે તમે કોઇને ધન દાન કરીને જરૂરિયાતમંદ લોકોની મદદ કરી શકો છો જેનાથી તમને માનસિક શાંતિ પ્રાપ્ત થશે. રચનાત્મક કાર્યમાં પ્રગતિ થશે. તમારા જીવનસાથી નાં સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેશે અને તેને ચિકિત્સકની દેખરેખની જરૂર પડશે.

વૃષભ રાશિ

આજના દિવસે તમને કોઈ ખુશ ખબર મળી શકે છે. ધન આગમન ની સંભાવના છે. આરટીઓ અને બેન્કિગ સાથે જોડાયેલા લોકોએ સંઘર્ષ કરવો પડશે. વ્યવસાય માટે કેટલીક  નવી યોજનાઓ બનશે. માતા પિતા નાં સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેશે. દાંપત્યજીવનમાં મધુરતા જળવાઈ રહેશે. આજે સમય ઉતાર ચડાવવાળો રહેશે. સાંજ પછી તમે કોઈ નવી નોકરી કે નવા બિઝનેસ પર વિચાર કરી શકો છો અને ભવિષ્યમાં તે ફાયદાકારક સાબિત થશે.

મિથુન રાશિ

આજે થોડા જ સમયમાં ખૂબ જ કાર્ય કરવાની કોશિશ કરશો. આજનો દિવસ સફળતા ભરેલો રહેશે. દાંપત્યજીવન માં સુખ પ્રાપ્ત થશે. ઘરમાં કોઈ સભ્ય સાથે નાની-મોટી વાત પર દલીલ થઈ શકે છે પરંતુ તેનો પ્રભાવ તમારા સંબંધ પર પડશે નહીં. જીવનસાથી નો સહયોગ મળશે અને પરિવાર નું વાતાવરણ આનંદમય રહેશે. વ્યવસાય ક્ષેત્રે આજે વેપાર માટે બીજા શહેર ની મુસાફરી કરી શકો છો.

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકોને આજે દિવસ સામાન્ય રહેશે. આજે કોઈ નુકશાનનો સામનો કરવો પડ.શે નાની નાની વાતોથી તણાવ રહેશે. સ્વાસ્થ્ય અંગે સાવધાન રહેવું. આધ્યાત્મિકતા તરફ તમારો ઝુકાવ રહેશે. દરેક કાર્યમાં સફળતા મળશે. યાત્રાના અવસર પ્રાપ્ત થઇ શકશે લવ લાઈફ સારી રહેશે. ગાયને કેળા ખવડાવવા થી તમને માનસિક શાંતિ પ્રાપ્ત થશે. પરિવાર નાં લોકોની મદદ મળી રહેશે. રાજ્કીંય લોકો નો સહયોગ મળી રહેશે.

સિંહ રાશિ

આજે તમે વધારે પડતા ભાવનાત્મક બની શકો છો. આર્થિક બાબત ને લઈને દિવસ સામાન્ય રહેશે. સાવધાની થી કામ કરવાની જરૂર છે. સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવું. આજે તમારે અને તમારા જીવનસાથી એ ખાવા-પીવાની બાબત પર ધ્યાન આપવાની જરૂર છે. તંદુરસ્તી પ્રત્યે ધ્યાન આપવું. અન્યથા સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર પડી શકે છે. સંતાન પક્ષ તરફથી કોઈ સમસ્યા થઈ શકે છે. કોઈ તમારા વિશે અફવાઓ ફેલાવાની કોશિશ કરી શકે છે. તમારા ભૌતિક સાધનો માં વધારો થશે

કન્યા રાશિ

કન્યા રાશિનાં જાતકો જો આજે કોઈ રોકાણ કરવા ઇચ્છતા હોય તો આજે તે અચળ સંપત્તિમાં નિવેશ કરી શકે છે. તમારી જવાબદારીઓ નું ધ્યાન રાખવું. તમારા સમય અને ધીરજ નો યોગ્ય રીતે ઉપયોગ કરવો આજે તેની જરૂર પડી શકશે. કાર્ય પૂર્ણ કરવામાં સમય લાગી શકે છે. ભાગ્ય થોડું કમજોર રહેશે. તમારી રીતે અને શાંત મનથી કામ કરશો તો તમને કાર્યમાં સફળતા મળશે. અમુક બાબતો ને બાદ કરતા તમારો દિવસ સારો રહેશે. ધનલાભ નાં અચૂક યોગ છે.

તુલા રાશિ

આજે તમે તમારી મહેનત થી વેપારમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. થોડું સમજી વિચારીને રહેવાની જરૂર છે. ઘરમાં શાંતિ અને સુખમય વાતાવરણ બનાવી રાખવા માટે તાલમેલથી કાર્ય કરવું. કાર્યક્ષેત્રમાં આજે અનુકુળતા રહેશે. ગુસ્સા પર નિયંત્રણ રાખવો. તમારા વધારે પડતા આત્મવિશ્વાસને કારણે કાર્યો બગડી શકે છે. સંતુલન જાળવી અને ધીરજ સાથે કોઈ પણ નિર્ણય લેવો. તમારા પ્રયાસોથી ઉન્નતિ નાં શિખરો સર કરી શકશો.

વૃશ્ચિક રાશિ

તમારા વેપારમાંથી અચાનકથી લાભ પ્રાપ્ત થશે. સાહિત્ય ક્ષેત્રે પુરસ્કાર મળી શકે છે. તમારા પર નિયંત્રણ રાખી શાંત રહીને બધા સાથે ઈમાનદારીથી વર્તન કરવું. આર્થિક સમસ્યાને કારણે તમારી રચનાત્મક વિચારશરણી ની ક્ષમતા પર અસર થશે. પરિવારમાં ભાઈ-બહેનો તરફથી સહયોગ મળશે. વેપારીવર્ગ સાથે નવા સંપર્ક સ્થાપિત કરી શકશો વેપારમાં આયોજન પૂર્વક કાર્ય કરવાથી સફળતા પ્રાપ્ત થશે.

ધન રાશિ

આજે તમારા મિત્રો સાથે મતભેદ થઈ શકે છે જેના લીધે તમારું મન ઉદાસ રહેશે. ઓફિસમાં તમારા સહકર્મચારીઓ નું ટેન્શન રહેશે. રોકાયેલા કામ પૂર્ણ થવાથી તમે આશા અનુભવી શકશો. તમારા નજીકના લોકોને સાથે એવી વાત કરવાથી બચવું કે જેનથી તે ઉદાસ થઈ શકે છે. તમારી વિચારશરણીમાં પરિવર્તન આવી શકે છે. કેટલાક લોકોની નકામી વાતચીતમાં સમય ખરાબ કરવો નહીં.  ઈચ્છિત કાર્યો પૂર્ણ થઇ શકશે.

મકર રાશિ

તમારી જીવનશૈલી પર થતાં ખર્ચાઓ પર કાબુ રાખવાની જરૂર છે. આજે તમારા પ્રયાસોથી તમને સફળતા પ્રાપ્ત થશે. આજે તમે કોઇ કાર્યમાં વ્યસ્ત રહેશો. ધન આગમન ની સંભાવના છે. તમારી લવ લાઈફ શાનદાર રહેશે. સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે. સંબંધ માં પરેશાનીઓ અને મુશ્કેલી થઈ શકે છે. ભાઈ બહેનો તરફથી સહયોગ મળશે. તમને પરિવારનાં દરેક સભ્ય તરફથી સહયોગ તથા પ્રેમ પ્રાપ્ત થશે. અને તમારા જીવનમાં આનંદ નું આગમન થશે. તમારા ભાગ્ય નો ઉદય થશે.

કુંભ રાશિ

તમારા કાર્યસ્થળ પર તમારા ઉચ્ચ અધિકારીઓ તમારાથી ખુશ રહેશે. પ્રમોશન મળવાની સંભાવના રહેશે. પ્રેમ સંબંધ માટે આજનો દિવસ સારો રહેશે. જીવનસાથી સાથે પ્રેમ અને મતભેદ બંને રહેશે. વેપારમાં માટે આજનો દિવસ સારો રહેશે અને તમારા સ્વાસ્થ્ય અંગે સાવધાન રહેવું. પરિવારમાં નવા કાર્યોનું આયોજન થઇ શકે છે અને નવા મહેમાનના આવવાની શુભ સૂચના મળવાનાં યોગ બની રહ્યા છે. સ્વાસ્થ્ય અંગેની સમસ્યા નું સમાધાન મળી શકશે. સંતાન ને અનઆવશ્યક રોકટોક ન કરવી. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

મીન રાશિ

આજે કોઈ મોટો ફાયદો થશે. પારિવારિક સમસ્યાને હલ કરવા કોઈની મદદ મળી રહેશે. ઓફિસમાં નિયમિત કામ ઉપરાંત નવી કોશિશ કરી શકો છો જેમાં તમે સફળ રહેશો મહેનતથી સફળતા નાં યોગ બની રહ્યા છે. આર્થિક લેવડદેવડમાં સાવધાન રહેવું. આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે તમે તરોતાજા મહેસૂસ કરશો. તમારી  ઇચ્છા અનુસાર કાર્ય પૂર્ણ થવાથી ઇચ્છા કરવા માટે તમારે થોડી રાહ જોવી પડશે.

 

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *