રાશિ ફળ ૩ નવેમ્બર ૨૦૨૦ : આજે આ રાશિ નાં જાતકો માટે ભાગ્યશાળી રહેશે મંગળવાર નો દિવસ, મળી શકે છે પ્રમોશન

રાશિ ફળ ૩ નવેમ્બર ૨૦૨૦ :  આજે આ રાશિ નાં જાતકો માટે ભાગ્યશાળી રહેશે મંગળવાર નો દિવસ, મળી શકે છે પ્રમોશન

મેષ રાશિ

આજે તમને મુશ્કેલીઓ ને લીધે માનસિક તણાવ રહેશે. કોઈપણ પ્રકાર ની મુસાફરી સુખદ રહેશે. તમારા પરાક્રમ અને સાહસ માં વૃદ્ધિ થશે. સમાજ માં માન-સન્માન મળશે. પરિવાર માં સુખ શાંતિ અને આનંદ નું વાતાવરણ રહેશે. પરંતુ બોપર બાદ પરિસ્થિતિ માં તમને પ્રતિકૂળતા દેખાશે. નાણાકીય યોજના માં ફાયદો થશે. જીવનસાથી તરફ થી તમને સંપૂર્ણ સહયોગ મળશે.

Advertisement

વૃષભ રાશી

નાણાકીય સ્થિતિ પર ધ્યાન રાખવામાં ન આવે તો ખર્ચા થઈ શકે છે. મનમાં આવેશ અને ક્રોધ ની ભાવના આવવા થી લોકો સાથે સંભાળી ને વ્યવહાર કરવો. કોઈપણ વ્યક્તિ નાં લીધે તમે તણાવ માં રહેશો. સ્વાસ્થ્ય અને તમારી પ્રતિષ્ઠા અંગે સાવચેત રહેવું. વેપારીઓ માટે લાભદાયક દિવસ રહેશે. તમે કર્જ માંથી મુક્ત થશો. બેન્કરો ને પોતાની કારકિર્દી માં આજે નવી તક મળશે.

મિથુન રાશિ

તમારા દિવસ ની શરૂઆત શારીરિક અને માનસિક સ્વસ્થતા થશે. આવનાર ઘણા દિવસો તમારા માટે ખૂબ જ શુભ રહેશે. તમને બીજા લોકો નાં સહયોગ થી સફળતા મળશે. બહાર નાં સંબંધો થી લાભ થશે. ઉચ્ચ અધિકારીઓ કે સમાજ નાં પ્રતિષ્ઠિત લોકો સાથે સંપર્ક થશે. તમારા અંગત સંબંધ ગાઢ થશે. નોકરી માં તમને પ્રમોશન મળવાની શક્યતા રહેશે. વિદ્યાર્થી માટે અભ્યાસ ક્ષેત્રે પ્રગતિ નાં માર્ગ માં આવતી બધી અડચણ દૂર થશે.

કર્ક રાશિ

આજે તમારા ભાગ્ય થી મળતી સારી અને ખરાબ પરિસ્થિતિ સાથે સમજૂતી કરવી. ઘણા નવા વ્યવસાય સામે આવશે. મહિલા અધિકારી કે ઘર ની મુખ્ય મહિલા થી સહયોગ મળી રહેશે. તમારા સ્વાસ્થ્ય અંગે સતેજ રહેવું. તમારું સ્વાસ્થ્ય વધારે બગડી શકેછે. રોકાણ કરવા માંગતા લોકો માટે સાવધાની થી રોકાણ કરવું યોગ્ય રહેશે. આજે કોઇ નવા કાર્ય ની શરૂઆત ન કરવી. લેખન કાર્ય સાથે જોડાયેલા લોકોને ધનની પ્રાપ્તિ નાં યોગ પ્રબળ છે.

સિંહ રાશી

છેલ્લા ઘણા સમય થી કંઇક ગેરસમજ ના લીધે તમારા સંબંધ માં જે ખટાશ આવીછે.  તે આજે દૂર થશે. આજે તમારા કાર્યો માં તમને સફળતા મળશે. પરિશ્રમ થી તમને વધુ લાભ થવાની સંભાવના છે. સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહેવું. ઉચ્ચ અધિકારીઓ નો સહયોગ મળી રહેશે. માતા-પિતા નો સહયોગ મળશે. તમારા મિત્રો સાથે મુલાકાત થવાથી તમને આનંદ અનુભવાશે.

કન્યા રાશિ

કોઈ ની સાથે વાતચીત કરતી વખતે ઉગ્રતા થી વાત ના કરવી. તમારી ઇચ્છાઓ પૂર્ણ થવાનો સમય છે. તમારી પ્રતિષ્ઠા માં વધારો થશે. પરંતુ દાંપત્ય જીવન માં તણાવ અનુભશો. આજે તમારા દરેક કામ સરળતા થી પૂર્ણ થશે. નવા વેપાર ધંધા નો યોગ બની રહ્યો છે. તમારી વાતને પ્રભાવશાળી રીતે રજૂઆત કરવામાં સફળ રહેશો. અચાનક ધનલાભ અને ધનહાનિ ની સંભાવના છે. વિદ્યાર્થી વર્ગ માટે આ સમય ઉત્તમ છે.

તુલા રાશિ

તુલા રાશિ નાં જાતકો ને આજે ભાગ્ય નો સાથ મળશે. તમારા ઉત્સાહ ની સાથે તમે તમારી આસપાસ નાં દરેક વ્યક્તિ ને પ્રભાવિત કરવામાં સફળ રહેશો. મન ને શાંત રાખવા માટે ભગવાન શ્રી રામનું ધ્યાન ધરવું.  શુભ સમાચાર મળી શકે છે અને ધનલાભ પ્રાપ્ત થશે. નવા કાર્યની શરૂઆત માટે આજનો દિવસ ઉત્તમ છે. પરંતુ રોકાણ માટે વિચારી ને આગળ વધવું. સંતાનો ની બાબત માં પણ થોડું સાવચેત રહેવું.  પોતાનાં પરિવાર ને યોગ્ય સમય આપવો. કોઈ પ્રિય વ્યક્તિ સાથે બહાર જવાનું થશે.

વૃશ્ચિક રાશિ

આજે ઘરથી જોડાયેલી યોજનાઓ પર વિચાર કરવાની જરૂર છે. મન પ્રફુલ્લિત રહેશે. કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત મુલાકાત થશે. ધાર્મિક કાર્યો પ્રત્યે રૂચિ વધશે. દાંપત્યજીવન માં  વાદ-વિવાદ થઈ શકે છે. તમારા સ્વાસ્થ્ય અંગે થોડી ચિંતા રહેશે. રોકાણ કરવા સમયે કોઈ અનુભવી ની સલાહ લઈને રોકાણ કરવું યોગ્ય રહેશે. તાજગી અનુભવશો અને કામ કરવા માટે ઉર્જા શક્તિ મળશે. તમારા સ્ત્રી મિત્રો થી હાનિ થવાની સંભાવના છે.

ઘનુ રાશિ

આજે તમે ધંધા માટે રોકાણ કરવા જઈ રહ્યા હોય તો તે તમારા માટે શુભ છે. ધાર્મિક કાર્યક્રમ માં ભાગ લઇ શકશો. તમારા સ્વાસ્થ્ય ને માટે થોડુ વિચારવું જરૂરી છે. બહારનાં ખાનપાન થી બચવું. વાહન ચલાવતી વખતે સાવચેત રહેવું. જો તમે મીડિયા જગત સાથે જોડાયેલા છો તો તમને ત્યાં સન્માન મળી શકશે ભાગ્ય તમારી સાથે છે. પરિવાર નાં કોઈ સદસ્ય સાથે મતભેદ ના થાય તે અંગે સાવચેતી રાખવી. નવા કાર્ય નાં પ્રારંભ માટે નિષ્ફળતા મળશે.

મકર રાશિ

જીવનસાથી થી સહયોગ અને સાનિધ્ય મળશે. તમારા ખાનપાન માં સંયમ રાખવો જરૂરી છે. કોઈપણ દ્વારા મળેલા સૂચનો પર વિશ્વાસ કરવો યોગ્ય નથી. તમને કોઈ લાલચ  દેવાની કોશિશ કરશે તેનાથી સાવધાન રહેવું. અને વિવેકપૂર્ણ તમારું કાર્ય કરવું. સંતાન ની ચિંતા માં રાહત થશે. નવા મકાન નાં યોગ બની રહયા છે. કાનૂની કાર્યો માટે આજનો દિવસ શુભ છે. તમારી ભાવનાઓ પર નિયંત્રણ રાખવું જરૂરી છે.

કુંભ રાશિ

આજે નવા વાહન ખરીદવા માટેનો ઉત્તમ દિવસ છે. તમારા કાર્યનાં યોગ્ય પરિણામ માટે મેહનત જરૂરી છે. આજે તમને પ્રમોશન નાં યોગ બની રહ્યા છે. તમારા મિત્રો થી સહયોગ મળશે. કોર્ટનાં નિર્ણય માં તમને ન્યાય મળશે. તમારા જીવનસાથી ને લઈને થોડી ચિંતા રહેશે. વ્યાપાર ધંધા માં વૃદ્ધિ થશે. તમને  કોઈ તરફ થી ધનલાભ થશે. પરિવાર માં મતભેદ થવાની સંભાવના છે.  પિતા સાથે વિચારો નો મતભેદ થશે અને તેનાથી થોડી અશાંતિ અનુભવશો.

મીન રાશિ

દિવસ ની શરૂઆત થોડી બેચેની સાથે થશે. પરિવાર ને યોગ્ય સમય આપવો. તમારા દૈનિક કાર્યમાં મુશ્કેલીઓ આવી શકશે. પરંતુ આજે તમને પ્રમોશન નાં માર્ગ માં જે રુકાવટ હતી તે દૂર થશે. તમારી માતા સાથે સારો સમય વ્યતીત કરી શકશો. નવા કાર્યો માટે ઉત્તમ દિવસ છે. ઉતાવળ માં કોઈપણ નિર્ણય ન કરવો. નાણાકીય પ્રશ્નો થી તમે મૂંઝવણ અનુભવશો. ઘરનું વાતાવરણ પણ થોડું પરેશાની ભર્યું રહેશે. જીવનસાથી નાં સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેશે.

Advertisement

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *