રાશિફળ ૫ ડિસેમ્બર ૨૦૨૦ આજે મેષ અને સિંહ ઉપરાંત આ ૨ રાશિનાં જાતકોને થશે ધન લાભ

રાશિફળ ૫ ડિસેમ્બર ૨૦૨૦ આજે મેષ અને સિંહ ઉપરાંત આ ૨ રાશિનાં જાતકોને થશે ધન લાભ

મેષ રાશિ

આજે તમારા દરેક કાર્ય સફળતાની સાથે પૂર્ણ કરી શકશો. તમારા જીવનસાથીનાં સહયોગ થી લાભ થશે. કોઈ ઐતિહાસિક સ્થળ પર મુસાફરીનું આયોજન થઇ શકે છે. તેનાથી બાળકો અને પરિવારના સભ્યો ને આનંદ થશે. આજે અચાનક થી ધનલાભ થવાની સંભાવના છે. ભૌતિક સાધનો પાછળ ખર્ચ થશે. લાલચ થી દૂર રહેવું.

વૃષભ રાશિ

આજનો દિવસ આર્થિક દૃષ્ટિએ ખૂબ જ શુભ રહેશે. પ્રેમ સંબંધ માં સફળતા મળશે. વિદ્યાર્થીઓને તેની મહેનત નાં પ્રમાણમાં સારું પરિણામ મળશે. માતા-પિતા ની મદદથી આર્થિક તંગીમાંથી બહાર નીકળવામાં સફળતા મેળવશો. તમારા ભાઈઓ અને પરિવારના સભ્યો સાથે સારું વર્તન કરવું. કોઈ નજીકના સંબંધી નાં સ્વાસ્થ્ય અંગેની ચિંતા દૂર થશે જેનાથી તમને રાહત થશે.

મિથુન રાશિ

બેંક સાથે ની લેવડદેવડમાં સાવધાન રહેવાની જરૂર છે. તમારા પરિવાર નાં સદસ્યો  તરફથી સહયોગ પ્રાપ્ત થશે. આજે કોઇ નવા વ્યક્તિ સાથે મુલાકાત થશે. વેપારી લોકોને અને શૈક્ષણિક ક્ષેત્રે જોડાયેલા લોકોને લાભ મળશે. આજે વેપાર સંબંધિત યાત્રા કરી શકશો. નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ તરફથી લાભ મળશે. પ્રમોશન થવાની સંભાવના છે. પરિવારમાં સુખ-શાંતિ રહેશે.

કર્ક રાશિ

આજે તમને વેપારમાં લાભ થવાના યોગ છે. કાર્યક્ષેત્રમાં તમારા કામમાં વધારો થશે. કોઈ મહેમાન અચાનક જ તમારા ઘરે આવી શકે છે જેના લીધે તમારા અગાઉ થી કરેલ આયોજનમાં ફેરફાર થઈ શકે છે. આજે તમે તાજગીનો અનુભવ કરશો. તમારા દ્વારા કરવામાં આવેલ મહેનતનું યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. તમારા જીવનસાથી સાથે મતભેદ થવાની સંભાવના છે. અજાણ્યા વ્યક્તિનો વિશ્વાસ ન કરવો.

સિંહ રાશિ

વેપાર સંબંધી નવા આયોજન થશે. જીવનસાથીની સલાહ પર ધ્યાન દેવું કારણ કે તેનાથી તમને કોઈ ઉપાય મળી શકે છે જે તમને ખૂબ જ ઉપયોગી થશે. ઉતાવળમાં કોઈપણ નિર્ણય ના લેવો કે જેના લીધે પાછળથી પસ્તાવું પડે. આર્થિક લાભ મળશે. બાળકો સાથે મતભેદ થવાના લીધે વિવાદ થઈ શકે છે. તેના લીધે તમે માનસિક તાણવ અનુભવશો. વિદ્યાર્થીઓને આજે થોડી પરેશાનીઓનો સામનો કરવો પડશે.

કન્યા રાશિ

અગાઉં કરેલા રોકાણમાંથી આશા કરતાં વધારે ધન લાભ મળશે. તમારા કાર્યસ્થળ પર તમારા ઉપરી અને સહકર્મચારીઓ સાથે વાદ વિવાદ થઈ શકે છે. આજે કોઈ જુના મિત્ર ની મુલાકાત થશે. કાનૂની અડચણ આવી શકે છે. ઘરના સભ્યો ની સલાહ તમારા માનસિક તણાવ ને દૂર કરવામાં માટે દવા જેટલી જ ઉપયોગી થશે. ઓફિસમાં કોઈ મહત્વપૂર્ણ કામ પૂર્ણ થવાથી તમને ખુશી મળશે.

 તુલા રાશિ

 

આજે સંતાનો માટે સમય અનુકૂળ છે. આજે તમારા કાર્ય ક્ષેત્ર પર ગુસ્સો કરવાથી બચવું. આજે કોઈ યોજના પર કામ કરવાથી ખર્ચ વધી શકે છે. તેથી સમજી વિચારી ને આગળ વધવું. કોઈ ભારે નુકસાન થવાની સંભાવના છે. પિતા તરફથી લાભ થશે અને મિત્રોનો સહયોગ મળી રહેશે. દરેક પ્રકારના કાર્ય સંબંધિત સમસ્યાઓ પૂર્ણ થશે. સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું.

વૃશ્ચિક રાશિ

આજે તમારા એકાગ્રતાના અભાવ ને કારણે માનસિક અસ્વસ્થતા અનુભવશો. આજે તમે ખૂબ જ પૈસા બનાવી શકશો પરંતુ તેને સમજીને ખર્ચ કરવા. કોઈ જૂના મિત્ર સાથે બહાર ફરવા જવાનું થશે. તમારા જીવનસાથી આજે તમને ઘરકામમાં મદદ કરી શકે છે. આજે કોઈ દુરના સંબંધી સાથે મળવાનું થશે. મહેનતના પ્રમાણમાં પરિણામ સંતોષજનક પ્રાપ્ત થશે નહીં. કાર્ય કરતી વખતે ખૂબ સંભાળીને આગળ વધો.

ધન રાશિ

તમારા પ્રિય વ્યક્તિ સાથે મતભેદ થવાની સંભાવના છે. ત્યાં સુધી વચન ન આપવું જ્યાં સુધી તમને પોતાને ખ્યાલ ના હોય કે તમે તેને પૂર્ણ કરી શકશો કે નહીં. તમારા વ્યક્તિત્વ અને રંગ રૂપ ને વધારે સુંદર બનાવવા માટે કરેલ કોશીશ સફળ થશે. પરિવાર સાથે સારો સમય પસાર કરી શકશો. આજે તમે માનસિક તણાવથી દૂર રહેશો. તમારા કાર્યમાં વિધ્ન આવી શકે છે. વાહન અને મશીનરી નો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખવી. સરકારી લાભ મળી શકે છે.

મકર રાશિ

આજે તમારી જવાબદારીમાં વધારો થશે. વિદ્યાર્થીઓને સફળતા મળશે. ધનલાભ થવાની સંભાવના છે. મનોરંજન અને સૌંદર્ય માટેની વસ્તુઓ પાછળ ખર્ચ થશે. રોકાયેલા કામો ફરી શરૂ થઈ શકશે. એકલા કામ ન કરવું સમૂહમાં સહકર્મચારીઓ સાથે કામ કરવાથી લાભ પ્રાપ્ત થશે. વ્યવસાયની દ્રષ્ટિએ દિવસ સામાન્ય રહેશે. તમારા મિત્રો તરફથી મદદ મળશે.

કુંભ રાશિ

આજે શક્ય હોય તેટલો સમય તમારા પરિવાર નાં લોકો સાથે પસાર કરવો. આજે આર્થિક લાભ થશે અને નવા આયોજનો થઈ શકશે. નોકરિયાત વર્ગને પ્રમોશન મળવાની સંભાવના છે. પરિવારન નાં તણાવને ગંભીરતાથી લેવાની જરૂર છે. માતા-પિતાના સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેશે. તમારા ઉપરી અધિકારીઓ તમારાથી નારાજ થઈ શકે છે.

મીન રાશિ

બીજા લોકોની મદદ કરવા માટે આજનો દિવસ ખૂબ ઉત્તમ છે. સહકર્મચારીઓ ની પાસેથી આશા મુજબ સહયોગ મળશે નહીં. પરંતુ ધીરજ સાથે તમારા કાર્યમાં ધ્યાન કેન્દ્રિત કરવું.  પૈસાની લેવડ દેવડ માં સાવધાની રાખવી. ખર્ચમાં વધારો થઈ શકે છે. માનસિક તણાવ નો  અનુભવ કરશો. વ્યવસાય માટે કરેલી યાત્રા સફળ રહેશે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. જેથી તમે દરેક કાર્ય સારી રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિચારો અને ગુસ્સા પર કાબૂ રાખો અને ફક્ત પોતાના કામ પર જ ધ્યાન આપવું.

 

 

 

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *