રાશિફળ ૫ જાન્યુઆરી ૨૦૨૧ આ ૪ રાશિના લોકો માટે સારો રહેશે દિવસ, નોકરી અને વેપારમાં આપશે ભાગ્ય પૂરો સાથ

મેષ રાશિ
મેષ રાશિ નાં વિદ્યાર્થીઓ ની મહેનત રંગ લાવશે. મિત્ર તરફથી પૂર્ણ સહયોગ મળશે વેપાર નો વિસ્તાર થવાની સંભાવના છે. વિવાહિત લોકોને દાંપત્યજીવનમાં જીવનસાથીનો સહયોગ મળી રહેશે. તમારી ખુશીઓમાં વધારો થશે. જરૂરિયાતમંદ લોકોને સહાયતા કરવી. આવક નાં નવા સ્ત્રોત પ્રાપ્ત થશે. તમારી કોઈ જૂની ઈચ્છા પૂર્ણ થઇ શકે છે જેનાથી તમારું મન હર્ષ અનુભવશે. આજે તમને માનસિક શાંતિનો અનુભવ થશે કારણ કે તમારા માતા નાં સ્વાસ્થ્ય માં સુધારો આવશે. તમારા કેટલાક કામમાં વિલંબ થઈ શકે છે.
વૃષભ રાશિ
આજે સંપત્તિની બાબતમાં લાભ થશે. કાર્યક્ષેત્રમાં અનુભવી લોકોનો સહયોગ મળશે. ઓફિસમાં કેટલાક નવો પ્રોજેક્ટ મળશે જેને પૂર્ણ કરવામાં તમે સફળ રહેશો. પ્રેમ સંબંધમાં લોકો માટે આજનો દિવસ ખૂબ ખાસ રહેશે તમારા પ્રિય સાથે નાં સંબંધ માં સુધારો થશે. વેવાહિક લોકોનાં દાંપત્ય જીવનમાં તણાવ ની પરિસ્થિતિ આવી શકે છે. આર્થિક ક્ષેત્રે કરેલ કાર્યોમાં સફળતા મળશે. ભવિષ્ય ને વધારે સારું બનાવવા માટે નવી યોજનાઓ બનાવી શકશો.
મિથુન રાશિ
અનુભવી લોકો સાથે મુલાકાત થઈ શકે છે. કાર્યક્ષેત્ર સંબંધિત લાભ પ્રાપ્ત થશે. તમારા મનમાં એક સાથે ઘણા કાર્યો હશે જેને પૂર્ણ કરવા તમારા માટે જરૂરી હશે. અચાનક થી ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. આજે તમારી આવકમાં વૃદ્ધિ થશે. પ્રેમ જીવનમાં તણાવ રહેશે. તમારા પરિવારનો પૂરો સહયોગ પ્રાપ્ત થશે. નોકરીમાં પરિવર્તન નો વિચાર આવી શકે છે.
કર્ક રાશિ
તમારા જીવનસાથી સાથે અનુકૂળતા રહેશે. પરિવાર નાં લોકો નો સહયોગ મળી રહેશે. કામની બાબતમાં પરિવારના લોકો ના સહયોગથી કાર્ય પૂર્ણ થઇ શકશે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો રહેશે. જરૂરિયાત મંદ વ્યક્તિને મદદ કરીને તમે ખૂબ જ સારું મહેસુસ કરી શકશો. ઘર નાં મંદિરમાં સવાર અને સાંજ ઘીનો દીવો કરવો. તમારા કામમાં સ્થિરતા બની રહેશે.
સિંહ રાશિ
સિંહ રાશિવાળા લોકોને આજે રણનીતિ બનાવીને કાર્ય કરવાથી શત્રુઓ પર વિજય પ્રાપ્ત થશે. વાહન સાવધાનીથી ચલાવું. પરિવારમાં કોઇ વાત ને લઈને પરિવાર નું વાતાવરણ તંગ થઈ શકે છે જેનાથી તમે પરેશાન થઇ શકો છો. તમારા ખાનપાન પર પૂર્ણ ધ્યાન આપવું. આજે તમે થોડા ભાવુક પણ થઈ શકો છો પરંતુ તેનાથી તમારે બચવું જોઈએ. સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે અને પેટ સંબંધી બીમારીઓથી બીમારીઓથી પીડિત લોકોએ સાવધાન રહેવાની જરૂર છે.
કન્યા રાશિ
આજે તમારું કામ ધ્યાનપૂર્વક કરી શકશો. કારકિર્દીમાં પરિવર્તન આવી શકે છે. પરિવાર નાં નાના લોકોની ચિંતા રહી શકે છે. યાત્રા પર જવા માટે આજનો દિવસ શુભ રહેશે નહીં. ગાયત્રી મંત્રનાં જાપ કરવા બધી જ સમસ્યાઓનું સમાધાન થઈ શકે છે. પ્રેમ જીવનમાં ખુશી આવશે અને તમે તમારા મિત્રો ની સાથે પાર્ટી પર જવાનું આયોજન કરી શકો છો. તમારું વર્તન ઈમાનદાર અને સ્પષ્ટવાદી રાખવું. તમારા પ્રેમીનાં ઇમોશન્સ નું ધ્યાન રાખવું.
તુલા રાશિ
આજે તમારે કામ સબંધી કોઈ યાત્રા પર જવાનું આયોજન થઇ શકે છે. પરંતુ એ પણ થઈ શકે છે કે, તમે તે યાત્રા મિત્રો સાથે કરો. તમારા દાંપત્ય જીવનમાં ખુશી નું આગમન થશે. વેપાર માં આજનો દિવસ પ્રગતિ નો રહેશે. તમારી દરેક યોજનાઓ સફળ થશે. તેનાથી તમને ખૂબ જ આનંદ થશે. આજે તમે કોઈ કામ માં ખૂબ જ વ્યસ્ત રહેશો. કોઈ અનુભવીની સલાહ તમારા માટે ફાયદાકારક સિદ્ધ થઈ શકશે.
વૃશ્ચિક રાશિ
આજે તમારા પારિવારિક જીવનમાં ખુશી રહેશે. તેમજ સામાજિક રૂપથી તમે વધારે લોકપ્રિયતા પ્રાપ્ત કરશો. કોઈ સાથે પ્રેમ કરો છો તો આજે કોઈ પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. તમારા કોઈ મિત્રને તમારા પ્રેમ જીવન વિશે જણાવવું નહીં. જે લોકો વૈવાહિક છે તેમનું દાંપત્ય જીવન સારું રહેશે. પ્રેમીઓ એકબીજાને ગિફ્ટ આપી શકે છે. સંબંધોમાં મજબૂતી આવશે.
ધન રાશિ
આજે તમારા બિઝનેસ માં કેટલાક પરિવર્તન કરવાનો વિચાર આવી શકે છે. કામની બાબતમાં નવા અવસરોની શોધ કરી શકો છો. આ જ કોઈ નોકરી નું આવેદન સ્વીકાર કરી શકશો અને જોબ માટે ઇન્ટરવ્યૂ કોલ પણ આવી શકે છે. તમારા ઘર પરિવારના લોકો સાથે ધાર્મિક સ્થળ કે પિકનિક જવાનું આયોજન બની શકે છે. તમારા વડીલો નાં આશીર્વાદ તમને પ્રાપ્ત થશે. કાર્યક્ષેત્રમાં તમારા કામની પ્રશંસા કરવામાં આવશે.
મકર રાશિ
આજે કોઈ પરેશાની નો અંત આવી શકે છે. સારા અવસરો આજે તમને પ્રાપ્ત થઇ શકશે મન લગાવીને કાર્ય કરશો તો સારું પરિણામ પ્રાપ્ત કરી શકશો. ઘરે કોઈ સંબંધી નાં આગમન થી પરિવારમાં ખુશીનું વાતાવરણ બની રહેશે સાથે જ બહાર જવાનું આયોજન પણ થઈ શકે છે. સુખ સુવિધા પર વધારે ખર્ચ થવાથી મન દુઃખી થઈ શકે છે. કાર્યસ્થળમાં વધારે કાર્યભાર રહેશે. વ્યાપારીક ક્ષેત્રમાં લાભ મળવાની સંભાવના છે.
કુંભ રાશિ
આજે તમારા ભવિષ્ય નું પ્લાનીગ કરવા માટે ઉત્તમ દિવસ છે. પરિવારમાં પરસ્પર નાં પ્રેમમાં વધારો થશે. દાંપત્ય જીવનમાં પરેશાનીઓ આવી શકે છે. જીવનસાથી નાં સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેશે. કોઈ પ્રોજેક્ટને લઈને સિનિયર ઓફિસર સાથે ફોન પર વાતચીત થઇ શકે છે. પ્રેમની બાબતમાં તમારે આજે સાવધાનીથી કામ લેવું જોઈએ. સાહસ અને ધૈર્ય માં વૃદ્ધિ થશે. શારીરિક કોઈ પરેશાની આવી શકે છે.
મીન રાશિ
આજે તમારે કોઇ પણ કાર્ય કરતાં પહેલાં સારી રીતે સમજી વિચારીને આગળ વધવું. વધારે પડતી ઠંડી પ્રકૃતિની વસ્તુઓનું સેવન ન કરવું અન્યથા કફની પરેશાની થઈ શકે છે. કામની બાબતમાં પરિસ્થિતિ તમારા પક્ષમાં રહેશે. તમારા કામથી કામ રાખવું. બીજાના કામમાં દખલ ના દેવી. તમારા અધુરા કાર્ય પૂર્ણ થવાના યોગ બની રહ્યા છે. નોકરી સંબંધી ખુશ ખબર મળી શકે છે. આજે તમારા ફસાયેલા નાણાં પરત મળવાનાં પણ યોગ બની રહ્યા છે.