રાશિ ફળ ૫ નવેમ્બર ૨૦૨૦ : આજે આ પાંચ રાશિ નાં જાતકો નાં જીવન માં ઘણી ખુશીઓ આવશે, અને ફસાયેલા નાણાં પરત મળશે

રાશિ ફળ ૫ નવેમ્બર ૨૦૨૦ : આજે આ પાંચ રાશિ નાં જાતકો નાં જીવન માં ઘણી ખુશીઓ  આવશે, અને ફસાયેલા નાણાં પરત મળશે

મેષ રાશિ

આ સમય વિદ્યાર્થી ઓ માટે થોડો મુશ્કેલીભર્યો રહેશે. દાંપત્ય જીવન માં રોમાન્સ માં વધારો થશે. આજે તમને કોઈ સારા સમાચાર મળી શકશે. તમને નાણાકીય લાભ થશે. શેરબજાર માં રોકાણ કરનારે એ સમજી વિચારી ને રોકાણ કરવું. નવા કામમાં મન લાગશે. વાણી પર સંયમ રાખવો જરૂરી છે. મોંઘી ચીજ-વસ્તુઓ પાછળ ખર્ચ થવાની શક્યતા છે. નાની નાની વાત પર ગુસ્સો આવી શકે છે. નોકરિયાત વર્ગ ને વિવાદ થી બચવું. તમારા બાળકો ની  વિશેષ કાળજી રાખવી.

Advertisement

વૃષભ રાશિ

વ્યાપાર સામાન્ય રહેશે. તમારી તબિયત માં પણ કમજોરી જણાશે. વિદ્યાર્થીઓને આજે સારુ એવું ફળ મળશે. અચાનક થી કોઈ ખુશખબર મળશે. નાણાકીય બાબત માં સમય સતત પ્રતિકુળ બની રહેશે તેથી સાવધાની જરૂરી છે. ઉતાવળ માં કોઈ ખોટો નિર્ણય કરવો નહીં. રોકાણ કરતા પહેલા કોઈ ની સલાહ અવશ્ય લેવી. એકલતા અનુભવાશે. નોકરિયાત વર્ગ ને સારું પેકેજ મળવાની શક્યતા પ્રેમ સબંધ ગાઢ બનશે.

મિથુન રાશિ

આજે તમારી નાણાકીય સ્થિતિ મજબૂત થશે. વેપારી લોકો ને ધન લાભ નો યોગ બને છે. ઉતાવળ ન કરવી કારણ વગર મુસાફરી પર પર જવાથી થોડું ધન વ્યય થશે કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ જે તમારા માટે બાધા બની રહ્યો હતો તે આજે તમારી મદદ કરવા સામેથી આવશે.  જૂના મિત્રો ને મળવાનું થશે. મુશ્ક્રેલીઓ દૂર થશે. વ્યાપાર-ધંધા માં લાભ નાં યોગ જણાય છે. ઓફિસ માં અધિકારીઓ સાથે મતભેદ થઈ શકે છે.

કર્ક રાશિ

કોઈ વ્યક્તિ દ્વારા લાભ થશે. કામ ની બાબત માં તમારી ઈચ્છા શક્તિ પ્રબળ રહેશે. અને તમને કામ માં સફળતા મળશે. ભવિષ્ય ની સંભાવના વિશે વિચારવું અને યોજના કરવાની બદલે તમારા હાલનાં કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. કોઈની સાથે વાદ-વિવાદ કરવાથી ગેરસમજ ઊભી થઇ શકે છે. માતા-પિતા નાં સ્વાસ્થ્ય અંગે થોડી ચિંતા રહશે. વાહન સાવધાની થી ચલાવવું.  વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારો દિવસ રહેશે. નોકરી અને વ્યાપાર માં થોડું ધ્યાન રાખવું.

સિંહ રાશિ

આજે તમારે નવા કામકાજ માં તમારા જીવનસાથી ની સલાહ લઈને આગળ વધવું. કોર્ટ નાં નિર્ણય માં તમને ન્યાય મળશે. પરિવાર માં વડીલો નું સ્વાસ્થ્ય બગડવા થી મુસાફરી થઇ શકે છે. કામકાજ માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. કાર્યક્ષેત્ર માં થોડી પરેશાની અસુવિધા પણ વરતાશે. અચાનક થી નાણાકીય લાભ થવાની સંભાવના છે. વિદ્યાર્થીઓ ને અભ્યાસ નાં ક્ષેત્રે સફળતા મળશે. આજે બહુ જરૂરી હોય તો જ કોઈ સાથે લેવડ-દેવડ કરવી.

કન્યા રાશિ

આજે તમારા જીવન સ્તર માં બદલાવ આવવા ની સંભાવના છે. આજે ખર્ચાઓ વધી શકશે. તમારા કાર્યસ્થળ પર તમારા સન્માન માં વધારો થશે. તમારા ઉપરી અધિકારી તમારા થી ખુશ થશે. કાર્યસ્થળ પર તમારા વિચારો ને બળપૂર્વક વ્યક્ત ન કરવા. ધાર્મિક કાર્ય માં  ખર્ચ થશે. કોઈ સામાજીક કે સાંસ્કૃતિક ગતિવિધિ માં તમે ભાગ લેશો. વાહન ચલાવતા સમયે સાવચેત રહેવું. કામકાજ ની બાબત માં તમને સફળતા પ્રાપ્ત થશે.

તુલા રાશિ

રોકાણ કરવા માટે આજનો દિવસ ખૂબ જ યોગ્ય છે. રોજગાર માં વૃદ્ધિ થવાની સંભાવના નાણાકીય સ્થિતિમાં જો તમે સુધારો ઇચ્છતા હોવ તો તમારા ખર્ચાઓ વિચારી ને કરવા. આજે કોઈ મોટી ખરીદી કરવાથી બચવું. નોકરિયાત વર્ગ નો પ્રભાવ વધશે. પરિવાર માં સુખ શાંતિ બની રહેશે. કાર્ય માં સફળતા મળવાનું શરૂ થશે. કોઈ જૂની વાત જે તમે છુપાવવા માંગતા હશો તે બધા ની સામે આવી જશે. કોઈ ની વાતથી તમને મન દુઃખ થશે. કરજ વસૂલાત ની સંભાવના છે.

વૃશ્ચિક રાશિ

આજે તમારા ઘરે મહેમાન નું આગમન થશે. મુસાફરી નું પણ આયોજન થઇ શકે છે. તમારા પરિવાર નાં લોકો સાથે તમારો સંબંધ મજબૂત બનશે અને તેઓનો પ્રેમ અને સહયોગ  મળી રહેશે. જીવનસાથી સાથે આજે તમે ખૂબ શાંતિ ભર્યો દિવસ માણસો. આજે તમારા પ્રિય વ્યક્તિ તરફ થી તમને કોઈ મહત્વપૂર્ણ લાભ મળશે. સરકારી કાર્યો માં તમને લાભ થશે. ધન જરૂરી વસ્તુઓ પર જ ખર્ચ કરવું. તમારા પિતા નો સહયોગ મળી રહેશે. અને તમારું ભાગ્ય પણ તમને સાથ આપવા તત્પર રહેશે.

ધનુ રાશિ

આજે જીવનસાથી ની સાથે રોમાન્સ, મનોરંજન માં સમય વીતશે. આજે તમે એકબીજા ની વધુ નજીક આવી શકશો. પારીવારિક જીવન માં આજે થોડો તણાવ જણાશે. પરિવાર નાં વડીલો સાથે આજે તમારે થોડું મન દુઃખ થવાની સંભાવના છે. એવામાં તમારે આજે ખોટા શબ્દો નો પ્રયોગ કરવાથી બચવું જોઈએ, તમારા ખોટા શબ્દ પ્રયોગ થી તમારા વડીલો ની ભાવના ને ઠેસ પહોંચી શકે છે. નાણાકીય લાભ થશે કોઇ સાથે વાદવિવાદ માં ન પડવું કારણ કે એમ કરવાથી તમારે નુકશાન ભોગવવું પડશે.

મકર રાશિ

તમારી સફળતા ને લીધે તમારા લક્ષ્ય સાથે તમારા કેરીયર માં પણ વૃદ્ધિ થશે. પ્રેમ સંબંધ  બાબતે આજે તમને સારા પરિણામો પ્રાપ્ત થશે. પ્રેમ સંબંધ માં મુલાકાત રોમેન્ટિક રહેશે. તમારા જીવનસાથી ને સરપ્રાઈઝ આપવા માટે આજે ઉત્તમ દિવસ છે. આજે ખર્ચ માં વધારો રહેશે. પરંતુ સાથે જ નાણાકીય લાભ પણ થશે. મહત્વ ની મીટીંગ જો હોય તો આજે કરવી યોગ્ય રહેશે. તમારી દરેક સમસ્યાઓ નો જલ્દી અંત આવશે.

કુંભ રાશિ

આજે તમારી વાણી પર સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે. તમારી ઉન્નતિ નાં માર્ગ માં આગળ વધી શકશો. ઈમાનદારી અને સચ્ચાઈ થી કામ કરવામાં તમે ભરોસો રાખો છો. પરંતુ કેટલાક લોકો તમારા રસ્તા માં રુકાવટ કરવાનો પ્રયાસ કરશે. આજે રોકાયેલા કામ પૂર્ણ થશે. કામકાજ ની  બાબત માં દિવસ સામાન્ય રહેશે. પરંતુ વ્યાપાર માં નાણાકીય લાભ થશે. આજે તમારી સાથે કોઈ મોટો દગો થવાની આશંકા છે. નોકરિયાત વર્ગ ને જવાબદારીઓ વધશે. પાર્ટનર નો સહયોગ મળશે.

મીન રાશિ

આજ તમારી ગેરહાજરી માં પણ બધા કામ સારી રીતે ચાલશે. તમારી મહેનત જોઈને તમારા ઉપરી અધિકારી તમારી ખૂબ જ પ્રશંસા કરશે તેનાથી તમારા ઉત્સાહ માં વધારો થશે. પરંતુ અહંકાર કરવાથી બચવું. પરિવાર માં કોઈ સભ્ય ની તંદુરસ્તી ખરાબ થવાથી મનમાં ચિંતા રહેશે. આજે કોઈ નવા કામ કે યોજના ની શરૂઆત માટે વિચારી રહ્યા છો તો પુરા જોશ અને ઉત્સાહની સાથે આગળ વધવું. તમારા સહકર્મચારીઓ ની ટીકા ન કરવી. નોકરી કે વેપાર કરનારાઓ ની  આવક માં વૃદ્ધિ થશે.

Advertisement

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *