રાશીફળ ૭ જાન્યુઆરી ૨૦૨૧ આ ૫ રાશિનાં લોકોને થશે જબરજસ્ત લાભ, દરેક અધૂરા કાર્ય થશે પૂર્ણ

મેષ રાશિ
આજે તમારા દરેક પ્રયાસો સફળ રહેશે. માન સન્માનમાં વધારો થશે. ઓફિસમાં સહ કર્મચારી તરફથી સહયોગ પ્રાપ્ત થશે. મહિલાઓ ને પિયર પક્ષ તરફથી સારા સમાચાર મળશે. પ્રેમ પ્રસંગ માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. સામાજિક માન સન્માનમાં વધારો થશે. ધનલાભ થશે સાથે જ રોકાયેલા દરેક કાર્ય પૂર્ણ થશે. પરિવાર નાં સભ્યો વચ્ચેનો મતભેદ દૂર થશે. તમે તમારા ઉદ્દેશની પૂર્તિ સરળતાથી કરી શકશો. લોકો આજે તમારાથી આકર્ષિત થશે.
વૃષભ રાશિ
આજે તમે આનંદનો અનુભવ કરશો. સંપત્તિને લગતા મોટા નિર્ણય થી લાભ થઈ શકશે. કોઈ નાની વાતનાં લીધે તમે આજે દુઃખી થઈ શકો છો. સાધુ સંતોના આશીર્વાદ થી મનમાં સકારાત્મક વિચાર રહેશે. ઘરમાં કોઈ વડીલ નાં સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેશે. વિદ્યાર્થીઓ માટે દિવસ ફળદાયી રહેશે. એવા લોકો સાથે જોડાવાથી બચવું જે તમારી પ્રતિષ્ઠા ને હાનિ પહોંચાડી શકે છે. તમારી જવાબદારી પ્રત્યે ગંભીર રહેવું.
મિથુન રાશિ
પાર્ટનર સાથે રોમેન્ટિક સમય પસાર કરવાનો અવસર પ્રાપ્ત થશે. અવિવાહત લોકો ને લગ્ન માટે સારી જગ્યાએ વાતચીત ચાલી શકે છે. દરેક કાર્યમાં સફળતા મળશે અને સરળતાપૂર્વક તેને પૂર્ણ કરવામાં સફળ રહેશો. પ્રમોશન થવાની સંભાવના નાં યોગ બની રહ્યા છે. ઘર સાથે જોડાયેલ કાર્યોમાં વ્યસ્ત રહેશો. અસફળતા ની સાથે જ ધનહાનિ નો ભય પણ રહેશે. પત્ની અથવા પુત્રથી લાભ થશે.
કર્ક રાશિ
તમને લાંબા સમયની કાનૂની પ્રક્રિયા થી રાહત પ્રાપ્ત થશે જેનાથી તમે તણાવમુક્ત મહેસૂસ કરશો. કોઈ સારા સમાચારની આશા કરી શકો છો તમારા કાર્યસ્થળ પર તમારે કાર્ય કરતી વખતે સાવધાન રહેવાની જરૂર છે. તમારા દ્વારા કરવામાં આવેલ પ્રયાસોમાં સફળ રહેશે. શુભ સમાચાર મળશે. તમારા નજીકનાં વ્યક્તિઓ તરફથી સહયોગ પ્રાપ્ત થશે. નોકરી અને વ્યવસાયમાં ફાયદો થશે. દિવસ સારો રહેશે. કોઈની વાતમાં આવીને કોઇ નિર્ણય કરવો નહીં.
સિંહ રાશિ
વારસાગત સંપત્તિને લગતા નિર્ણય લઈ શકશો. તમારી ભાવનાઓ પર કાબુ રાખવો અને કોઈની વાતમાં વગર વિચાર્યે આવવું નહીં વ્યર્થ વિવાદ થઈ શકે છે. સાવધાનીથી કામ લેવું. દરેક કાર્ય હસતા હસતા પૂર્ણ કરવાની કોશિશ કરવી. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવાની જરૂર છે. પ્રેમ-પ્રસંગ માં લોકોને આજનો દિવસ સામાન્ય રહેશે.
કન્યા રાશિ
આજે તમારી જૂની લોન ભરપાઈ થઈ શકશે. પારિવારિક કાર્યોમાં એક ભાવનાત્મક દિવસ રહેશે. સંગીત અને નૃત્ય સહિત અન્ય કળા સાથે જોડાયેલ કાર્યોમાં તમારી રુચિ રહેશે. વિરોધીઓને પરાજિત કરી શકશો. શાંત રહીને કાર્ય કરો પ્રગતિનાં અવસર બની રહ્યા છે સ્વાસ્થ્ય સારું રહેશે. તમારી મરજી થી કાર્ય સફળતાપૂર્વક કરી શકશો. માતા તરફથી લાભ થશે. આવનાર સમય તમારા માટે લાભદાયક રહેશે.
તુલા રાશિ
આજે તમારી કાર્યક્ષમતામાં વધારો થશે અને તમારા સંબંધોમાં ચાલી રહેલ તણાવ દૂર થશે. પારિવારિક સુખ પ્રાપ્ત થશે. આજના દિવસે બનાવેલ યોજનામાં તમે સફળ રહેશો. બિઝનેસમાં કોઈ નવી યોજના પર કામ કરી શકો છો. મનમાં ચીડચીડાપણું રહેશે. વિવાદથી બચવાની કોશિશ કરવી. જે વ્યક્તિ સરકારી નોકરીની શોધમાં છે તેમનું ભાગ્ય આજે તેમને સાથ આપી શકે છે. યાત્રા પર જવા માટેનાં ઉચિત યોગ બની રહ્યા છે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિવાળા લોકો નું ભાગ્ય મજબૂત રહેશે જેથી કોઈ હાનિ થવાની સંભાવના નહીં રહે. ઓફિસમાં શુભ સમાચાર પ્રાપ્ત થશે. ધીરજથી કામ લઈને પરેશાનીનો સામનો કરવો. નોકરી કરનાર લોકો માટે દિવસ સારો રહેશે તેને આગળ વધવાનાં અવસર પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય પ્રતિ સાવચેત રહેવું. નકારાત્મક વિચારોથી દુર રહેવું. કાર્યક્ષેત્રમાં જવાબદારીમાં વધારો થઇ શકે છે. સુખદ સમાચાર થી મન પ્રસન્ન રહેશે.
ધન રાશિ
આવક વધારવા માટે નવી યોજના તમારા મગજમાં આવી શકે છે. યાત્રામાં સાવધાની રાખવી. અજાણ્યા લોકો થી દૂર રહેવું. મિત્રોનો સાથ મળશે અને તેની સાથે સમય પસાર કરી શકશો. થાકનો અનુભવ થઈ શકે છે. પદ પ્રતિષ્ઠામાં લાભ મળશે. કારણ વગર કોઈ સાથે વિવાદ કરવાથી બચવું. વ્યાપાર ની બાબતમાં યાત્રાનું આયોજન થઇ શકે છે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.
મકર રાશિ
સફળતા સહજતાથી પ્રાપ્ત થશે પરંતુ તમારી વધારે પડતી આત્મવિશ્વાસની ભાવના થી બચવું. છૂટક વેપારમાં લાભ થવાની સંભાવના છે. તમારા જ્ઞાન અને બુદ્ધિથી બીજા લોકોને પ્રભાવિત કરી શકશો. સફળતા અને સહયોગ નાં સારા સંકેત મળી રહ્યા છે. નવા પ્રયત્નોથી બીજા બધાને આકર્ષિત કરી શકશો. વધારે પડતું ભોજન કરવાથી પેટને લગતી સમસ્યા થઈ શકે છે. પરીવાર સાથે બહાર જવાનું આયોજન થઇ શકે છે.
કુંભ રાશિ
લેવડ દેવડ ની બાબતમાં સાવધાની રાખવી. તમારી જવાબદારીઓ સારી રીતે પૂર્ણ કરી શકશો. સમાજમાં માન-સન્માનની પ્રાપ્તિ થશે. પરીવાર સાથે સારો સમય પસાર કરી શકશો. આજનો દિવસ આર્થિક બાબત માટે અનુકૂળ રહેશે. ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે. કામમાં વ્યસ્તતા રહેશે. ખાણીપીણીમાં ધ્યાન રાખવું. સંબંધોમાં મજબૂતી લાવવા નો સમય આવી ગયો છે. જીવનસાથી નાં સહયોગથી દરેક કાર્ય પૂર્ણ થઇ શકશે.
મીન રાશિ
તમારા ગુસ્સા પર આજે કાબૂ રાખવો. કોઈ ધાર્મિક કાર્યક્રમમાં સામેલ થઇ શકશો જેનાથી ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. નવા કાર્યોની શરૂઆત કરવા માટે સમય સારો છે. માનસિક રૂપથી મજબૂત રહેશો. કોઈ નવી જગ્યાએ કે નવી પદ્ધતિથી અભ્યાસ કરવાનો અવસર પ્રાપ્ત થશે. કોઈ સારા સમાચાર મળી શકશે. માતાનાં સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેશે.