રાશિ ફળ ૭ નવેમ્બર ૨૦૨૦ શનિવાર નો દિવસે આ ૬ રાશિ નાં જાતકો માટે રહેશે ભાગ્યશાળી, સંપતિ માં થશે વધારો

રાશિ ફળ ૭ નવેમ્બર ૨૦૨૦ શનિવાર નો દિવસે આ ૬ રાશિ નાં જાતકો માટે રહેશે ભાગ્યશાળી, સંપતિ માં થશે વધારો

 મેષ રાશિ

આજે તમારા પરિવાર માં આનંદ નું વાતાવરણ રહેશે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી. તમારી વસ્તુ ચીજવસ્તુ ખોવાવવા થી બચવું તેનું વિશેષ ધ્યાન રાખવું. તમારા પેન્ડિંગ કામનાં લીધે ગૂંચવણ નો સામનો કરવો પડે. નકારાત્મક વિચારો થી દૂર રહેવું. આત્મબળ મજબૂત રહેશે. કોઈપણ કાર્ય કરવા માટે આજે તમે સક્ષમ રહેશો. તમારા માતા-પિતા નો સહયોગ મળી રહેશે.

Advertisement

 વૃષભ રાશિ

બદલાતી પરિસ્થિતિઓ ની સાથે તમે તમારી જાત ને સાચી દિશા માં લઈ જશો તો સફળતા ચોક્કસ મળશે. નવા અવસરો અને નવા લોકો સાથે પરિચય થશે. ઓફિસ માં સહકર્મચારી નો પૂર્ણ સહકાર મળી રહેશે. તમારા કાર્યો સરળતા થી પાર પડશે. વેપાર ક્ષેત્રે તમને લાભ થશે. વાહન અને મશીનરી નો પ્રયોગ કરતી વખતે સાવચેત રહેવું. અને ઉત્સાહમાં કોઈ કાર્ય ન કરવું.

 મિથુન રાશિ

અચાનક લાભ મળવા થી તમારા મનમાં પ્રસન્નતા થશે. થોડા એવા પ્રયાસ થી તમને સફળતા મળશે. તમારી ઉર્જા શક્તિ નો ઉપયોગ કરી બીજાને મદદ કરવાની અને તમારા જીવન ને વધારે સરળ બનાવવા નાં રસ્તાઓ થશે. સુખ અને દુઃખ વાળો મિશ્ર દિવસ રહેશે. તમારી પાસે કોઈ તેની સમસ્યા લઈને આવશે તો તેનાં હૃદય નો ભાર હળવો થશે. પૂર્ણ વિવેક અને બુદ્ધિ નો ઉપયોગ કરવા થી લાભ અવશ્ય થશે. રોકાયેલાં કામો માં અનુકૂળતા રહેશે.

 કર્ક રાશિ

આજે તમારી વાણી માં મધુરતા થી બીજા લોકો નાં મન પર સકારાત્મક અસર થશે. શારીરિક અસ્વસ્થતા રહેશે. પરિવાર અને મિત્રો સાથે તમારો સારો વહેવાર તમને લાભ અપાવશે. આજે લીધેલા મહત્વપૂર્ણ નિર્ણય માં તમને સફળતા મળશે. વિવાદ થી બચવું અન્યથા માનસિક તણાવ અનુભવાશે. તમારો વિનમ્ર સ્વભાવ નાં લીધે તમારી પ્રશંસા થશે. વેપારી વર્ગને ધન માં વૃદ્ધિ થશે તેથી આનંદ માં પણ વૃદ્ધિ થશે.

 સિંહ રાશિ

તમારી તંદુરસ્તી માં સુધારો થશે. કોઈ સાથે ચર્ચા માં ન ઉતરવું. વિચારી ને આજે  મુસાફરી પર જવું. ઓફિસ માં તમારા કામની આજે પ્રશંસા થશે. તમારા ઉપરી અધિકારી તમારા થી પ્રસન્ન રહેશે. સાધુ સંતો નાં આશીર્વાદ મળવા થી મનમાં નવી ઉર્જા નો સંચાર થશે. જમીન મકાન સંબંધી સમસ્યાઓ ઉત્પન્ન થશે. તમારા સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું.

 કન્યા રાશિ

આજે તમને કોઇ આનંદ ઉત્સવમાં ભાગ લેવાનો અવસર મળશે. આજે કોઈ પ્રેમ સંબંધ જાહેર કરશે તો તેમાં તેને સફળતા મળવા ની અધિક સંભાવના છે. પરિવાર માં વાતાવરણ આનંદમય રહેશે. અને તમારા કામકાજ નું તમને સરળતા થી ફળ મળશે. તમારી કાર્ય કરવાની પદ્ધતિ ને સુધારવા માટે નવી યોજનાઓ બનશે તેનો લાભ તત્કાલ નહીં પરંતુ લાંબા સમય બાદ મળશે. તમારા માતા-પિતા નાં આશીર્વાદ પ્રાપ્ત થશે.

 તુલા રાશિ

આજે તમારા ખર્ચાઓ નું બજેટ બગડી શકે છે. અને સાથે જ કોઈ કાર્ય વચ્ચેથી જ અટકી શકે છે. પ્રેમ સંબંધ માટે આજ નો દિવસ અનુકૂળ નથી માટે આજે થોડું સંભાળીને રહેવું. તમારો કોઈ ડ્રીમ પ્રોજેક્ટ આજે તમને મળી શકે છે, આજ નાં દિવસે આ એક સકારાત્મક બાબત થશે. તમારા બાળકો સાથે તમે વધારે સમય વ્યતીત કરી શકશો. તમારા સહકર્મચારી ઓ સાથે સારો વહેવાર કરવો એ તમારા ફાયદામાં રહેશે. સંબંધો માં ત્યાગ થી જ મધુરતા રહેશે.

 વૃશ્ચિક રાશિ

તમારું કાર્ય સમયસર પૂરું ન થવાથી માનસિક તણાવ અનુભવશો. તમારા માટે નિત્ય યોગ અભ્યાસ કરવો જરૂરી છે. પરિવાર માં વડીલો નું સન્માન કરવું અને તેની સાથે બેસીને વાતચીત કરવી. પારિવારિક મુદ્દાઓ પર ધ્યાન આપવું. પરિવાર નાં વડીલો સાથે નમ્રતા થી વાત કરવી. તમારા વિશ્વાસપાત્ર વ્યક્તિ પાસે થી સલાહ લેવામાં શરમ ન અનુભવવી. તમારી દિનચર્યા પર ધ્યાન દેવું આવશ્યક છે.

 ધનુ રાશિ

ઉતાવળ માં કોઈ કાર્ય ન કરવું. ઉતાવળ માં કાર્ય કરવાથી બનેલા કામ પણ બગડવાની શક્યતા રહેશે. સારા વ્યક્તિઓ ની સંગત હંમેશા તમારા પર જોવા મળશે. તમારા દાંપત્ય જીવન માં તણાવ અનુભવશો. કોઈ ચર્ચા કરતી વખતે તમારે વિનમ્ર રહેવું. કોઈ વડીલ ની અંગત મુશ્કેલી માં સહાયતા કરી ને તમે તેનાં આશીર્વાદ મેળવી શકો છો. તમારા ખાનપાન માં પોષક તત્વો નું સેવન કરવું. વ્યાપાર ક્ષેત્રે લાભ થશે.

 મકર રાશિ

આજે તમારા પરિવાર માં ખુશી નું વાતાવરણ રહેશે. આજે તમારે મુસાફરી નું આયોજન થઇ શકે છે. પારિવારીક  જીવન ઉતમ રહેશે જેનાથી તમારું મન ખુશ રહેશે. કાર્યક્ષેત્ર માં સફળતા મળશે. આજે તમારે કોઇ મોંધી પરંતુ ઉપયોગ માં ન આવે તેવી વસ્તુ ખરીદવાની સંભાવના રહેશે. કામકાજ ની બાબત માં આજે તમે તમારું શ્રેષ્ઠ આપવા માટે પ્રયત્ન કરશો. તમારે માનસિક શાંતિ અનુભવશો, જેના થી તમારા કાર્યમાં તમારું મન લાગશે.

  કુંભ રાશિ

આજે આસપાસ નાં  લોકોથી તમને સહયોગ મળી રહેશે. પ્રેમ સંબંધ માં રહેલા વ્યક્તિઓ ને આજે તેના પ્રિય પાત્ર તરફ થી નારાજગી સહન કરવી પડશે. જેના માટે તમારી ભૂલ હશે તેથી માફી માંગવી યોગ્ય રહેશે. તમારું દાંપત્ય જીવન આનંદમય રહેશે. વ્યાપારી લોકો ને આજે ખૂબ જ લાભ થવાની સંભાવના છે. નાના બાળકો નાં  પ્રેમ નો આનંદ લેવો. તમારા સ્વાસ્થ્ય માં સુધારો આવશે. ઘર-પરિવાર માં ખુશીનું વાતાવરણ રહેશે.

 મીન રાશિ

આજે તમારા દાંપત્ય જીવન નો ઉત્તમ દિવસ રહેશે, પ્રેમ વધુ મજબૂત બનશે. તમારા ધંધા અને તમારા પરિવાર વિશે તમને ઘણી વાતો નો ખ્યાલ આવશે જે તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. સ્થાવર મિલકત ખરીદવા માટે આજે ઉત્તમ દિવસ છે. વિદ્યાર્થી ઓ પોતાનાં અભ્યાસ માં શ્રેષ્ઠ . પરિવાર માં પ્રોપર્ટી ને લઈને કોઈ વિવાદ થઈ શકે છે, તેનાથી બચવાનો પ્રયાસ કરવો. બીજા લોકો ની અપેક્ષા ન કરવી.

Advertisement

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *